AhmedabadGujaratPoliticsSocial Media Buzz

ટ્રમ્પ આગમન પહેલા સોશિયલ મીડિયા પર જામ્યો અજબ જંગ! જાણો!

અમદાવાદમા 24 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન મોદીની મુલાકાતને લઈને અમદાવાદમાં સજાવટ કરાઈ રહી છે. મળતી માહિતી મુજબ ટ્રમ્પ અમદાવાદમાં માત્ર ત્રણ કલાક રોકવાના છે અને તેને લઈને શહેરના રસ્તાઓને ચોખ્ખાચણાક કરી દેવાયા છે. ગુજરાત સરકારના અધિકારીઓ જણાવે છે કે અમદાવાદમાં ટ્રમ્પ ત્રણ કલાક રોકાશે અને 85 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અંદાજે 12 હજાર પોલીસ અધિકારી તહેનાત રહેશે અને તેમાં જ અડધી રકમ ખર્ચાઈ જશે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પની મુલાકાત દરમિયાન થનારા સુશોભનમાં વપરાતાં ફૂલ પાછળ આશરે સાડા ત્રણ કરોડ રૂપિયા ખર્ચ થવાનો છે. ત્યારે સોશિયલ મીડિયા પર અનોખો જંગ છેડાયો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે તેવા સમાચારો પણ ખોટા સાબિત થઈ રહ્યા છે (જો ઉદ્દઘાટન પહેલા સ્ટેડિયમ ઉપયોગમાં લેવાઇ શકાતું હોય તો ગુજરાતમાં ઘણા હેલ્થ સેન્ટર, ઓવરબ્રીજ વગેરે બની ગયા છે પરંતુ ઉદ્દઘાટનની રાહ જોવાય રહી છે તેવા દરેકનો જનતાએ ઉપયોગ ચાલુ કરી દેવો જોઈએ) રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પ પહેલી વાર ભારત આવી રહ્યા છે.

સોશિયલ મીડિયા
ફોટો સોશિયલ મીડિયા

તેઓ અમદાવાદમાં આવેલા ગાંધીઆશ્રમની મુલાકાત લેવાના છે કે નહીં તે મુદ્દે હજી કોઈ સ્પષ્ટતાઓ નથી. (ભૂતકાળમાં દરેક આંતરરાષ્ટ્રીય નેતાઓ અમદાવાદની મુલાકાત લેવા આવે ત્યારે ગાંધી આશ્રમની મુલાકાતે જરૂર જતાં હોય છે) ટ્રમ્પ જે રસ્તેથી નીકળવાના છે ત્યાંના વિસ્તારમાં આવતી ઝૂંપડપટ્ટીને ઢાંકી દેવા માટે એક દીવાલ પણ ચણી દેવામાં આવી તે પણ વિવાદમાં છે. દીવાલ બાબતે તો સોશિયલ મીડિયા માં સરકારની ટીકાઓ થવા લાગી છે.

તો તેમની આ મુલાકાત દરમિયાન કરાઈ રહેલા ખર્ચ મામલે પણ વિવાદ થઈ રહ્યો છે. તો અગાઉ ઘણા મીડિયામાં જેમાં ‘ગુજરાત મૉડલ’ની ઝાટકણી કઢાઈ હતી અને લખાયું હતું કે ટ્રમ્પથી ગરીબી છુપાવવા માટે 130 કરોડ રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો છે. ટ્રમ્પ અમદાવાદમા જે વિસ્તારમાં આવવાના છે ત્યાના વર્ષોથી અધૂરા રહેલા વિકાસના કામો પૂર જોશથી થઈ ગયા છે.

ગુજરાત કોંગ્રેસના સમગ્ર ગુજરાતનાં ગામેગામથી સોશિયલ મીડિયા ના તથા દરેક પદાધિકારીઓએ પોતાના શહેર-ગામના અધૂરા રહેલા વિકાસના કાર્યો, રોડ, પાણી, ગટર, ગંદકી, વીજળી વગેરેના ફોટા તથા વિડીયો સોશિયલ મીડિયા ના દરેક માધ્યમ ફેસબૂક, ટ્વીટર , ઇન્સ્ટાગ્રામ તથા હેલો પર મૂકીને વ્યંગયાત્મક રીતે ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના વિસ્તારમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું કારણ કે ગુજરાતમાં માત્ર એક વિસ્તારમાં ટ્રમ્પ આવવાના હોવાથી વર્ષોના અધૂરા કાર્યો જાદુઈ રીતે થઈ જતાં હોય તો સમગ્ર ગુજરાતમાં રોડ, પાણી, ગટર, ગંદકી, વીજળી વગેરેના અટકેલાં કામો પણ પ્રેસિડંટ ટ્રમ્પના આવવાથી થઈ જાય તેવો આશાવાદ સેવ્યો હતો અને #વિકાસ_છુપાવી_દીધો_છે (રીજનલ લેન્ગ્વેજમાં હોવા છતાં) સોશિયલ મીડિયા પર સતત 11 કલાક સુધી નબર #૧ ટ્રેન્ડ તરીકે છવાયો હતો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!