દેશમાં કોરોના મહામારી એ માઝા મૂકી દીધી છે. કોરોના વાયરસ સમગ્ર દેશને ઘેરી વળ્યો છે. રોજના કેટલાય કેસો આમે આવી રહ્યા છે. સમગ્ર દેશ લોકડાઉનની સ્થિતિમાં છે. ત્યારે દરેક રાજ્યો પોતાની રીતે કોરોના વાયરસ સામે વ્યૂહરચના બનાવીને કામગીરી કરી રહ્યાં છે. અને અન્યો રાજ્યોને પણ પોતાના અનુભવ અને વ્યૂહરચનાઓનું આદાનપ્રદાન કરી રહ્યાં છે. કોરોના વાયરસ સામે આખો દેશ એક મજબૂત દીવાલ બનીને ઉભો થઇ ગયો છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા પણ કેટલાક રાજ્યોના કોરોના સામેની લડાઈમાં લેવામાં આવેલા પગલાંની સરાહના કરવામાં આવી છે અને અન્ય રાજ્યોને તે પગલાં લેવાની સલાહ પણ આપી છે.
પ્રધાનમંત્રી મોદી એ સોમવારે દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી. લગભગ 3 કલાક ચાલેલી આ બેઠકમાં મુખ્યમંત્રીઓએ વડા પ્રધાનને ઘણા સૂચનો આપ્યા હતા. તેમાં આગળ લોકડાઉન લંબાવવું કે કેમ, દેશની સાથે સાથે રાજ્યોની અર્થવ્યવસ્થા પણ કેવીરીતે પાટે ચડાવવી તેમજ કોરોના મહામારી સામે હજુ અસરકારક પગલાં કેવીરીતે લેવા તે તમામ બાબતે પ્રધાનમંત્રી મોદીએ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી અને રાજ્યોના મુખ્યમંત્રીઓના મંતવ્યો જાણ્યા હતા. તો મુખ્યમંત્રીઓ દ્વારા પણ રાજ્યમાં લેવાયેલા પગલાં અને કેન્દ્ર પાસેથી મળતી મદદ અંગે પણ ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રી મોદી દ્વારા મુખ્યમંત્રીઓ સાથે યોજવામાં આવેલી વીડિયો કોન્ફરન્સિંગમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા રાજસ્થાનમાં કોરોના મહામારી સામે લેવામાં આવેલા અસરકારક પગલાં અંગે તેમની પ્રસંશા પણ કરી હતી. તેમજ મજબૂતાઈથી એક વ્યૂહરચના સાથે લડેલી આ લડાઈનું અનુસરણ દેશના તમામ રાજ્યોએ કરવું જોઈએ તેવી સલાહ પણ આપી દીધી હતી. પીએમ મોદીએ કોરોના સામે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત કામની સરાહના કરી કહ્યું હતું કે અન્ય રાજ્યોએ પણ રાજસ્થાન સરકાર પાસેથી શીખવું જોઈએ અને તેનું અનુસરણ કરવું જોઈએ.
પ્રધાનમંત્રી મોદી એ કોરોના મહામારી સામે લડવા માટે લેવામાં આવેલાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના અસરકારક પગલાં બાબતે જણાવ્યું હતું કે, રાજસ્થાને ઘણી પહેલ કરી છે. હું કોરોના મહામારી સામે મજબૂતાઈથી લડવા બદલ અશોક ગેહલોત જીને અભિનંદન આપું છું. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, કામદારોની કામ કરવાની સમયમર્યાદા વધારવાનો નિર્ણય પણ મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા કરવામાં આવ્યો છે. તેમના આ નિર્ણયની ટીકા થઈ હોવા છતાં પણ મુખ્યમંત્રી ગેહલોતના નિર્ણયથી અન્ય રાજ્યોને નવી દિશા મળી છે. અન્ય રાજ્યોએ પણ આ નિર્ણયનું પાલન કરવું જોઈએ.
સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રી મોદી એ રાજસ્થાનમાં કોરોના સંકટને જોરશોરથી લડવા માટે લેવામાં આવેલા પગલાંઓની ચર્ચા કરી હતી. તેમજ જણાવ્યું હતું કે, જે મુખ્યમંત્રીઓને બોલવાનો મોકો નથી મળ્યો તે મુખ્યમંત્રી પોતાના સલાહ સૂચનો પીએમોને મોકલી આપે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામેની લડતમાં રાજસ્થાન સરકારે લીધેલા પગલાઓની પેટભરીને પ્રશંસા કરી હતી તે બાબતે મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા પણ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોરોના વાયરસ સામે લડવા માટેના 15 સૂચનો મોકલી આપ્યા છે. અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો
- આ પણ વાંચો
- છત્તીસગઢ દ્વારા ચાઈનાને કરોડોનો ફટકો! અન્ય રાજ્યોના પણ બચાવ્યા કરોડો રૂપિયા!
- અર્ણવ ગોસ્વામી પર સમગ્ર ભારતમાં ફરિયાદ! ગુજરાતમાં દરેક જિલ્લામાં થશે ફરિયાદ! જાણો!
- ભાજપ નેતા ની મુશ્કેલીમાં વધારો! દારૂ મુદ્દે રાજકારણ ગરમાયુ! જાણો!
- રાહુલ ગાંધી રાજકારણ નહી કરવાનું કહે છે બીજી બાજુ મોટું રાજકારણ રમાઈ જાય છે! જાણો!
- કોરોના મહામારી: ભારતની અન્ય એક મોટી ઉપલબ્ધી! વિશ્વમાં ભારતનો વાગ્યો ડંકો! જાણો!
- ભાજપ સરકાર હોવા છતાં ભાજપ સાંસદે કોંગ્રેસ નેતાની મદદ માંગી! કોંગ્રેસ નેતાએ જીત્યું દિલ!
- કોરોના: ગુજરાતને મળી સૌથી મોટી સફળતા! દેશનું પહેલું રાજ્ય બન્યું! જાણો!
- કોરોના મહામારી: ભાજપ પર હાર્દિક પટેલનો અત્યાર સુંધીનો સૌથી મોટો હુમલો!
- કોરોના મહામારી: રાજ્યમાં રાષ્ટ્રપતિ શાશન લાદવામાં આવે! રાષ્ટ્રપતિને અરજી! જાણો!
- હાર્દિક પટેલ નું સરકાર અને કોરોના મહામારી ને લઈને મોટું નિવેદન! જાણો!
- મુખ્યમંત્રીનું મોટું નિવેદન અમે રાહુલ ગાંધી ની સલાહ પ્રમાણે કામ કર્યું! થયું આવું! જાણો!
- નહીંતર આજે ભારત પણ ઇટલી હોત! જાણો કેવીરીતે રાજસ્થાન મોડેલે દેશ બચાવ્યો!
- અમેરિકન રાષ્ટ્રપતિની ધમકી પર હાર્દિક પટેલ ધુંઆપુઆ! આપ્યો કડક જવાબ! જાણો!