India

ભારતના ઇતિહાસમાં પ્રથમવાર આવો નજારો સમગ્ર દેશમાં એક સાથે મળ્યો જોવા!

બે દિવસ પહેલા સેનાની ત્રણેય પાંખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને કોરોના વોરિયર્સનું સન્માન કરવા માટે સમગ્ર દેશમાં વાયુ સેના હોસ્પિટલો પર ફૂલ વર્ષા કરશે, જળસેના દરેક જહાજને રોશની વડે સણગારશે કરશે તેમજ ભારતીય સેનાના જવાન દેશના તમામ જિલ્લામાં આવેલી કોવિડ-19 હોસ્પિટલ પર માઉન્ટન બેંડ દ્વારા પરફોર્મન્સ કરશે. તેવી જાહેરાત કરવામાં આવી હતી અને આજે સવારે આ કાર્યક્રમ સમગ્ર દેશમાં યોજવાનો હતો જે નિયત સમયે દિલ્લીમાં શરૂ થયો હતો. પરંતુ વાતાવરણ ને કારણે આ કાર્યક્રમમાં થોડું મોડું થયું હતું પરંતુ રંગે ચંગે શરૂ થઈ ગયો. આ પ્રકારની ઘટના ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત જોવા મળી.

ફોટો સોશિયલ મીડિયા

આજે સવારે આ કાર્યક્રમની શરૂઆત દિલ્હી પોલીસ મેમોરિયલમાં શ્રદ્ધાંજલિ સાથે થઈ હતી. જે બાદમાં વાયુસેનાના જવાનોએ સમગ્ર દેશમાં ફ્લાઈ પાસ્ટ યોજી હતી. પહેલી ફ્લાઈ પાસ્ટ શ્રીનગરથી તિવેન્દ્રમ અને બીજી ફ્લાઈ પાસ્ટ ડિબ્રૂગઢથી કચ્છ સુધી યોજાઈ હતી. જેમા ભારતીય સેનાના ટ્રાન્સપોર્ટ વિમાન અને ફાયટર જેટ સામેલ થયા છે. ભારતના ઇતિહાસમાં આવું પ્રથમ વખત થયું છે. અને જોવા જઈએ તો આટલી મોટી મહામારી પણ પ્રથમ વખત આવી છે જેણે સમગ્ર દેશને બંધક બનાવી લીધો છે. સરકાર દ્વારા સેનાની ત્રણેય પંખોને આ કાર્યક્રમ કરાવવા માટે નો મુખ્ય ઉદ્દેશ લોકોને ઉત્સાહિત કરવાનો અને ડૉકટર નર્સ મેડીકલસ્ટાફના કામની સરાહના કરવાનો છે.

ભારતના ઇતિહાસમાં
ફોટો સોશિયલ મીડિયા

તો અમદાવાદમાં પણ આ વાયુ સેનાએ દ્વાર કોરોના યોધ્ધાઓના માનમાં ફ્લાઈ પાસ્ટ યોજવામાં આવી તેમજ અમદાવાદની બીજે મેડિકલ કોલેજ પર સવારે વાયુસેના હેલિકોપ્ટર દ્વારા કોરોના (Corona) યોદ્ધાના માનમાં પુષ્પવર્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે ભારતમાં આવી પડેલી મોટી મહામારી સામેની લડાઈમાં સમગ્ર મેડિકલ સ્ટાફ, ડોક્ટર્સ, નર્સ સહિત સફાઈ કર્મચારીઓ એક સેનાએ દ્વારા કામ કરી રહ્યા છે. જેના માનમાં આજે આ કર્મવીરોને સન્માનવા માટે ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતના ઇતિહાસમાં
ફોટો સોશિયલ મીડિયા

અમદાવાદની બીજે મેડિકલ કોલેજ બાદ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પણ પુષ્પવર્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પણ કોરોના સામેની લડાઈમાં સમગ્ર મેડિકલ સ્ટાફ, ડોક્ટર્સ, નર્સ સહિત સફાઈ કર્મચારીઓ પણ એક સેનાની જેમ કોરોનાથી ગ્રસિત દર્દીઓની સારવાર કરી રહ્યા છે ત્યારે તેમના આ મહાકાર્યને બિરદાવવા માટે સરહદના શુરવીરો દ્વારા દેશના કર્મવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભારતના ઇતિહાસમાં આ પહેલા ક્યારેય આવું થયું નથી તે પણ સમગ્ર દેશમાં એક સાથે. ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા સમગ્ર દેશમાં એક સાથે ફ્લાઈ પાસ્ટ કરવામાં આવી હોય તેવી આ પહેલી ઘટના છે.

ભારતના ઇતિહાસમાં
ફોટો સોશિયલ મીડિયા

અમદાવાદ અને ગાંધીનગર બાદ વડોદરાની એસએસજી હોસ્પિટલ પાર પણ પુષ્પ વર્ષ કરવામાં આવી અને કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું. સમગ્ર દેશમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આજના કાર્યક્રમ માટે ગઈ કાલથી રિહર્ષલ પણ કરવામાં આવી રહયુ છે. ગઈ કાલે કેરળના કોચીમાં ભારતીય નેવી દ્વારા યુદ્ધ જહાજોને રોશની વડે શણગારવામાં આવ્યા હતા. કોચીના એરનાકુલમમાં નેવીના જહાજોને રોશની વડે શણગારેલી ફોટો વાઈરલ થઈ હતી. આજે રાત્રે સમગ્ર દેશમાં ભારતીય નેવી દ્વારા તમામ યુદ્ધ જહાજો પર રોશની કરવામાં આવશે અને કોરોના વોરિયર્સને સન્માનવામાં આવશે.

ભારતના ઇતિહાસમાં
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વને કોરોના વાયરસે સકંજામાં લઇ લીધું છે. વિશ્વના કોઈપણ દેશો પાસે હાલમાં આ વાયરસ સામે રક્ષણ આપે તેવી કોઈ ચોક્કસ વેકસીન નથી કે હજુ સુંધી આ દિશામાં કોઈ ચોક્કસ મોટી સફળતા મળી નથી. સમગ્ર વિશ્વ માત્રને માત્ર આ વાયરસ સામે સંઘર્ષ જ કરી શકે છે. તો ભારત પણ આ વાયરસ સામે ઝઝૂમી રહ્યો છે. સમગ્ર ભારતમાં હાલમાં લોકડાઉનની સ્થિતિ છે. અને આ કોરોના મહામારીમાં ભારતના તમામ મેડિકલસ્ટાફ, ડૉકટર, નર્સ, સફાઈકર્મચારીઓ આ વાયરસ સામે ફ્રન્ટલાઈન વોરિયર્સ છે. જેમના કારણે આજે આપણો દેશ કોરોના વાયરસ સામે જબરદસ્ત લડાઈ લડી રહ્યો છે. આ પોસ્ટ ગમે તો લાઈક શેર કરીને સલામ આપો ભારતના શૂરવીરો અને કર્મવીરોને. અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!