IndiaPolitics

ભાજપ નેતા ની મુશ્કેલીમાં વધારો! દારૂ મુદ્દે રાજકારણ ગરમાયુ! જાણો!

સમગ્ર દેશ આજે કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યો છે. કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છે. હજારો લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે. ભારતમાં પણ કરોના વાયરસે માઝા મૂકી છે. ભારતમાં હાલમાં 20,111 જેટલા પોઝિટિવ કેસો છે. તો 645 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રિકવર થનારા કેસોની સંખ્યા 3,975 જેટલી છે. ભારત માટે રાહતના એ સમાચાર છે કે અન્ય દેશોની તુલનામાં ભારતમાં કોરોના વાયરસની ગતિ મંદ છે. એક બાજુ સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે રાજનેતાઓ રાજકારણ કરી રહ્યા છે અને એ પણ દારૂ બાબતે. દારૂ મુદ્દે રાજકારણ ગરમાઈ ગયું છે ભાજપ નેતા ની મુશ્કેલીઓ વધી જવા પામી છે.

ભાજપ નેતા, રાજસ્થાન, ડોનાલ્ડ ટ્રમ્પ,ચીન, china, April Fool Day, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, કોરોના, કોરોના વાયરસ, coronavirus, રાહુલ ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

ભારતમાં લગભગ એક મહિનાથી લોકડાઉન છે. એરલાઈન્સથી માંડીને રેલવે સુંધીના વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યા છે. તો મોલ, સીનેમાઘર સહિતની નાનીમોટી દુકાનો પણ બંધ કરાઈ દેવામાં આવી છે. સમગ્ર ઉદ્યોગ ધંધા ઠપ થઈ ગયા છે. ત્યારે દારૂની દુકાનો પણ અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવામાં આવી છે ત્યારે જેઓને દારૂની જરૂરીયાત હોય અને જે રાજ્યોમાં દારૂબંધી ના હોય તેવા રાજ્યોમાં દર્દીઓ માટે આંશિક રાહત આપવામાં આવેલી છે. આવા સમયે બ્લેકમાં દારૂનો ધંધો વધ્યો છે. રોજે રોજ સમાચાર આવે છે કે દારૂનો જથ્થો પોલીસ દ્વારા કબ્જે લઈને સીલ કરવામાં આવ્યો ત્યારે હવે આજ દારૂ બાબતે દેશની બે મોટી પાર્ટીના નેતા આમને સમને આવી ગયા છે.

ભાજપ નેતા
ફોટો સોશિયલ મીડિયા

વાત એમ છે કે, દિલ્લીમાં એક ગાડીને ગરીબો માટે અનાજ અને રાશન પહોંચાડવા માટે પાસ આપવામાં આવ્યો હતો આ ગાડીમાં અનાજ અને રાશન સાથે દારૂ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુડગાવથી દિલ્લી તરફ આવતી એક ગાડીને દિલ્લી પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તેમાંથી એક પેટી જેમાં 12 નાગ દારૂની બોટલ મળી જે મુજબ પોલીસ કાર્યવાહી કરી હતી. પરંતુ રાજકારણ ત્યારે ગરમાયુ જ્યારે ભાજપ નેતા અને ભાજપ આઇટીએલ અધ્યક્ષ અમિત માલવીયા અને ભાજપ પ્રવક્તા સંબીત પાત્રા દ્વારા આ ગાડીને કોંગ્રેસની યુવા પાંખ ભારતીય યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રીનિવાસનની બતાવવામાં આવી. અમિત માલવીયા અને સંબીત પાત્રા દ્વારા આ બાબતે ટ્વિટ પણ કરવામાં આવી અને કોંગ્રેસને ઘેરવાના પ્રયત્ન કરવામાં આવ્યા.

ભાજપ નેતા
ફોટો સોશિયલ મીડિયા

હવે વારો હતો કોંગ્રેસનો કોંગ્રેસ નેતા દ્વારા જણાવવામાં આવ્યું કે જ્યાં તપાસ કરાવવી હોય ત્યાં કરાઈલો ગાડી મારી નથી કે મારે કોઈ લેવા દેવા નથી. તેમજ મારી છબીને બગાડવાના પ્રયત્નો કરવા માટે ભાજપ આઇટીસેલ અધ્યક્ષ અમિત માલવીયા અને ભાજપ પ્રવક્તા સંબીત પાત્રા સામે કાયડકીય પગલાં લઈશ. આ અંતર્ગત કોંગ્રેસ નેતા શ્રીનિવાસન દ્વારા ભાજપ નેતા સંબીત પાત્રા અને અમિત માલવીયાને લીગલ નોટિસ ફાટકારવામાં આવી. જેમાં જણાવવા માં આવ્યું છે બંને નેતાઓ દ્વારા શ્રીનિવાસનની છબી બગાડવાના પ્રયત્ન કરવામાં આવ્યો છે જે બાબતે જાહેરમાં માફી માંગે નહીંતર તેમને માનહાની કેસમાં કોર્ટમાં ઢસડી જવામાં આવશે. આ બાબતે નોટિસ મળતાં હાલ ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે.

ભાજપ નેતા
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર વિશ્વ સાથે આપણો દેશ પણ કોરોના વાયરસ સામે લડાઈ લડી રહ્યો છે એક થઈને લડવાની વાત કરવાને બદલે આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યાં છે. ભાજપ દ્વારા કોઈપણ જાણકારી વગર કોંગ્રેસ નેતાના નામ ઉછલવમાં આવતાં હોવી કોંગ્રેસ નેતા દ્વારા કાયદાકીય લડવાનું નક્કી કરી લેવામાં આવ્યું છે. અને દિલ્લીનું રાજકારણ ગરમાઈ ગયું છે સાથે સાથે દેશમાં પણ રાજકીય હલચલ વધી ગઈ છે.  અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!