લોકોની વ્યથા સાંભળી નેતાએ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ને આપ્યા એક કરોડ રૂપિયા! જાણો!
પરપ્રાંતીય પ્રવાસી મજૂરોને ઘરે જવા માટે હાલમાં જબરદસ્ત કોન્ટ્રોવર્સી ચાલી રહી છે. રાજનીતિની વચ્ચે પરપ્રાંતીય લોકો ફસાઈ ગયા છે તેવું લાગી રહ્યું છે. ત્યારે કેટલાક લોકો ચાલતા જ પોતાના વતન જવા માટે નીકળી પડ્યા છે. ધકધકતી ગરમી અને હજારો કિલોમીટરનો પગપાળા પ્રવાસ એ પણ નાના બાળકો સાથે આવા કેટલાય દ્રશ્યો આપણે જોઈ ચુક્યા છીએ ત્યારે તેમની મદદ કરવાની જગ્યાએ હાલ દેશમાં રાજકીય વાતો ચાલી રહી છે. કેટલાક રાજ્યો દ્વાર પોતાના રાજ્યના લોકોનો ખર્ચો ઉઠાવીને તને ઘરે લઈ આવવામાં આવ્યા છે જ્યારે કેટલાક રાજ્યોના લોકો હજુ અન્ય રાજ્યોમાં ફસાયા છે. ત્યારે DK Shivakumar મદદે આવ્યા છે.
કેન્દ્ર સરકારના પરિપત્રો અસમંજસમાં મૂકી દે તેવા છે. પહેલા સમાચાર હતા કે પરપ્રાંતીય લોકોને પોતાના વતન જવા માટે ભાડું ચૂકવવાનું રહેશે અને ત્યાબાદ આજે સવારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા જાહેરાત કરવામાં આવી કે પરપ્રાંતીય મજૂરો અને જરૂરિયાતમંદ તામામ લોકોનો ખર્ચ કોંગ્રેસ ઉઠાવશે ત્યાર બાદ રાજકીય ગરમાવો આવ્યો મોદી સરકારે જાહેર કરવું પડ્યું કે સરકાર પરપ્રાંતીય લોકોને તેમના વતન પહોંચાડવા માટે કોઈ ભાડું વસુલસે નહીં. અને આ બાબતનો સરકારી પરિપત્ર પણ જાહેર કર્યો હતો. પરંતુ વાત એ નથી કે મોદી સરકાર ભોગવે કે કોંગ્રેસ વાત તો એ છે બસ લોકોને તેમના વતન પહોંચાડો.
આવા સમયમાં નેતા દ્વારા રોડ કોર્પોરેશનને એક કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે અને રાજ્ય સરકારને પરપ્રાંતીય લોકોને વહેલામાં વહેલી તકે તેમના ઘરે પહોંચાડવા માટે જણાવવામાં આવ્યું હતું. વાત એમ છે કે, કર્ણાટક સરકાર દ્વારા પરપ્રાંતીય લોકોને તેમના વતન પહોંચાડવા માટેનું ભાડું વધારવામાં આવ્યું હતું પણ વિપક્ષના વિરોધ બાદ કર્ણાટક સરકાર બેકફૂટ પર આવી ગઈ હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતા ડી.કે. શિવકુમાર DK Shivakumar કર્ણાટકમાં પરપ્રાંતીય લોકોની હાલચાલ જાણવા બસસ્ટેન્ડ ગયા હતા ત્યાં લોકોએ તેમને પોતાની આપવીતી જણાવી હતી. કે તેમની પાસે ટિકિટના પૈસા નથી અને વતન જવા માટે ટિકિટ જોઈએ છે.
આ મજૂર કામદાર લોકોની આ વાત સાંભળીને કોંગ્રેસ નેતા અને કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ ડી.કે.શિવકુમાર દ્વારા તાત્કાલિક કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને એક કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. જેથી જે લોકો પાસે ટિકિટ ના હોય તે લોકોને મફતમાં તેમના વતન પહોંચાડી શકાય. કોંગ્રેસ નેતા ડી.કે.શિવકુમાર DK Shivakumar દ્વારા આ મહામારી ના સમયમાં કોઈપણ જાતની મોટી જાહેરાત વગર ગરીબ મજૂરોની મદદ કરવામાં આવી તે એક સરાહનીય પગલું છે તેમણે આવા કપરા સમયમાં રાજકારણ ભૂલીને માનવતાની મહેક પ્રસરાવી છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં પ્રવાસી મજૂર કામદાર લોકોને તેમના વતન પહોંચાડવાની બાબતે સમગ્ર દેશમાં રાજકારણ ગરમાઈ ગયું છે. ત્યારે કોંગ્રેસના સંકટ મોચક ગણવામાં આવતાં ડી.કે.શિવકુમાર DK Shivakumar દ્વારા આ મહામારીના કપરા સમયમાં રાજકીય વાદવિવાદ બાજુપર મૂકીને મનાવતા બતાવવામાં આવતાં સમગ્ર દેશમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જો દરેક રાજકીય નેતા આવું કરે તો દેશની 70% સમસ્યાઓ તો એમનેમ દૂર થઇ જાય! અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો
- આ પણ વાંચો
- ભારતના ઇતિહાસમાં પ્રથમવાર આવો નજારો સમગ્ર દેશમાં એક સાથે મળ્યો જોવા!
- પ્રધાનમંત્રી મોદી એ કર્યા મુખ્યમંત્રીના વખાણ! કહ્યું બીજા રાજ્યોને દિશા બતાવી! જાણો!
- છત્તીસગઢ દ્વારા ચાઈનાને કરોડોનો ફટકો! અન્ય રાજ્યોના પણ બચાવ્યા કરોડો રૂપિયા!
- અર્ણવ ગોસ્વામી પર સમગ્ર ભારતમાં ફરિયાદ! ગુજરાતમાં દરેક જિલ્લામાં થશે ફરિયાદ! જાણો!
- ભાજપ નેતા ની મુશ્કેલીમાં વધારો! દારૂ મુદ્દે રાજકારણ ગરમાયુ! જાણો!
- રાહુલ ગાંધી રાજકારણ નહી કરવાનું કહે છે બીજી બાજુ મોટું રાજકારણ રમાઈ જાય છે! જાણો!
- કોરોના મહામારી: ભારતની અન્ય એક મોટી ઉપલબ્ધી! વિશ્વમાં ભારતનો વાગ્યો ડંકો! જાણો!
- ભાજપ સરકાર હોવા છતાં ભાજપ સાંસદે કોંગ્રેસ નેતાની મદદ માંગી! કોંગ્રેસ નેતાએ જીત્યું દિલ!
- કોરોના: ગુજરાતને મળી સૌથી મોટી સફળતા! દેશનું પહેલું રાજ્ય બન્યું! જાણો!
- કોરોના મહામારી: ભાજપ પર હાર્દિક પટેલનો અત્યાર સુંધીનો સૌથી મોટો હુમલો!
- કોરોના મહામારી: રાજ્યમાં રાષ્ટ્રપતિ શાશન લાદવામાં આવે! રાષ્ટ્રપતિને અરજી! જાણો!
- હાર્દિક પટેલ નું સરકાર અને કોરોના મહામારી ને લઈને મોટું નિવેદન! જાણો!
- મુખ્યમંત્રીનું મોટું નિવેદન અમે રાહુલ ગાંધી ની સલાહ પ્રમાણે કામ કર્યું! થયું આવું! જાણો!
- નહીંતર આજે ભારત પણ ઇટલી હોત! જાણો કેવીરીતે રાજસ્થાન મોડેલે દેશ બચાવ્યો!
- અમેરિકન રાષ્ટ્રપતિની ધમકી પર હાર્દિક પટેલ ધુંઆપુઆ! આપ્યો કડક જવાબ! જાણો!