હાલ આખાય વિશ્વમાં કોરોના કહેર બનીને તૂટી પડ્યું છે. વિશ્વના લગભગ તમામ દેશો કોરોના ગ્રસ્ત છે. 192 દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે ભારતમાં પણ 400 કરતાં વધારે કોરોના સંક્રમણના પોઝિટિવ કેસો સામે આવ્યા છે તો હજુ સુંધી 9 લોકોના મૃત્યુની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે. ભારત કોરોના સામે અત્યંત નાજુક પરિસ્થિતિમાં છે પરંતુ જબરદસ્ત લડાઈ લડી રહ્યું છે. વિશ્વમાં ભારત ચીન પછી બીજા નંબરે સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે જેના કારણે ભારતમાં આ સંક્રમણ વધારે પ્રમાણમાં ફેલાય તેવી શક્યતાઓ છે ત્યારે WHO દ્વારા ભારતના વખાણ કરવામાં આવ્યા છે.
સમગ્ર વિશ્વમાં કરોના નો કહેર યથાવત છે અને સમગ્ર વિશ્વ કોરોના સામે લડાઈ લડી રહ્યું છે આ મહામારીનો WHO એ આરોગ્ય કટોકટી જાહેર કરી છે ત્યારે WHOએ ભારતીય નાગરિકો અને ડોક્ટરની કામગીરી જોઈને વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે ભારત પાસેથી અપેક્ષાઓ વધારી દીધી છે. WHO ના કાર્યકારી નિયામક ડો. માઇકલ જે. રાયને સોમવારના રોજ એક પ્રેસ વાર્તામાં કહ્યું હતું કે, “ભારત ચીન જેવો વિશાળ વસ્તીવાળો દેશ છે, આવી મોટી વસ્તી ધરાવતાં દેશો શું કાર્યવાહી કરે છે તેના પર લાંબા ગાળાના પરિણામો નિર્ભર રહેશે. ભારત માટે આરોગ્યના સ્તરે આક્રમક નિર્ણયો લેવાનું ચાલુ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.”
ભારત ચીન પછી બીજા નંબરે સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે. ભારતે આવી ઘણી બધી મુશ્કેલીઓનો સમનો કર્યો છે. આવા સમયે દરમિયાન WHOએ ભારતની કાર્યવાહીના વખાણ કર્યા છે. અને સોમવારે કરેલી પ્રેસ વાર્તામાં WHO ના કાર્યકારી નિયામક ડો. માઇકલ જે. રાયને કહ્યું હતું કે, “શીતળા (સ્મોલ પોક્સ) અને પોલિયો – બે સાયલન્ટ કિલર્સને નાબૂદ કરવામાં ભારત વિશ્વનું નેતૃત્વ કરી ચૂક્યું છે. ભારત પાસે અતિશય ક્ષમતા છે અદભુત શક્તિ છે. વિશ્વના તમામ દેશો પાસે જબરદસ્ત ક્ષમતા છે, જ્યારે તમામ સમુદાયો અને નાગરિક સમાજ એકત્રિત થાય ત્યારે પ્રચંડ સંભવિતતા ઉભી થાય છે.
ઉલ્લેખનીય છે કે, ભારતે પોલિયો અને શીતળા(સ્મોલ પોક્સ) ની નાબુદી માટે જબરદસ્ત પ્રયત્નો કર્યા હતા અને ભારતે શીતળા અને પોલિયોને ભારત માંથી નેસ્તો નાબૂદ કરી નાખ્યા છે. ત્યારે WHO ને પણ ભારત પાસે કોરોના વાયરસને હરાવવાની આશા જાગી છે. વિશ્વના 192 દેશ કોરોનાવાયરસથી સંક્રમિત છે. જેના કારણે વિશ્વના તામાં દેશોમાં આર્થિક સંકટ તો ઉભું થયું જ છે દરેક દેશની અર્થવ્યવસ્થા ભાંગી પડી છે અને હજારો લોકો મોતના ભોગ બન્યા છે. વિશ્વમાં લગભગ 16000 કરતાં વધારે લોકોના મોત નિપજ્યા છે. જેમાં સૌથી વધારે મોત ઈટલી અને ચીનમાં થયા છે આ આંકડો વધવાનું સતત ચાલુ છે ત્યારે WHOએ ભારતના આરોગ્ય વ્યવસ્થા પર આશાઓ વધારી દીધી છે. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે