AhmedabadGujarat

કોરોનાવાયરસ ઇફેક્ટ : ગુજરાત હાઇકોર્ટે સુઓ મોટો લઈને આપ્યા મોટા આદેશ!

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ ના કેસો દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. કોરોના વાયરસ ની શરૂઆત સૌપ્રથમ ચાઈનાથી થઈ છે. ચીનના હુવેઇ પ્રાંતના વુહાન શહેરમાં આ વાયરસનો પહેલો કેસ નોંધાયો હતો. ચીનથી આ કોરોના વાઇરસ વિશ્વના અન્ય દેશોમાં ફેલાયો છે. કોરોના વાયરસ ની સૌપ્રથમ ઓળખાણ જર્મનીની આંતરરાષ્ટ્રીય લેબમાં થઇ હતી. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ સી ફૂડ દ્વારા આ વાયરસ ફેલાય છે. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ આ વાયરસને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી તરીકે જાહેર કરી દીધી છે. આ વાયરસે ભારતમાં પણ દસ્તક દીધી છે. ઇટાલિયન નાગરિકો ભારતમાં પ્રવાસે આવ્યા હતાં તેમના દ્વારા આ વાયરસ ભારત આવ્યો હોવાની શંકાઓ સેવાઈ રહી છે.

કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

ભારતમાં કોરોના વાયરસ ના શંકાસ્પદ 150 કરતાં વધારે કેસ નોંધાયા છે. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ કોરોના વાઇરસ થી સંક્રમિત વ્યક્તિનું જો પૂરતી સાવચેતી અને તકેદારી લેવામાં ન આવે તો મોત પણ નીપજી શકે છે અને તેના દ્વારા આ વાઇરસ ફેલાઈ પણ શકે છે. કોરોના વાયરસનો ભોગ બનેલા વ્યક્તિના સંપર્કમાં આવવાથી આ વાયરસ ફેલાય છે. સંક્રમણ ધરાવતા વ્યક્તિ સાથે હાથ મિલાવાથી પણ આ રોગ થઇ શકે છે. શરુઆતમાં માથું દુખવું, ભયંકર તાવ અવવો, શરદી થવી અને ગળું બંધ થવું સામાન્ય લક્ષણો ધીમે ધીમે ગંભીર બનતા જાય છે. અને વાયરસ ફેફસાં સુધી ફેલાયા બાદ દર્દીનુ બચવુ અત્યંત મુશ્કેલ બની જાય છે.

કોરોના વાયરસ, coronavirus, gujarat high court, meet pandit
મિત પંડિત, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ મિત પંડિત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોરોના વાયરસ ના સંક્રમણની ગંભીરતા જોતા આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને આ બાબતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓ મોટો લઈને રાજ્યની તમામ કોર્ટ માટે એડવાયઝરી જાહેર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ ચીફ જસ્ટિસ વિક્રમ નાથે ગુજરાતની તમામ કોર્ટોને આદેશ આપ્યો છે કે, તા.૧૭મી માર્ચ થી ૩૧મી માર્ચ સુધી માત્ર અરજન્ટ કેસોની સુનાવણી જ હાથ ધરવામાં આવે. આ ઉપરાંત તમામ પ્રકારના કેસોની ટ્રાયલ ત્રણ અઠવાડિયા સુધી મોકૂફ રાખવાની સૂચના પણ આપવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને તે ગુજરાતની તમામ કોર્ટને બાધિત કરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, વકીલશ્રી ઓની હાજરી કોર્ટ દ્વારા માફ કરવી, કોઈ કેસ માં પક્ષકાર કે વકીલશ્રી હાજર ના હોય તો તે કેસ આગળ ચાલવા નહિ અને વકીલશ્રી કે પક્ષકારની ગેરહાજરી ના કારણે તે ડીસમિસ કરવા નહિ. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે

કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

આ ઉપરાંત વકીલોને પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે વકીલો દ્વારા પણ પોતાના ક્લાયન્ટને કોર્ટમાં બે અઠવાડિયા સુંધી બોલાવવા નહીં. વકીલ શ્રી તથા પક્ષકારોએ બપોરે ૧ વાગ્યા પછી અરજન્ટ કામ સિવાય કોર્ટે માં આવવું નહિ અને કોર્ટમાં હોવ તો ત્યાંથી નીકળી જવું. એટલે કે કોર્ટ કામકાજ નો સમય બપોરે ૧ વાગ્યા સુંધીનો કરી દેવામાં આવ્યો છે. આ સાથે જણાવ્યું કે, જે આરોપી ના રિમાન્ડ ચાલતા હોય અને રિમાન્ડ માટે હોય તેમને શક્ય હોય તો વિડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી કરવા આદેશ કર્યો. આ ઉપરાંત હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, જો પક્ષકારને હાજર રાખવાનું જરૂરી ન હોય તો કોર્ટ દ્વારા પક્ષકારની હાજરીનો આગ્રહ રાખવો નહીં. કોર્ટ સ્ટાફમાં કોઈને પણ શરદી, ઉધરસ કે તાવ જેવા ચિહ્નો જણાય તો તે વ્યક્તિએ તાત્કાલિક પણે તબીબી સૂચનાઓનું કડકપણે પાલન કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!