GujaratWorld

અમેરિકન રાષ્ટ્રપતિની ધમકી પર હાર્દિક પટેલ ધુંઆપુઆ! આપ્યો કડક જવાબ! જાણો!

અમેરિકાએ ભારત પાસે કોરોનામાં રાહત આપતી હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાની માંગણી કરી છે જેની ભારતે નિકાસ કરવા પર રોક લગાવી રાખી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયાને સંબોધન કરતાં કહ્યું હતું કે, ‘મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. ભારત અમેરિકાની વાત પર ગંભીરતાથી કામ કરી રહ્યું છે. હું પણ તે દવા લઈ શકું છું. જો કે આ માટે મારે પહેલા અમારા ડોકટરો સાથે વાત કરવી પડશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જો ભારત અમારા દ્વારા ઓર્ડર કરાયેલી ટેબ્લેટ્સનો જથ્થો જારી કરશે તો હું ભારતની પ્રશંસા કરીશ. તેમણે આ દવા બાબતે જણાવ્યું કે, ‘ભારતે હાઇડ્રોક્સીક્લોરોક્વીન ટેબ્લેટ ખૂબ મોટી સંખ્યામાં બનાવી છે.’ જણાવી દઈએ કે, ભારતે યુ.એસ.ને હાઇડ્રોક્સીક્લોરોક્વીન આપવા માટે હજી સુધી સંમતિ આપી નથી, પરંતુ ના પણ પાડી નથી. અમેરિકન રાષ્ટ્રપતિના ધમકી ભર્યા નિવેદન પર હાર્દિક પટેલ ( Hardik Patel ) ધુંઆપુઆ થઈ ગયા છે.

હાર્દિક પટેલ, અમેરિકન રાષ્ટ્રપતિ, ડોનાલ્ડ ટ્રમ્પ, america, અમેરિકા, કોરોના, કોરોના વાયરસ, coronavirus, ચીન
ફોટો સોશિયલ મીડિયા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિનંતી પર ભારતે કહ્યું છે કે એક જવાબદાર દેશ હોવાથી અમે બને તેટલી મદદ કરીશું. ભારતે યુ.એસ. ને સ્પષ્ટ કહ્યું છે કે અમે અમારા દેશમાં આ રોગચાળાથી સુરક્ષિત થયા પછી જ હાઇડ્રોક્સીક્લોરોક્વીન કોરોના વાયરસ દર્દીઓ અને આરોગ્ય સંભાળ એજન્ટોને સપ્લાય કરીશું. સામે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ધમકીના સ્વરૂપમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને અમેરિકાના સંબંધ સારા છે પણ જો ભારત અમને આ દવા નઈ આપે તો અમે પણ જવાબી કાર્યવાહી કરશુ અને આગળ ભારત અમેરિકા પાસેથી પણ આવી જ અપેક્ષા રાખે.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ધમકી ભર્યા સુર જોતા હાર્દિક પટેલ નું લોહી ઊકળી ઉઠ્યું અને તરત તેમણે જવાબ આપ્યો છે. હાર્દિક પટેલ દ્વારા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ધમકી ભર્યા નિવેદનને કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું છે હાર્દિક પટેલ દ્વારા તેમના સત્તાવાર સોશિયલ મોડિયા એકાઉન્ટ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે, અમેરોકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ના સ્વાગતમાં કરદાતાઓના ઢગલો રૂપિયા ખર્ચ કરવાં આવ્યા છે. તેમની આ ભાષા સ્વીકાર્ય નથી. હાર્દિક પટેલ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના ધમકી ભર્યા સ્વરનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ તેમના આવા શબ્દો અસ્વીકાર્ય છે તેમ તેમણે જણાવ્યું હતું.

હાર્દિક પટેલ, રાફેલ ડીલ
ફોટો: સોશિયલ મીડિયા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત અમને આ દવા નઈ આપે તો અમે પણ જવાબી કાર્યવાહી કરશુ અને આગળ ભારત અમેરિકા પાસેથી પણ આવી જ અપેક્ષા રાખે વાળા નિવેદન પર હાર્દીક પટેલ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ નિશાન બનાવીને જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આપણા મિત્રએ આપણને આવી રીતે ધમકાવવા ના જોઈએ, અમેરિકન રાષ્ટ્રપતિની આ ભાષા એકદમ અસ્વીકાર્ય છે.” હાર્દિક પટેલ દ્વારા સૌથી પહેલા આ બાબત પર નિવેદન આપવામાં આવ્યું છે અને તેનો કડક શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીને પણ જણાવવામાં આવ્યું છે કે ટ્રમ્પની ભાષા સ્વિકારવા યોગ્ય નથી.

હાર્દિક પટેલ, અમેરિકન રાષ્ટ્રપતિ, હાઉડી મોદી
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વાર ભારત પાસે હાઇડ્રોક્સીક્લોરોક્વીન ટેબ્લેટ્સના જથ્થાની માંગ કરવામાં આવી છે પરંતુ ભારતમાં હાલમાં આ દવા કોરોનાગ્રસ્ત પીડિતો માટે ખુબજ જરૂરી સાબિત થઈ રહી છે ત્યારે ભારતે આ દવાની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે ત્યારે અમેરિકન પ્રેસિડેન્ટની આ માંગણી બાબતે ભારતે સ્પષ્ટ જણાવ્યું હતું કે, અમે અમારા દેશમાં આ રોગચાળાથી સુરક્ષિત થયા પછી જ હાઇડ્રોક્સીક્લોરોક્વીન કોરોના વાયરસ દર્દીઓ અને આરોગ્ય સંભાળ એજન્ટોને સપ્લાય કરીશું. જણાવી દઈએ કે અમેરિકામાં કોરોના સંક્રમણના કેસોમાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે અને અમેરિકા આ યાદીમાં વિશ્વમાં સૌથી પ્રથમ છે. અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!