IndiaPolitics

કમલનાથ નો કમાલ! અમિત શાહની ચાલ નાકામ! મોદીએ આપ્યો ઠપકો?

મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પાડી દેવાનો કારશો સામે આવ્યો છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ દ્વારા ભાજપ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભાજપ દ્વારા કોંગ્રેસ, સપા અને બસપા ધારાસભ્યોને લઈ જઈને ગુરુગ્રામની આઇટીસી મરાઠા હોટલમાં ગોંધી રાખવામાં આવ્યા છે. અને સરકાર પાડી દેવાનો કરશો રચી નાખવામાં આવ્યો છે. જેવું કર્ણાટકામાં થયું હતું તેવું જ મધ્યપ્રદેશમાં કરવાની ફિરાકમાં ભાજપ હતું. અને આ ઓપરેશન અડધી રાત્રે શરૂ કરવામાં આવ્યું હતું જેથી મુખ્યમંત્રી સહિતના નેતાઓ ઊંઘતા ઝડપાયા હતા.

આ સમગ્ર મામલે સતર્કતા સાધી દિગ્વિજયસિંહ, કમલનાથ સરકારને પડવાના ભાજપના પ્લાન પર પાણી ફેરવવા માટે કામે લાગી ગયા હતા. અડધી રાત્રે ધારાસભ્યો ક્યાં છે તેની ભાળ મેળવીને રાત્રે જ ભોપાલથી જીતુ પટવારી અને જયવર્ધનસિંહને દિલ્હી મોકલવામાં આવ્યા હતા અને ઓપરેશન લોટસ નિષ્ફળ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. કોંગ્રેસના આરોપ મુજબ કુલ આઠ ધારાસભ્યોને ભાજપ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા જેમાંથી દિગ્વિજયસિંહના પ્લાન અને સતર્કતાના કારણે સાત જેટલા ધારાસભ્યોને પરત લાવવામાં આવ્યા હતા.

કમલનાથ, kamalnath
ફોટો સોશિયલ મીડિયા

હવે મુખ્યમંત્રી કમલનાથ ખુદ મેદનમાં આવ્યા છે અને અમિત શાહને ચારોખાને ચિત કરી નાખવાની યોજના ઘડી કાઢી છે. મધ્યપ્રદેશમાં ભાજપ દ્વારા કોંગ્રેસ સરકાર પાડી દેવાની યોજના નિષ્ફળ બન્યા બાદ કમલનાથ હરકતમાં આવી ગયા છે અને આવતાંની સાથે જ ભાજપમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અમિત શાહની જેમ જ કમલનાથ દ્વારા રાજકીય દાવ રમવામાં આવ્યો છે અને ભાજપના કમળની ત્રણ પાંખડી પાડી દીધાની ચર્ચાએ જોર પકડ્યું છે. એટલે કે ખુદ મુખ્યમંત્રી કમલનાથ દ્વારા ભાજપના ધરાસભ્યોનું ઓપરેશન કરીને ભાજપના ત્રણ ધારાસભ્યોને કોંગ્રેસમાં જોડવાની યોજના બનાવી નાખી છે.

અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

મુખ્યમંત્રીની આ યોજના ના કારણે ભાજપમાં ભયનો માહોલ સર્જાઈ ચુક્યો છે. કોંગ્રેસના આ માસ્ટરસ્ટ્રોકની ચારે બાજુ ચર્ચાઓ છે અને રાજ્યના રાજકારણમાં ગરમી આવી ગઈ છે. તો બીજી બાજુ ભાજપમાં ત્રણ ધારાસભ્યો કોંગ્રેસમાં જવાની ભીતિએ ખુદ નરેન્દ્ર મોદી સુંધી ચિંતાનો વિષય બની ગયો છે. આ ત્રણ ધારાસભ્યોમાં દિગ્ગજ નેતા ગણવામાં આવતાં સંજય પાઠકનું નામ પણ ચાલી રહ્યું છે. આજ સુંધી ભાજપ આ રાજકીય કાવાદાવા કરતું હતું પરંતુ કોંગ્રેસ દ્વારા ભાજપના ઘરમાં સેંધ મારીને રાજકીય ગતિવિધિઓ તેજ કરી નાખી છે.

અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

જો કે આ બધાયની વચ્ચે કોંગ્રેસ માંથી એક વિકેટ પડી ગઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય હરદીપસિંહ ડુંગએ રાજીનામુ આપ્યું છે જે હજુ વિધાનસભા અધ્યક્ષ દ્વારા મંજુર કરવામાં આવ્યું નથી. પરંતુ આ રાજીનામાના સમાચાર વચ્ચે કમલનાથે ભાજપને જોરદાર ઝટકો તો આપી જ દીધો છે. અને આડકતરી રીતે ઈશારો કર્યો છે કે તમે એક તોડશો તો અમે ત્રણ તોડશું. તો ભાજપના કેટલાક ધારાસભ્યો તો શરૂઆતથી જ કોંગ્રેસ સાથે ઉભા છે. અને ભાજપની લાઇનથી અલગ રહીને નિવેદનો આપે છે સરકારને સમર્થન પણ આપે છે. ગયા વર્ષે બે ધારાસભ્યો શરદ કોલ અને નારાયણ ત્રિપાઠી દ્વારા ભાજપ સામે બળવો કર્યો હતો.

અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

નારાયણ ત્રિપાઠી ગઈ કાલે મુખ્યમંત્રી કમલનાથના આવશે પહોંચ્યા હતા અને લગભગ એક બે કલાક જેટલો સમય રોકાયા હતા. તેમની સાથે સંજય પાઠક પણ હતાં અને નારાયણ ત્રિપાઠીના નીકળ્યાં બાદ તેઓ એક કલાક બાદ મુખ્યમંત્રી કમલનાથ ના આવાસેથી નીકળ્યા હતા. સંજય પાઠક ભાજપ પહેલાં કોંગ્રેસમાં હતા. તેમને દિગ્વિજયસિંહના પુત્ર જયવર્ધન સિંહ, કમલનાથ સહિતના કોંગ્રેસના નેતાઓ સાથે સારા સંબંધો છે. જો કે બંને નેતાઓએ આ બાબતે હજુ મગનું નામ મરી પડ્યું નથી અને રાજીનામાંની વાતને સમર્થન પણ આપ્યું નથી. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે

Related Articles

Back to top button
આજનું રાશિફળ!