AhmedabadGujarat

કોરોના મહામારી: રૂપાણી સરકાર ની મુશ્કેલીઓમાં તોતિંગ વધારો!

ગુજરાતમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે રોજના 300 થી 400 કેસો વધી રહયા છે. તેમજ સમગ્ર દેશમાં મોતનો રેશીઓ પણ સૌથી વધારે ગુજરાતમાં છે. N95 માસ્ક અને ધમણ-1 વેન્ટિલેટર બાબતે સરકાર પહેલાંથી જ ભરાઈ ગઈ છે. ત્યારે ફરીથી રૂપાણી સરકાર પર આફત આવી પડી છે. આ પહેલાં હાઇકોર્ટ દ્વારા રૂપાણી સરકાર ને ફાટકાર લગાવવામાં આવી હતી. સરકારી હોસ્પિટલમાં અસુવિધા અને કોરોન મહામારીને ટેકલ કરવામાં નબળી સાબિત થઈ રહેલી સરકારને ગુજરાતની વળી અદાલત દ્વારા ફટકો આપવામાં આવ્યો હતો. પરંતુ હજુ પણ રૂપાણી સરકાર સામે મુશ્કેલીઓ તો ઉભી ને ઉભી જ રહી છે.

અમદાવાદના પૂર્વ કમિશનર નેહરા સામે ભાજપ આઇટી સેલ દ્વારા સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવવામાં આવ્યું હતું તે રૂપાણી સરકાર પર બુમરેંગ સાબિત થયું હતું. ભાજપના નેતાઓ દ્વારા માફી પણ મંગવામાં આવી હતી. તો આ બાબતે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા વિજય નેહરા સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. માંડ માંડ આ મુશ્કેલી માર્ગ કાઢીને રૂપાણી સરકાર બહાર નીકળી ત્યારે અન્ય એક મુશ્કેલી તેમની સામે આવીને ઉભી થઇ ગઈ. એટલે કે મુખ્યમંત્રી રૂપાણી માટે એક સંધે ત્યાં તેર તૂટેની પરિસ્થિ સર્જાઈ રહી છે.

હવે રૂપાણી સરકાર સામે ખુદ મેડિકલ એસોસિયેશન દ્વારા બાંયો ચડાવવામાં આવી છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં સરકાર તરફથી કોરોના મહામારી સામે કરવામાં આવતી કામગીરીઓ અને કોરોના ટેસ્ટ અંગેની બાબતો ટાંકવામાં આવી છે. આ અરજીમાં દાદ માંગવામાં આવી છે કે કોરોના વાયરસના ટેસ્ટ કરવાની પ્રક્રિયાનો સમય ગાળો ટુંકાય અને ત્વરિત ટેસ્ટ કરવામાં આવે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ પણ સરકાર દ્વારા કોઈ પગલાં ન લેવાતાં આ અરજી કરવામાં આવી છે.

કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં ચિંતાનો વિષય બન્યો છે. આ બાબતે લોકોની સારવાર કરતાં ડોકટરોમાં પણ ડરનો માહોલ છે. ત્યારે કેટલાક ડોકટર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અમદાવાદ મેડિકલ એસોસીએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો ને ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. અમદાવાદ મેડિકલ એસોસીએશન દ્વારા કરવામાં આવેલી અતજી પર આવતી કાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફાટકાર લગાવવામાં આવ્યા બાદ પણ કોઈ પગલાં લેવામાં ન આવતાં આ અરજી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટ દ્વારા આ પહેલા પણ રાજ્યની રૂપાણી સરકાર ને ફાટકાર લગાવવામાં આવી હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલની ઘણી વખત બેદરકારી સામે આવી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે લગાવેલી ફટકાર બાદ રૂપાણી સરકાર અને સિવિલનું તંત્ર દોડતું થયુ છે. તેમજ લીપાપોતી માં લાગી ગયુ છે. તો આ બાબતે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ પણ કોઈપણ સમયે અમદાવાદ સિવિલ હોસ્પિટલની સપ્રાઇઝ વિઝીટ કરવાના છે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી ત્યારબાદ તંત્ર સિવિલની સ્થિતિ સુધારવા લાગી ગયું છે. સ્વચ્છતા, દર્દીઓની દેખભાળ તેમજ તેમના ભોજનની ગુણવત્તામાં સુધારો થાઇ ગયો છે.

અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!