કોરોના મહામારીના કારણે પાછી ઠેલાયેલી ગુજરાત રાજ્યસભા ની ખાલી પડેલી ચાર બેઠકો પર દેશમાં અનલોક 01 ની જાહેરાત થતાંની સાથે જાહેરનામું બહાર પાડીને આગામી 19મી જૂન ના રોજ યોજવાનું નક્કી કરવાં આવ્યું છે. જે બેઠક પર ભાજપ દ્વારા ત્રણ ઉમેદવારો અને કોંગ્રેસ દ્વારા બે ઉમેદવારો ને ટીકીટ આપવામાં આવી હતી. બેઠક ચાર અને ઉમેદવાર પાંચ આ જોતા કોઈ એક ઉમેદવાર ચોક્કસ ઘરે પાછો આવે એ નક્કી છે પરંતુ કોણ અને કઈ પાર્ટીનો એ હજુ 19મી તારીખે નક્કી થઈ જશે. હજુ તો લોકડાઉન ખુલ્યું જ છે ત્યાં તો ભાજપ દ્વારા કોંગ્રેસની બે વિકેટ પાડી દેવામાં આવી છે.
લોકડાઉન પહેલા ગુજરાત રાજ્યસભા ની ચાર બેઠકો માટે પ્રથમ જાહેરનામું બહાર પડ્યું હતું ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસના પાંચ જેટલા ધારાસભ્યોની વિકેટ પાડી દેવામાં આવી હતી. તો લોકડાઉન બાદ મોદી સરકાર દ્વારા અનલોક 01 જાહેર કર્યા બાદ ગુજરાત રાજ્યસભા ની ખાલી પડેલી ચાર બેઠક માટે મતદાનની તરીખ નક્કી કરવામાં આવી હતી તેના બીજા જ દિવસે કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોની વિકેટ ભાજપ દ્વારા ખેરવી નાખવામાં આવી હતી. જે બાબતે ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. આ બાબતે ધીમે ધીમે મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે.
ગુજરાત કોંગ્રેસ નેતાઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે કોંગ્રેસના ધારાસભ્યોને ધમકી આપી અને રૂપિયા આપીને ખરીદવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા ભાજપ સરકાર પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા રૂપાણી સરકાર પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં જનતાનો જીવ બચાવવાની જગ્યાએ નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીના મુખ્યમંત્રી કાર્યાલયમાં વર્ષોથી જનતાના ટેક્સના પૈસાથી પગાર લઈને બેઠેલા IAS ઓફિસરો દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાનું અને ધમકી આપવાનું શરૂ કર્યું છે.
कोरोना महामारी में जनता की जान बचाने के बजाय @narendramodi और @vijayrupanibjp CMO में जनता के टैक्स के पैसे से पगार लेकर सालों से बैठे IAS द्वारा कोंग्रेस के विधायकों की खरीदी और ब्लैकमेलिंग शुरू की है।वेंटीलेटर लाने के लिए पैसे नही है लेकिन विधायकों को खरीदने के पैसे है
— Amit Chavda (@AmitChavdaINC) June 4, 2020
વધુમાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આ મહામારીના સમયમાં રૂપાણી સરકાર પાસે વેન્ટિલેટર લેવા માટે પૈસા નથી પણ વિપક્ષી ધારાસભ્યો ખરીદવા માટે પૈસા છે. અમિત ચાવડા દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે તેમણે આશા વ્યક્ત કરી હતી કે કોંગ્રેસ ગુજરાત રાજ્યસભા ની ખાલી પડેલી ચાર બેઠક પૈકી બે બેઠક જીતશે. કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ આજે ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે હાજર રહ્યા હતા અને બને ઉમેદવારોની જીત બાબતે આશા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી પહેલા કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં ભળી ગયા હતા. અને આજે વધુ બે ધારાસભ્યો દ્વારા રાજીનામુ આપવામાં આવ્યું છે જેથી કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. રાજ્યસભાની બે બેઠક આરામથી જીતવાના આંકડા ધરાવતી કોંગ્રેસ હવે એક એક વોટ માટે વલખાં મારવા લાગી ગઈ છે. પરંતુ સામે ભાજપ પણ એક એક વોટ માટે અન્યો પર આશ્રિત બની ગઈ છે. એટલે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પણ રાજકીય ગરમાંગરમી વધી જવા પામી છે. ભાજપ દ્વારા ત્રણ બેઠક જીતવાની આશા વ્યક્ત કરવામાં આવી છે તો કોંગ્રેસ દ્વારા બે બેઠક જીતવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
- આ પણ વાંચો
- રાજ્યસભા અંકગણિતમાં કોંગ્રેસ ભાજપ કરતાં આગળ! જીતી શકે છે બંને બેઠક!
- રાજ્યસભા ચૂંટણી જાહેર થતાં ભાજપ ધારાસભ્યોની ખરીદીમાં વ્યસ્ત થઈ ગયું?!
- મધ્યપ્રદેશમાં ફરી રાજકીય ભૂકંપની તૈયારી! કમલનાથ સરકાર ફરી કરશે એન્ટ્રી! જાણો!
- કોરોના મહામારી: રૂપાણી સરકાર ની મુશ્કેલીઓમાં તોતિંગ વધારો!
- ધમણ -1 મામલે સરકારનો શ્વાસ રૂંધાયો! મફતમાં ઝેર મળે તો તે ખાઈ ન લેવાય!
- કોંગ્રેસમાં ભંગાણ! કોંગ્રેસના ગઢમાં જ મોટું ગાબડું! જાણો!
- બદલવાના હતા ગુજરાતના વિજયભાઈને, અને બદલી કાઢ્યા અમદાવાદના વિજયભાઈને! જાણો
- લોકડાઉન 4 માં આ છે ખાસ નિર્ણયો! આ સેવાઓ થશે શરૂ!
- ભારતીય સૈન્યને મજબૂત કરવાથી માંડીને ચીન પર વૈશ્વિક પ્રતિબંધ એક્શન પ્લાન રેડી! જાણો!
- વિશ્વમાં આ દેશ પહેલો જે કોરોના મહામારી સામે જીત્યો જંગ! જાણો!
- કોરોના મહામારી વચ્ચે ભાગેડુ વિજય માલ્યા ની મોટી જાહેરાત! જાણો!
- અમિત શાહ માટે ખોટી અફવાહ ફેલાવવાના આરોપમાં ધરપકડો શરૂ! જાણો!
- રૂપાણી સરકાર ની મુશ્કેલીમાં વધારો! ગુનાહિત બેદરકારી બદલ થશે હાઇકોર્ટમાં રીટ! જાણો!
- રૂપાણી સરકાર ની ખુલી ગઈ પોલ! આ બાબતે ભેરવાઇ ગઈ ભાજપ સરકાર! જાણો