
ભાજપ સરકાર ની મોટી નકામયાબી સામે આવી છે. હાલમાં ભાજપના દિવસો સારા ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું નથી. ગુજરાતમાં ભાજપની સ્થિતિ દિવસે ને દિવસે કફોડી બનતી જઇ રહી છે. ભાજપ પોતાની ભૂલો છુપાવવાના લાખ પ્રયત્નો કરે છે પરંતુ તે છુપા રહેતા નથી. ભાજપ સરકાર દ્વારા માંડ રંગેચંગે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પતાવવામાં આવ્યો પણ તેમાં પણ કોન્ટ્રોવર્સી એ જન્મ લીધો છે. સરકારી કાર્યક્રમને પ્રાઇવેટ ઇવેન્ટ બનાવીને રજુ કરવામાં આવ્યો જ્યારે ખર્ચ ગુજરાત સરકાર દ્વારા જ કરવામાં આવ્યો તે બાબતે હાલ રાજકીય ગરમાંગરમી છે ત્યારે નવા વિવાદોએ જન્મ લીધો છે. વિધાનસભામાં ભાજપ સરકાર વિપક્ષના જવાબ આપી શકતી નથી.

રૂપાણી સરકાર વિધાનસભામાં ઘેરાઈ ગઈ હતી અને અને એક સવાલના જવાબ માં તો રીતસર આખી સરકારને પરસેવો પડવા લાગ્યો હતો. રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા અંગેની જાણકારી માં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા 3,83,840 છે. પરંતુ 6 મહિના પહેલા કુપોષિત બાળકોનો આંકડો 1, 42, 142 જેટલો હતો. જે માં જબરદસ્ત વધારો થયો અને માત્ર 6 મહિનામાં વધીને 3, 83, 840 જેટલા થઈ ગયા! એટલે સરકારી આંકડા મુજબ રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં સતત વધારો થયો છે. સરકારી યોજનાઓ હોવાના છતાં પણ બાળકોને યોજનાઓનો લાભ મળતો નથી અને કુપોષિત બાળકોની સંખ્યા 6 મહિનામાં 3 ગણી વધી ગઈ છે.

અન્ય એક સવાલ અંગે માહિતી આપતાં માલુમ પડ્યું છે કે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ થતા આંકડાઓમાં મોટી ગરબડ થઈ રહી છે. વિપક્ષ દ્વારા આવા ગંભીર આરોપ ભાજપ સરકાર પર લગાવવામાં આવ્યા છે. વાત એમ છે કે, 2 વર્ષ પહેલાં સરકારી આંકડા પ્રમાણે રાજ્યની 7209 પ્રાથમિક શાળાઓમાં રમતના મેદાન નહોતા. અને એ જ સરકારી આંકડા પ્રમાણે ભાજપ સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં 261 જેટલી શાળાઓમાં મેદાન બનાવ્યા છે તેવું જણાવવામાં આવ્યું હતું. પરંતુ કોન્ટ્રોવર્સીનો જન્મ ત્યારે થયો જ્યારે વિપક્ષે કહ્યું કે, બે વર્ષમાં 261 જેટલાં જ મેદાનો બનાવ્યા હોવા છતાં મેદાન વગરની પ્રાથમિક શાળાઓના આંકડામાં 2500 કરતાં વધારે મોટો ઘટાડો કેવી રીતે નોંધાયો??

વાત એમ છે કે, સરકારે છેલ્લા 2 વર્ષમાં 261 જેટલા મેદાન બનાવ્યા છે. જ્યારે મેદાન વગરની પ્રાથમિક શાળાઓ 7209થી ઘટીને 4612 થઈ ગઈ છે. મતલબ શાળાઓ ઘટી છે અથવા તો સરકાર દ્વારા વધારે મેદાન બનાવ્યા હોવા જોઈએ પરંતુ સરકાર ખુદ કહે છે કે સરકારે ફક્ત 261 શાળામાં મેદાન બનાવ્યા તો મેદાન વગરની શાળાઓની સંખ્યામાં 2597નો ઘટાડો કેવી રીતે થયો તે સવાલ વિપક્ષ દ્વારા ભાજપ સરકાર ને કરવામાં આવતાં ભાજપ સરકારના મંત્રીઓ ને આંખે પાણી આવી ગયા. વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે ભાજપ સરકાર વિધાનસભા ગૃહમાં રજૂ થતાં આંકડાઓ સાથે છેડછાડ કરે છે.

સરકારે વિદ્યાર્થીઓને પણ નથી છોડ્યા, વિધાર્થીઓ સાથે પણ સરકારે છેતરપીંડી કરી છે? સરકારી યોજના પ્રમાણે દરેક વિધાર્થીઓને ટેબ્લેટ મફતના ભાવે આપવાનું વચન આપવામાં આવ્યું હતું અને કેટલીક શાળાઓ માં આપવામાં પણ આવ્યા છે. અને કેટલીક જગ્યાએ હજુ સુંધી નથી આપવામાં આવ્યા અને આ બાબતે વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પણ સરકારે ઉઘરાવી લીધા છે. વિધાનસભામાં આપવામાં આવેલી જાણકારી મુજબ પ્રથમ વર્ષ કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને પૈસા ભર્યા છતાં હજુ સુંધી ટેબલેટ મળ્યા નથી. ભાજપ સરકાર દ્વારા કોલેજના પ્રથમ વર્ષના લગભગ 3,09,651 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટના 1000 ₹ ઉઘરાવી લીધા છે. પરંતુ હજુ સુંધી આમાંથી અડધા ઉપરાંત વિદ્યાર્થીઓને ટેબલેટ મળ્યાં જ નથી. આ બાબતે પરેશ ધાનાણી દ્વારા સરકારને આડે હાથ લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. ગુજરાતનું બજેટ જાહેર કરવામાં આવ્યા બાદ તેની પર ચર્ચાઓ ચાલે છે અને આ ચર્ચાઓ પરથી વિપક્ષને અહમ માહિતી મળી છે અને સરકાર ઘેરાઈ ગઈ છે. ભાજપ સરકાર ને ઘરવામાં વિપક્ષ કોઈ પણ કસર બાકી રાખવા માંગતી નથી તો સામે ભાજપ સરકાર ડીફેન્સીવ મોડમાં રમી રહી છે. મુખ્મંત્રી પણ અડધી પીચે રમવાના બદલે પોતાની વિકેટ બચાવવામાં લાગી ગયા છે.
- આ પણ વાંચો
- રૂપાણી સરકાર ની મુશ્કેલીઓ વધી હાર્દિક પટેલે ફરી આંદોલનની આગ ચાંપી?? જાણો!
- ભાજપના વળતાં પાણી! ટ્રમ્પની વિદાય બાદ પડ્યું ભાજપમાં ભંગાણ! જાણો!
- મુખ્યમંત્રી રૂપાણી ની બધી મહેનત પાણીમાં ગઈ! મુખ્યમંત્રી જ હોસ્ટ નથી? જાણો!
- સીએમ રૂપાણી સામે બાંયો ચડાવતા નેતાઓ હાલ તેમની ગોળગોળ ફરી રહ્યા છે! જાણો!
- ભાજપે 2014માં જીતેલી બેઠક કોંગ્રેસ આંચકી લેશે? અમિત શાહના ટેન્શનમા વધારો!
- ઉદ્ધવ સરકાર ના વળતાં પાણી! મોટો વિવાદ જન્મ્યો! મોટા ભંગાણની શક્યતા! જાણો!
- કેજરીવાલ ના ધડાકા બાદ અમિત શાહના ટેંશનમાં વધારો! રેલા ગુજરાત સુંધી પહોંચશે!
- જીતવાની સાથે અરવિંદ કેજરીવાલ નું પરાક્રમ! મોદી શાહ ભાજપના ટેન્શનમાં વધારો!