IndiaPolitics

અમિત શાહ કોંગ્રેસના ધારાસભ્યોની રાહ જોતા રહ્યા અને આ નેતાએ વહીવટ પતાવી દીધો!

અમિત શાહ કોંગ્રેસના ધારાસભ્યોની રાહ જોતા રહ્યા અને આ નેતાએ વહીવટ પતાવી દીધો: જેમ જેમ રાજ્યસભા નજીક આવે છે તેમ તેમ રાજકીય ગરમાંગરમી વધી રહી છે. ના માત્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર દેશમાં. ગુજરાતમાં તો ભાજપ સરકારના મંત્રીઓ ખુલ્લે આમ જાહેરાત કરે છે કે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં જોડાવવુ હોય તો સ્વાગત છે. રાજ્યસભાની ચાર સીટો માટે ગુજરાતમાં ચૂંટણી છે જેમાં હાલમાં ભાજપ પાસે 3 સીટ અને કોંગ્રેસ પાસે 1 સીટ છે પરંતુ વિધાનસભામાં ભાજપ કોંગ્રેસની બેઠક જોતા બંને પાર્ટીને બે બે સીટ મળી શકે છે. એટલે કે ભાજપને એક બેઠકનું નુકશાન અને કોંગ્રેસને એક બેઠકનો ફાયદો થાય શકે છે. આ જોતા ભાજપ નેતાઓ ખુલ્લે આમ કોંગ્રેસ નેતાઓને આવકારવા માટે નિવેદનો આપી રહ્યા છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

તો મધ્યપ્રદેશમાં સરકાર પાડી દેવાનો કારશો સામે આવ્યો છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ દ્વારા ભાજપ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભાજપ દ્વારા કોંગ્રેસ, સપા અને બસપા ધારાસભ્યોને લઈ જઈને ગુરુગ્રામની આઇટીસી મરાઠા હોટલમાં ગોંધી રાખવામાં આવ્યા છે. અને સરકાર પાડી દેવાનો કરશો રચી નાખવામાં આવ્યો છે. જેવું કર્ણાટકામાં થયું હતું તેવું જ મધ્યપ્રદેશમાં કરવાની ફિરાકમાં ભાજપ હતું. અને આ ઓપરેશન અડધી રાત્રે શરૂ કરવામાં આવ્યું હતું જેથી મુખ્યમંત્રી સહિતના નેતાઓ ઊંઘતા ઝડપાયા હતા.

અમિત શાહ
ફોટો: સોશિયલ મીડિયા

પરંતુ આ સમગ્ર મામલે કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ સતર્ક હતાં અને તેમણે જાહેરમાં આ બાબતે ટ્વિટ જરીને કહ્યું હતું કે ભાજપ દ્વારા કોંગ્રેસ અને બસપાના ધારાસભ્યોને કિડનેપ કરવામાં આવ્યા છે અને સરકાર પડી દેવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. એટલું જ નહીં ભાજપ નેતાઓ આ ધારાસભ્યોને ભોપાલથી દિલ્લી ચાર્ટડ પ્લેનમાં લઈ ગયા છે અને તેમની મુલાકાત અમિત શાહ સાથે કરાવવાના છે. આ બાદ રાજનીતિ ગરમાઈ ગઈ હતી. ભાજપના નેતાઓએ આ ધારાસભ્યો પાસેથી તેમના ફોન પણ આંચકી લીધા હતા. અને તેમને મોટી રકમની ઓફર કરી હતી. જેમાં પહેલા હપ્તામાં પાંચ કરોડ આપવાના હતા. જ્યારે બાકીની રકમ રાજ્યસભા ચૂંટણી બાદ આપવાનું નક્કી થયું હતુ.

અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

આ સમગ્ર મામલે સતર્કતા સાધી દિગ્વિજયસિંહ, કમલનાથ સરકારને પડવાના ભાજપના પ્લાન પર પાણી ફેરવવા માટે કામે લાગી ગયા હતા. અડધી રાત્રે ધારાસભ્યો ક્યાં છે તેની ભાળ મેળવીને રાત્રે જ ભોપાલથી જીતુ પટવારી અને જયવર્ધનસિંહને દિલ્હી મોકલવામાં આવ્યા હતા અને ઓપરેશન લોટસ નિષ્ફળ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. કોંગ્રેસના આરોપ મુજબ કુલ આઠ ધારાસભ્યોને ભાજપ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા જેમાંથી દિગ્વિજયસિંહના પ્લાન અને સતર્કતાના કારણે સાત જેટલા ધારાસભ્યોને પરત લાવવામાં આવ્યા હતા.

અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

આ બાબતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે ત્રણ દિવસ પહેલા જ સરકારને સમર્થન આપતા અમુક ધારાસભ્યોને 25થી 35 કરોડ રૂપિયા આપવાની લાલચ અપાતી હોવાનો આરોપ લગાવ્યો હતો. અને અંતે દિગ્વિજસિંહની સતર્કતાના કારણે ભાજપનો દાવ ઊંધો પડ્યો હતો. દિવસભર ચાલેલા રાજકીય ડ્રામાનો અંત આવ્યો અને ઘીના ઠામમાં ઘી ઢળી ગયું છે. કામલનાથ સરકાર સલામત છે. ગાયબ થયેલા તમામ ધારાસભ્યો સલામત રીતે ભોપાલ પહોંચી ચુક્યા છે.

અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

આ બાબતે ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. આ મામલો તેમના ઘરનો છે પરંતુ આરોપ અમારા પર લગાવી રહ્યા છે. ભાજપ દ્વારા આવુ કોઈ ઓપરેશન કરવામાં આવ્યું નથી. પરંતુ જોવા જઈએ તો કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભાજપ દ્વારા આ કાંડ કરવામાં આવ્યો હોઇ શકે છે. અને દિગ્વિજયસિંહની યોજના બાદ ભાજપનો પ્લાન નિષ્ફળ ગયો. અમિત શાહ દિલ્લીમાં કોંગ્રેસ નેતાઓની રાહ જોતા રહ્યા અને અહીંયા દિગ્વિજયસિંહ વહીવટ કરીને કમલનાથ સરકાર માટે સંકતમોચક બની ગયા.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!