
દેશના વિવિધ રાજ્યોમાં રાજ્યસભાની સીટો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે મધ્યપ્રદેશ માં રાજ્યસભાની 3 સીટ માટે ઘમાસાણ મચ્યું છે અને સરકાર પડી જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ ચુકી છે. કોંગ્રેસના સિનિયર નેતા અને મધ્યપ્રદેશના યુવા નેતા ગણવામાં આવતાં જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કોંગ્રેસ પાર્ટી છોડી દેવામાં આવી છે. ત્યારે મધ્યપ્રદેશમાં સરકાર સામે મોટું જોખમ તોળાઈ રહ્યું છે. મુખ્યમંત્રી કમલનાથ સરકાર બચાવવા માટે જમીન આસમાન એક કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની જાહેરાત રાજ્યપાલ દ્વારા કરવામાં આવી છે પરંતુ કમલ નાથ દ્વારા આ જાહેરાતને આવકારવામાં આવતાં ભાજપ માં ફફડાટનો માહોલ સર્જાયો હતો અને ભાજપ આશ્ચર્યચકિત હતું.

કમલ નાથનો માસ્ટર પ્લાન
ભાજપ કશું સમજે એ પહેલા કમલનાથ દ્વારા તખ્તો ગોઠવી દેવામાં આવ્યો હતો. અને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. કમલનાથ સરકાર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં રાજ્યપાલનું ભાષણ અને તેના બાદ તેમનું અભિવાદન મુખ્ય હતા. પરંતુ થયું એવું જે અંગે ભાજપને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય. બેંગ્લોરથી બાગી વિધાયક મધ્યપ્રદેશ પહોંચ્યા નહીં અને ભાજપના ધારાસભ્યો ભોપાલ પહોંચી ગયા હતા કે કાલે ફ્લોર ટેસ્ટ થશે પરંતુ ફ્લોર ટેસ્ટ થયો નહીં અને કમલનાથ ભાજપના ધારાસભ્યો સુંધી પહોંચી ગયા અને એમાં ત્રણ બાગી ધારાસભ્યોને કોંગ્રેસ સાથે રહેવા માટે મનાવી પણ લેવામાં આવ્યા. જેમાં એક ધારાસભ્ય ધ્વારા ગઈ કાલે જ કમલનાથ સાથે બેઠક કરી લેવામાં આવી હતી.

પરંતુ સિંધિયા સમર્થક 19 ધારાસભ્યો બેંગ્લોરથી આવ્યા નહીં. જે આવેત તો કાલે જ સરકાર બચે છે કે જાય છે નો ફેંસલો થઈ જાત. ત્યાં બેંગ્લોરમાં પણ કમલનાથ દ્વારા ડી.કે.શિવકુમાર ને એક્ટિવ કરવામાં આવ્યા છે જેઓ ધારાસભ્યો સાથે સંપર્ક કરીને તેમને પાછા લાવવા મથી રહ્યા છે જેમાં થોડા વધારે સમયની જરૂર હોય આજે ફ્લોર ટેસ્ટમાં મુદત પાડી દેવાની યોજના હતી જે કમલનાથ દ્વારા પર પાડી દેવામાં આવી. જે મુજબ ગઈકાલે વિધાનસભા સ્પીકર દ્વારા ધારાસભ્યોને હાજર કરવા અને કોરોના વાયરસના જોખમ ને જોતા વિધાનસભાને 26 માર્ચ સુંધી સ્થગિત કરવામાં આવી છે. એટલે કે કમલનાથ સરકારને બહુમત સાબિત કરવામાટે હજુ 10 દિવસ જેટલો સમય મળ્યો. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે

મધ્યપ્રદેશ વિધાનસભાનું ગણિત
મધ્યપ્રદેશ વિધાનસભામાં 230 સીટ છે. રાજ્યમાં બે ધારાસભ્યોના નિધન થતાં બે બેઠક ખાલી છે એટલે હાલ 228 ધારાસભ્યો રહ્યા છે. જેમાં કોંગ્રેસ પાસે 114 સીટ છે, કોંગ્રેસનને 4 અપક્ષ અને 2 બસપા તથા એક એસપીના ધારાસભ્યોને ટેકો મળી કોંગ્રેસે 121 ધારાસભ્યો સાથે સરકારમાં છે. તો ભાજપ પાસે 107 ધારાસભ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક 22 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. પરંતુ હજુ તેનો સ્વીકાર થયો નથી. 22 માંથી સિંધિયા સમર્થક 6 જેટલા ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. બાકીના લોકોના રાજીનામાં સ્વીકાર કરવામાં આવ્યા નથી.

અને વિધાનસભા સ્પીકર દ્વાર જણાવવામાં આવ્યું કે ધારાસભ્યો રૂબરૂ માં આવીને રાજીનામુ આપે ત્યારે સ્વીકાર કરવામાં આવશે એટલે તેમણે જાતે હાજર રહેવું પડશે જે રણનીતિ પણ કમલનાથ દ્વારા ઘડી કાઢવામાં આવી છે. ભાજપને પહેલીવાર તેમની ટક્કરનું કોઈ મળ્યું છે જે આસાનીથી ભાજપને જીતવા નહીં દે. હાલ આ બાબતે કોકડું ગૂંચવાયું છે પરંતુ ગઈ કાલે વિધાનસભા બાદ ભાજપ નેતાઓ અને ધારાસભ્યો મધ્યપ્રદેશ રાજ્યપાલને મળવા ગયા ત્યારબાદ રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રી કમલનાથને પત્ર લખવામાં આવ્યો હતો કે આજે 17 તારીખે ફ્લોર ટેસ્ટ કરવામાં આવે નહીંતર એવું માનવામાં આવશે કે કમલનાથ સરકાર પાસે બહુમત નથી. એટલે હવે કાલે પણ કમલનાથ કોઈ મોટી રાજકીય રમત રમીને ફરીથી ભાજપને તેની ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરશે.
- આ પણ વાંચો
- કમલનાથ ની રાજરમત! ભાજપમાં હડકંપ? ફ્લોરટેસ્ટથી ફફડાટ!
- કેમ નરહરિ અમીન ને અમિત શાહે રાજ્યસભા ઉમેદવાર બનાવ્યા? આ છે મોટી રાજરમત!
- રાજ્યસભા ચૂંટણી અમિત શાહનો માસ્ટરસ્ટ્રોક આવીરીતે જીતશે ત્રીજી સીટ!
- ગુજરાત કોંગ્રેસ માં ભૂકંપથી હાઈકમાંડમાં હડકંપ! જાણો!
- આગુજરાતીએ મધ્યપ્રદેશ કમલનાથ સરકાર ના પાયા હચમચાઈ નાખ્યા! જાણો!