IndiaPolitics

કોંગ્રેસમાં ભંગાણ! કોંગ્રેસના ગઢમાં જ મોટું ગાબડું! જાણો!

કોંગ્રેસમાં દિવસેને દિવસે એક પછી એક મોટા નેતાઓ વિદાય લઇ રહ્યા છે. કોંગ્રેસને સૌથી મોટો ફટકો મધ્યપ્રદેશમાં પડ્યો હતો જયારે જ્યોતિરાદિત્ય સિંધિયા ૨૨ જેટલા ધારાસભ્યો લઈને ભાજપમાં જતા રહ્યા હતા. જેના કારણે ૧૫ વર્ષના વનવાસ બાદ મધ્યપ્રદેશમાં પાછી આવેલી કોંગ્રેસ સરકાર પડી ગઈ હતી અને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો હતો. કેહવાય છે કે દુઃખમાં કોઈ સાથ આપતું નથી એવું જ હાલ કોંગ્રેસ સાથે થઇ રહ્યું છે. હાલમાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. ઉત્તરપ્રદેશમાં સૌથી મોટું ભંગાણ પડ્યું છે.

ફોટો સોશિયલ મીડિયા

૨૦૦૪માં કોંગ્રેસ સત્તામાં આવી હતી ત્યારે ભાજપ સંગઠન એટલે કે એનડીએમાં રહેલી કેટલીય પાર્ટી કોંગ્રેસ સાથે હતી. એટલુ જ નહિ ડઝન બંધ ભાજપ નેતાઓ કોંગ્રેસમાં હતા. હાલ પરિસ્થિતિ બદલાઈ રહી છે અને કોંગ્રેસના લોયલીસ્ટ ગણવામાં આવતાં નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે. ૨૦૧૪ના લોકસભા ચુંટણીમાં તો એક સાથે કેટલાય કોંગ્રેસીઓ ભાજપમાં ભળી ગયા હતા તેમાના કેટલાક નેતાઓ તો હાલમાં પણ મોદી સરકારમાં કેબીનેટ કક્ષાના નેતાઓ છે. હજુ પણ કેટલાક નેતાઓ ભાજપનો ભગવો ધારણ કરી શકે છે. કોંગ્રેસમાં ભંગાણ પડી શકે છે.

કોંગ્રેસમાં ભંગાણ
ફોટો સોશિયલ મીડિયા

કોંગ્રેસમાં હજુ પણ રોજે રોજ નેતાઓ ભાજપમાં જઈ રહ્યા છે. હાલમાં ઉત્તરપ્રદેશમાં સૌથી મોટું ગાબડું પડ્યું છે. કોંગ્રેસના ગઢ ગણવામાં આવતા રાયબરેલીમાં હવે કોંગ્રેસના લોયાલીસ્ટ ગણવામાં આવતા ધારાસભ્ય અદિતિ સિંહ દ્વારા ભાજપમાં જવાના સંકેત આપવામાં આવ્યા છે. કેહવાય છે કે કોંગ્રેસ દ્વારા અદિતિ સિંહને મહિલા કોંગ્રેસના સચિવ પદેથી કેટલાય સમય પહેલા જ પદભાર મુક્ત કરવામાં આવ્યા હતા. આજે અદિતિ સિંહ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધમાં ખુલ્લેઆમ નિવેદન આપવામાં આવ્યું છે. જે કોંગ્રેસમાં ભંગાણ સૂચવે છે.

કોંગ્રેસમાં ભંગાણ
ફોટો સોશિયલ મીડિયા

અદિતિ સિંહ દ્વરા નિવેદન કરવામાં આવ્યું છે કે, “આપત્તિ સમયે આવા નીચા રાજકારણની શું જરૂર છે, એક હજાર બસોની સૂચિ મોકલી, આમાં પણ અડધાથી વધુ બસો બોગસ, 297 કબાડ, 98 ઓટો રિક્ષાઓ અને એમ્બ્યુલન્સ જેવા વાહનો, કાગળો વગરના 68 વાહનો, શું ક્રૂર મજાક છે, જો બસો હતી તો તમે તેમને રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્રમાં કેમ ના મૂકી?” અદિતિ સિંહ નું આ નિવેદન જાણ્યા જોયા વગરનું હોય એવું લાગે છે કારણ કે મુખ્યમંત્રી આદિત્યનાથ પ્રશાશન દ્વારા ૮૭૯ જેટલી બસો ફીટ અને કાયદેસરની છે તેવું જણાવવામાં આવ્યું છે.

કોંગ્રેસમાં ભંગાણ
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, અદિતિ સિંહના નિવેદન બાદ રાજકારણ ગરમાઈ ગયું છે. જે અદિતિ સિંહના ભાજપમાં જવાની અત્યાર સુંધી માત્ર અટકળો હતી તે અટકળોને ખુદ અદિતિ સિંહ દ્વારા ગ્રીનસિગ્નલ આપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા અદિતિ સિંહને આ બાબતે કડક જવાબ પણ આપવામાં આવી રહ્યો છે. તો ભાજપ નેતાઓ દ્વારા અદિતિ સિંહને સમર્થન આપવામાં આવી રહ્યું છે. જે બતાવે છે કે અદિતિ સિંહ ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાશે. કોંગ્રેસમાં આ સૌથી મોટું ભંગાણ કહી શકાય છે.

અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!