Gujarat

હાર્દિક પટેલ નું સરકાર અને કોરોના મહામારી ને લઈને મોટું નિવેદન! જાણો!

સમગ્ર વિશ્વને કોરોના વાયરસે બાનમાં લઇ લીધું છે ધીમે ધીમે કોરોના સંક્રમણના કેસો રોજે રોજે વધતા જઈ રહ્યાં છે. રોજે રોજ કેટલાય હજારો લોકો મોતને ભેટીરહ્યા છે. હાલમાં સૌથી વધારે ખરાબ હાલત અમેરિકામાં છે. અમેરિકામાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસો છે. અમેરિકાએ આ બાબતે ઈટલી, સ્પેન, ફ્રાન્સ અને ચીનને પણ પાછળ રાખી દીધા છે. અમેરીકમાં કોરોના સંક્રમણ વધારે ઝડપથી વધી રહ્યું છે. તો વિશ્વના લગભગ લગભગ તમામ દેશો કોરોના વાયરસ સંક્રમણના શિકાર થયા છે. હાલમાં આ મહામારીની કોઈ દવા શોધાઈ નથી તેનાથી બચવાનો એક માત્ર ઉપાય લોકડાઉન અને સોશિયલ ડિસ્ટંસિંગ છે. ત્યારે હાર્દિક પટેલ નું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

રાજસ્થાન, ડોનાલ્ડ ટ્રમ્પ,ચીન, china, April Fool Day, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, કોરોના, કોરોના વાયરસ, coronavirus, રાહુલ ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

સમગ્ર વિશ્વમાં લોકડાઉનની પરિસ્થિ છે ત્યારે ભારતમાં પણ ગત 24મી માર્ચના રોજથી લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. ભારતના ઘણા રાજ્યોમાં તો કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે અને આજે પંજાબ અને ઓરિસ્સામાં લોકડાઉન 1લી મે સુંધી લંબાવી દેવામાં આવ્યું છે જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉન આગળ વધારવું કે નહીં તે બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને સંબોધી શકે છે. આ બાબતે પ્રધાનમંત્રી દ્વારા રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસેથી રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો છે જેમાં લગભગ લગભગ તમામ મુખ્યમંત્રીઓ દ્વારા લોકડાઉન લંબાવવા માટેનો રિપોર્ટ સબમિટ કર્યો હોય શકે છે પરંતુ આ અંગે પ્રધાનમંત્રી કોઈ નિર્ણય લે ત્યારે જ જાણકારી મળી શકે છે કે લોકડાઉન આગળ લંબાઈ શકે છે નહીં.

ગુજરાત, કોરોના, કોરોના વાયરસ, coronavirus, WHO, India, કોરોના મહામારી, હાર્દિક પટેલ
ફોટો સોશિયલ મીડિયા

લોકડાઉનનો અમલ ગુજરાતમાં પણ છે અને ગુજરાત સરકાર પણ આ લોકડાઉનનો કડકાઈથી અમલ કરાઈ રહી છે. જે હાલના સમયમાં ખૂબ જ મહત્વનું છે. આ બાબતે વિપક્ષ કોંગ્રેસ પણ સરકાર સાથે હાથથી હાથ મિલાવીને કામ કરી રહી છે. ગરીબોને ભોજન પહોચાડી રહી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ગુજરાતના તમામ જિલ્લા શહેરના તમામ કાર્યકરોને રાહત કામગીરી કરવા માટે જણાવવામાં આવ્યું છે જેનો રિપોર્ટ તેઓ ખુદ લે છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયને કન્ટ્રોલરૂમમાં ફેરવી દેવામાં આવ્યું છે. મતલબ સરકાર અને વિપક્ષ આ સંકટના સમયમાં ભેદભાવ અને રાજકીય હુંસાતુંસી ભૂલી એક થઇને કામ કરી રહ્યા છે.

અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani
ફોટો સોશિયલ મીડિયા

આ સમયે હમણાંજ જેલમાંથી જામીન પર બહાર આવેલા કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ નું એક નિવેદન આવ્યું છે. જેમાં હાર્દિક પટેલે કોરોના મહામારી અને રાજ્ય સરકારને ઉદ્દેશીને જણાવ્યું છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ સમયે વહીવટીતંત્ર, જનતા અને પોલીસે સહિયારી જવાબદારી નિભાવવી પડશે. કોરોના મહામારી વચ્ચે સરકારના નિયમો અને સુચનોનું પાલન જનતાએ કરવું આવશ્યક છે. આપણે અંદરો અંદરની લડાઈ છોડીને કોરોના વાયરસ સામે લડાઈ લડવાની છે. ઘરે રહો સુરક્ષિત રહો.”હાર્દિક પટેલે તેમના સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા આ નિવેદન આપ્યું છે.

હાર્દિક, hardik patel, હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

આ પહેલા પણ હાર્દિક પટેલ દ્વારા કોરોના મહામારીના સમયે થતી રાહત કામગીરી બાબતે પણ જણાવવામાં આવ્યું હતું. હાર્દિક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “કોરોના વાયરસના કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમવર્ગના પરીવારોને રાશન અને જમવાનું પહોંચાડવાનું કામ મારા સાથી આંદોલનકારીઓ કરી રહ્યા છે. સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા મહાનગરોમાં વસવાટ કરતાં ઉત્તરભારતીય ગરીબ મજૂર પરિવારોને પણ 15 દિવસનું રાશન પહોંચાડવામાં આવ્યું છે આ કામ ચાલુ રહેશે.” હાર્દિક પટેલ દ્વારા પણ રાહત કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે. હાર્દિક પટેલ દ્વારા જનતાને ઘરમાં રહેવા માટે અને સરકારી સુચનોનું પાલન કરવાનું જણાવ્યું હતું.

સુરત, હાર્દિક, hardik patel, હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં લોકડાઉનની લાગુ કરી દેવામાં આવ્યું છે જેના કારણે ગરીબ મજૂર વર્ગ અને રોજ કમાઇને રોજ જમતા અને પરિવારનું ભરણ પોષણ કરતા પરિવારોને ગુજરાત સરકાર, સામાજિક સંસ્થાઓ અને વિપક્ષ કોંગ્રેસ એકસાથે આવીને એક સાથે મળીને આ જંગ લડી રહ્યા છે ત્યારે જનતા પણ આ તમામમાં સહયોગ આપી રહી છે. જનતા પણ ઘરે રહીને સરકારને અથવા સામાજિકસંસ્થાઓને સહાય દાન આપીને તેમનું યોગદાન આપી રહી છે. ગુજરાતમાં જોવા જઈએ તો હાલમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 378 છે અત્યાર સુધી 19 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે 33 લોકો સંપૂર્ણપણે રિકવર થઈ ચૂક્યા છે. અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!