GujaratIndiaPolitics

ભારતના મુદ્દે રાજકારણ ના હોય! મુખ્યમંત્રી રૂપાણી નું વાખાણવાલાયક કામ!

સમગ્ર દેશ કોરોના મહામારીના સંકટમાંથી બહાર આવવાના રસ્તાઓ શોધી રહ્યો છે. દરેક રાજ્યો પોતાની આપસી સહમતી અને રિસર્ચના આધારે અન્ય રાજ્યોને મદદ કરીને એક સાથે કોરોના મહામારીના સંકટમાંથી ઉગરવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો અંગ્રેજોની જેમ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી રહ્યા છે. આવો જ કઈંક ખેલ રચાયો જેમાં બંગાળ અને ગુજરાતને અમને સમને લાવવામાં આવ્યા હતાં પરંતુ મુખ્યમંત્રી રૂપાણી સાથે સાથે વિપક્ષે પણ ખેલ ને સેટલ કરી નાખ્યો. બંગાળ અને ગુજરાતના ઈતિહાસ અને સંસ્કૃતિને આડે પોતાને ઇતિહાસકાર ગણાવતાં વ્યક્તિએ બંને રાજ્યોને આમને સમને લાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમના સફળતા ના મળી.

મુખ્યમંત્રી રૂપાણી
ફોટો સોશિયલ મીડિયા

વરિષ્ઠ ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ બંગાળ અને ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિને લઈને એક વિદેશી એટલે કે અંગ્રેજ લેખકના હવાલાથી એક ટિપ્પણી કરી હતી. જેના કારણે યુદ્ધ છેડાઈ ગયું હતું પરંતુ આ યુદ્ધ માં વિપક્ષ પણ શાસક પક્ષ સાથે આવી જતા આ ઇતિહાસકારની રાજનીતિ ગરમાવવાની યોજના પર પાણી ફરી વળ્યું હતું. આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી દ્વારા આપવામાં આવેલા જવાબની પ્રશંશા કરવી જ પડે એમ છે. મુખ્યમંત્રી રૂપાણીએ જવાબ આપતાંની સાથે ઇતિહાસકાર પાણી પાણી થઈ ગયા હશે અને તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ હશે. ઇતિહાસકાર રામચંદ્ર ગુહાને જવાબ આપવા માટે ખુદ મુખ્યમંત્રી રૂપાણી એ જાતે મોર્ચો સંભાળ્યો હતો.

વાત એમ છે કે, વરિષ્ઠ ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ બ્રિટિશ લેખક ફિલિપ સ્પ્રાટની 1939માં કરવામાં આવેલી એક ટિપ્પણીનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, ગુજરાત હાલ, આર્થિક રૂપથી ઘણું આગળ છે, પરંતુ સાંસ્કૃતિક રૂપથી એક પછાત રાજ્ય છે, જ્યારે તેનું વિપરીત, બંગાળ આર્થિક રૂપથી ઘણું કમજોર રાજ્ય છે, પરંતુ સાંસ્કૃતિક રૂપથી ગુજરાત કરતાં ઘણું સમુદ્ધ છે. રામચંદ્ર ગુહાએ આ ટ્વિટ કરતાં જ પળભરમાં તે વાઈરલ થઈ ગયું હતું. ગુજરાતની વાત હોય અને ગુજરાતીઓ પાછા પડે એ બને નઈ. મુખ્યમંત્રી રૂપાણી સહિતના લોકોએ ગુહાના આ નિવેદન પર આપત્તિ દર્શાવી.

મુખ્યમંત્રી રૂપાણી એ વરિષ્ઠ ઇતિહાસકાર રામચંદ્ર ગુહાને કડક શબ્દોમાં જવાબ આપ્યો અને તેમને બે રાજ્યો વચ્ચે ભાગલા પડાવનાર અંગ્રેજો સાથે પણ સરખાવી દીધા હતા. મુખ્યમંત્રી રૂપાણી એ ગુહાની ટ્વિટને કોટ કરી જવાબ આપતા જણાવ્યું હતું કે, અગાઉ તે બ્રિટિશરો હતા જેમણે ભાગલા પાડી અને રાજ કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે તે ચુનંદા વર્ગનું જૂથ છે જે ભારતીયોને વિભાજિત કરવા માગે છે. ભારતીયો આવી જાળમાં ફસાસે નહીં. ગુજરાત મહાન છે, બંગાળ મહાન છે. ભારત સંયુક્ત છે. આપણો સાંસ્કૃતિક પાયો મજબૂત છે, આપણી આર્થિક આકાંક્ષાઓ વધારે છે.મુખ્યમંત્રી રૂપાણીમુખ્યમંત્રી વિજય રૂપાણીએ વરિષ્ઠ ઇતિહાસકાર રામચંદ્ર ગુહાને કડક શબ્દોમાં જવાબ આપ્યો અને તેમને બે રાજ્યો વચ્ચે ભાગલા પડાવનાર અંગ્રેજો સાથે પણ સરખાવી દીધા હતા. મુખ્યમંત્રી રૂપાણી એ ગુહાની ટ્વિટને કોટ કરી જવાબ આપતા જણાવ્યું હતું કે, અગાઉ તે બ્રિટિશરો હતા જેમણે ભાગલા પાડી અને રાજ કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે તે ચુનંદા વર્ગનું જૂથ છે જે ભારતીયોને વિભાજિત કરવા માગે છે. ભારતીયો આવી જાળમાં ફસાસે નહીં. ગુજરાત મહાન છે, બંગાળ મહાન છે. ભારત સંયુક્ત છે. આપણો સાંસ્કૃતિક પાયો મજબૂત છે, આપણી આર્થિક આકાંક્ષાઓ વધારે છે.

ગુજરાતને હલકું ચીતરવાના પ્રયાસ કરતાં વરિષ્ઠ ઈતિહાસકાર રામચંદ્ર ગુહાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ સણસણતો જવાબ આપ્યો અને ગુહાને શાનમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. અમિત ચાવડાએ રામચંદ્ર ગુહાની ટ્વિટને કોટ કરીને કહ્યું કે, ગુજરાત મહાન વ્યક્તિઓની ભૂમિ છે. ગુજરાત ભારતની સામાજિક-રાજકીય ચળવળમાં હંમેશાં મોખરે રહ્યું છે અને રાષ્ટ્ર નિર્માણમાં સિંહ ફાળો આપ્યો છે. અમારી સંસ્કૃતિ મહાત્મા ગાંધી અને સરદાર પટેલના ઇરાદાઓ જેટલી જ મજબૂત છે! જય જય ગરવી ગુજરાત!

જ્યારે આ બાબતે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વરિષ્ઠ ઇતિહાસકાર રામચંદ્ર ગુહા પર ગુજરાતના અપમાનનો આરોપ લગાવ્યો. નીતિન પટેલે કહ્યું કે ગુહાએ ગુજરાતનું, ગુજરાતની અસ્મિતાનું અપમાન કર્યું છે. તો કેટલાક ગુજરાતીઓ એ પણ ગુહાને આડે હાથ લીધા અને દેશમાં સંસ્કૃતિ, ભાષા, ભૂમિના આધારે ભાગલા ના પડવાની સલાહ આપી હતી. ભારતની વિવિધતા જ ભારતની સંસ્કૃતિ છે. એટલે જ આપણા દેશને વિવિધતામાં એકતાનો દેશ કહેવામાં આવે છે. રામચંદ્ર ગુહાએ એ ના ભૂલવું જોઈએ કે, ભારત આખાયે વિશ્વમાં એક જ એવો દેશ છે જેમાં એક સાથે અનેક ધર્મ પાળવામાં આવે છે, અનેક ભાષાઓ બોલવામાં આવે છે અને અનેક તહેવારો પણ એક સાથે મનાવવામાં આવે છે.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!