હાલ આખાય વિશ્વમાં કોરોના કહેર બનીને તૂટી પડ્યું છે. વિશ્વના લગભગ તમામ દેશો કોરોના ગ્રસ્ત છે. 192 દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે ભારતમાં પણ 500 કરતાં વધારે કોરોના સંક્રમણના પોઝિટિવ કેસો સામે આવ્યા છે તો 9 લોકોના મૃત્યુની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે. ભારત કોરોના સામે અત્યંત નાજુક પરિસ્થિતિમાં છે પરંતુ જબરદસ્ત લડાઈ લડી રહ્યું છે. ગઈકાલ મધરાતથી આખાય ભારતમાં 21 દિવસ માટે લોકડાઉન થઈ ગયું છે જેની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 તારીખે રાત્રે 8 વાગે કરી હતી. ભારત સાથે સમગ્ર ગુજરાત પણ લોકડાઉન થઈ ગયું છે.
ત્યારે અમદાવાદમાં પણ લોકડાઉન છે. પરંતુ રસ્તે સુતા, રોજનું રોજ કમાઈને જમતા અને પરિવારનું ભરણ પોષણ કરતાં લોકોનું શું?, ઝૂંપડપટ્ટીમાં વસતા અત્યંત નાજુક પરિસ્થિતિમાં જીવન વ્યતીત કરતાં લોકોનું શું? આ લોકોને પેટિયું રળવા બહાર નીકળવું જ પડે કરણ કે એમના સમગ્ર પરિવારનો આધાર આ લોકો પર જ હોય છે એવા માં આ લોકડાઉન! આવા ગરીબ લોકોની ચિંતા સરકાર પણ કરી રહી છે આગામી થોડા સમયમાં સરકાર પણ આ બાબતે કોઈ નક્કર પ્લાન લઈને આવી રહી છે પણ ત્યાં સુંધી આમનું કોણ? બસ આ જ સવાલનો જવાબ આપે છે અમદાવાદની અમુક સેવાભાવી સંસ્થાઓ.
આવા અત્યંત ગરીબ, રોજમદાર, ઘરડા ઘર કે આશ્રય સ્થાનમાં રહેતા લોકો માટે અમદાવાદની સામાજિક સંસ્થાઓ મેદાને છે. આ સામાજિક સંસ્થાઓ Amdavad Rockets , Elixir Foundation , Ahmedabad Global Shapers, Hey Hi foundation, HeartyMart નો મુખ્ય ઉદ્દેશ આ લોકડાઉન સમયમાં જરૂરિયાત મંદ વ્યક્તિઓ સુંધી ભોજન પહોંચાડવાનો છે. #AhmedabadFightsCorona અભિયાન અંતર્ગત આ યુવા ટુકડી ગરીબના ઘર સુંધી ભોજન પહોંચાડવાની વ્યવસ્થામાં લાગી ગઈ છે. આ માટે તેઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ પણ સાથ સહકાર આપી રહી છે.
આવા કપરા સમયમાં આ કામ અમુક સ્પેશિયલ લોકો જ કરી શકે છે. અમારી સાથે વાતચીતમાં રાકેશ ગૌસ્વામી, ફાઉન્ડર અમદાવાદ રોકેટ્સ એ જણાવ્યું કે, અમે લોકો જરૂરિયાતમંદ વ્યક્તિ સુંધી ભોજન પહોચાડવાની વ્યસ્થા કરી રહ્યા છીએ જે લોકો રોજનું રોજ કમાઈને ખાતા હોય એવા લોકો માટે અમે આ અભિયાન ચલાવી રહ્યા છીએ. આ બાબતે અમે હોટેલ્સ એસોસિએશનના પણ સંપર્કમાં છીએ. તેમજ અમે લોકો પાસેથી પણ આ કાર્ય માટે મદદ મેળવી રહ્યા છીએ. આ માટે અમે એક ફંડરાઈઝર પણ લોન્ચ કર્યું છે જેનાથી લોકો અમને દાન આપીને પણ જરૂરીયાતમંદોને મદદ કરી શકે છે.
આ અમદાવાદી ગ્રુપ દ્વારા એક અપીલ પણ કરવામાં આવી છે કે, જો આપ પણ આ અભિયાનમાં જોડાવા માંગતા હોવ તો આ લિંક http://bit.ly/helpahmedabad પર જઈને મદદ કરી શકો છો. કોઈ પણ દાન નાનું નથી હોતું અને ટીપે ટીપે સરોવર ભરાય છે. આ કપરા સમયમાં આપણે એક ટિમ બનીને કામ કરવું રહ્યું. અમારા તરફથી અમે આ અભિયાનમાં જોડાયેલા Rakesh Goswami Amdavad Rokets, Madhish Parikh Elixir Foundation, Kumar Manish Communicate Karo, Sayed Nadeem Jafri Hearty Mart અને Ritesh Sharma Hey Hi Foundation નો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. આવો આપણે પણ આ અભિયાનમાં જોડાઇએ અને કોરોના જેવી મહામારી સામે લડત લડીએ.