દેશને કરોડો રૂપિયાનો ચૂનો લગાડીને વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યા દ્વારા ભારત સરકારને કેટલીય ઓફરો આપી છે કે એની સંપત્તિ વેચીને સરકાર રકમ ભરપાઈ કરીલે અને આ બાબતે તેઓ સહમત છે. પરંતુ સરકાર આ બાબતે વિજય માલ્યાને મચક આપતી નથી. તો કેટલીકવાર સંકટ સમયના સાથી પણ બનેલા છે વિજય માલ્યા. હા તમે સાચું વાંચ્યું કેટલીક વાર વિજય માલ્યા સંકટ સમયના સાથી પણ બનેલા છે. જ્યારે લંડનમાં ગાંધીજીના ચશ્મા અને તેમની અન્ય વસ્તુઓની હરાજી થઈ રહી હતી ત્યારે દેશ માટે એક શરમની બાબત હતી કે આપણાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની વસ્તુઓની હરાજી થઈ રહી છે અને આપણે તેને પાછા ભારત લાવી શકતા નથી. આ સમયે વિજય માલ્યા દ્વારા મહાત્મા ગાંધીના તમામ અંગત ચીજવસ્તુઓની હરાજી થતા રોકી હતી અને તે ખરીદી લીધી હતી.
પરંતું વિજય માલ્યા દ્વારા ભારતમાં કરોડોનું ઉઠમણું કરીને વિદેશ ભાગી ગયા એ પણ હકીકત છે. તેમણે વારેઘડીએ કહ્યું કે તેઓ ભારત આવવા તૈયાર છે અને તેમની સંપત્તિ વેચીને સરકારનું તમામ દેવું ભરપાઈ કરવા પણ તૈયાર છે. જે બાબતે તેમણે સરકારને કેટલીક શરતો પણ કરી છે પરંતુ સરકાર માલ્યાની એકપણ વાતને મચક આપતી નથી. હવે બ્રિટિશ હાઇકોર્ટમાં પણ માલ્યા કેસ હારી ગયો છે ત્યારે લંડનની વડી અદાલતે પણ તેની આ બાબત અંગેની અરજી ફગાવી દીધી છે અને ભારત પ્રત્યાર્પણ કરવા માટે લિલી ઝંડી આપી દીધી છે. જે ભારત માટે રાહતના સમાચાર ગની શકાય છે.
ભારતમાં વિજય માલ્યા પર છેતરપિંડી અને મની લોન્ડરિંગના ગુનાઓ દાખલ થયા છે. લંડન વડીઅદાલતના આદેશ બાદ માલ્યા પાસે બ્રિટિશ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાની પરવાનગી મેળવવા માટે 14 દિવસનો સમય હતો. જે બાબતે બ્રિટિશ સર્વોચ્ચ અદાલત દ્વારા વિજય માલ્યાની અરજી ફગાવી દેવામાં આવી હતી જેથી તેના ભારત આવવાના માર્ગો ખુલી ગયા છે. આ બાબતે મોદી સરકારની મોટી જીત કહી શકાય પરંતુ જીત ત્યારે જ કહેવાય જ્યારે વિજય માલ્યા પાસેથી 11,000 કરોડ જેટલી રકમ વસૂલી શકાય. સાથે સાથે તેના જેવા તમામ ભાગેડુ પાસેથી દેશની બેન્કોને ચૂનો લગાડેલ તમામ રકમ વસૂલી શકાય.
વિજય માલ્યાનું કહેવું છે કે આ તામઝામ વગર પણ તમામ દેવું પોતે ચૂકવીને આ બાબતને અહીંયા બંધ કરી શકાય છે. આવું તેઓ કેટલીવાર કહી ચુક્યા છે તેમણે સરકારને કેટલીય ઓફરો આપી છે તેઓ તેમની તમામ સંપત્તિ વેચવા માટે તૈયાર છે સરકારને પાઈ પાઈ ચૂકવવા તૈયાર છે આવું ઘણી વાર કહી ચુક્યા છે. પરંતુ ભારત સરકારને તેને ભારત લાવવામાં વધારે રસ હોય તેવું લાગી રહ્યું છે. જે પણ હોય હાલ દેશની બેન્કોને ડુબાડી છે તે બેંકોના પુનરોધાર માટે માલ્યા જેવા કેટલાય લોકોને પાછા લાવીને તેમની પાસેથી પાઈ પાઈની વસુલાત કરવી જોઈએ.
આ મહામારીના સમયમાં વિજય માલ્યા દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે. વિજય માલ્યા દ્વારા મોદી સરકાર દ્વારા જાહેર કરવાં આવેલા રાહત પેકેજ બાબતે અભિનંદન આપવામાં આવ્યા છે અને કહ્યું કે તેઓ 100%બેન્ક લોન ચૂકવવા તૈયાર છે પણ સરકાર તેને નજર અંદાજ કરે છે. સરકાર આ પૈસા સ્વીકારે અને આ બાબતે અહીંયા બંધ કરીદે. એટલે કે વિજય માલ્યા દ્વારા ફરીથી તમામ દેવું ચુકવવાની સરકારને ઓફર આપી અને કહ્યું કે તેઓ 100% પૈસા પાછા આપવા તૈયાર છે અને આ બાબતને પતાવવા માટે પણ જણાવ્યું છે. અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો
- આ પણ વાંચો
- અમિત શાહ માટે ખોટી અફવાહ ફેલાવવાના આરોપમાં ધરપકડો શરૂ! જાણો!
- રૂપાણી સરકાર ની મુશ્કેલીમાં વધારો! ગુનાહિત બેદરકારી બદલ થશે હાઇકોર્ટમાં રીટ! જાણો!
- રૂપાણી સરકાર ની ખુલી ગઈ પોલ! આ બાબતે ભેરવાઇ ગઈ ભાજપ સરકાર! જાણો
- લોકોની વ્યથા સાંભળી નેતાએ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ને આપ્યા એક કરોડ રૂપિયા! જાણો!
- ભારતના ઇતિહાસમાં પ્રથમવાર આવો નજારો સમગ્ર દેશમાં એક સાથે મળ્યો જોવા!
- પ્રધાનમંત્રી મોદી એ કર્યા મુખ્યમંત્રીના વખાણ! કહ્યું બીજા રાજ્યોને દિશા બતાવી! જાણો!
- છત્તીસગઢ દ્વારા ચાઈનાને કરોડોનો ફટકો! અન્ય રાજ્યોના પણ બચાવ્યા કરોડો રૂપિયા!
- અર્ણવ ગોસ્વામી પર સમગ્ર ભારતમાં ફરિયાદ! ગુજરાતમાં દરેક જિલ્લામાં થશે ફરિયાદ! જાણો!
- ભાજપ નેતા ની મુશ્કેલીમાં વધારો! દારૂ મુદ્દે રાજકારણ ગરમાયુ! જાણો!
- રાહુલ ગાંધી રાજકારણ નહી કરવાનું કહે છે બીજી બાજુ મોટું રાજકારણ રમાઈ જાય છે! જાણો!
- કોરોના મહામારી: ભારતની અન્ય એક મોટી ઉપલબ્ધી! વિશ્વમાં ભારતનો વાગ્યો ડંકો! જાણો!