YouTube પહેલાં Instagram દ્વારા Reels લોન્ચ થયું! TikTok ને આપશે ટક્કર! આવી રીતે કરો એક્ટિવ!
ભારત સરકાર દ્વારા 59 જેટલી ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં ખૂબ જ ઝડપથી લોકોમાં ફેવરિટ બનેલું TikTok પણ શામેલ છે. તો આ ચાઇનીઝ એપ દ્વારા કેટલાક લોકો રોજગારી પણ કમાતા હતા તો કેટલાક રાતોરાત સ્ટાર બની ગયા હતા. અને એવા પણ ઉદાહરણ છે કે કેટલાક લોકોને T Series જેવી મોટી કંપનીઓ સાથે નો કોન્ટ્રાકટ મળી ગયો. તો જેટલક લોકોએ આ માધ્યમનો નેગેટિવ ઉપયોગ પણ કર્યાના દાખલાઓ છે. પરંતુ ભારતમાં TikTok બેન થવાની સાથે અનેક કંપનીઓને આશા જાગી છે TikTokના યુઝર્સને પોતાની તરફ વાળવાની. તો આ બાબતે Instagram દ્વારા YouTube પહેલાં જ બાજી મારી લેવાં આવી છે.
હવે ભારતમાં TikTok બેન થઈ ગયું છે અને તેના કરોડોની સંખ્યામાં ફોલોવર્સ હતાં જેનો ટ્રાફિક પોતાની તરફ વાળવા માટે મોટી મોટી કંપનીઓ નવા આઈડિયા સાથે મેદાને આવી રહ્યા છે. બીજી અનેક કંપનીઓ પણ આ પ્રકારની એપ લાવવાની કોશિશ કરી રહ્યા છે. ફેસબુક, ઈસ્ટાગ્રામ બંને એપ્લિકેશન શોર્ટ વીડિયો અને અન્ય નવા ફીચર્સ સાથે TikTok ને ખાસ્સી એવી ટક્કર આપી રહ્યા છે. તો હાલમાં TikTok નો ટ્રાફિક ઇન્સ્ટાગ્રામ પર ડાયવર્ટ થઈ રહ્યો છે. Youtube દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી પરંતું Youtube આ ફીચર લાવે તે પહેલાં જ Instagram Reels લોન્ચ કરીને ધડાકો કરી દેવામાં આવ્યો છે.
Instagram પર આ ફીચર એકદમ સરળ અને TikTok જેવું જ છે. જેને Instagram દ્વારા Reel નામ આપવામાં આવ્યું છે. Reels દ્વારા તમે TikTokમાં બનાવતાં હતા તેવી જ રીતે સાઉન્ડ સાથે અલગ અલગ ઇફેક્ટ અને એંઇટિંગ સાથે શોર્ટ વીડિયો બનાવી શકો છો. Instagram દ્વારા ગઈકાલે જ આ ફીચર ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જે બાદ લોકોમાં ખાસ્સું લોકપ્રિય બની રહ્યુ છે. જે હવે પરમેનેન્ટલી TikTokને આવજો કહેવડાવવાના મૂડમાં છે. Instagram દ્વારા લોન્ચ કરવમાં આવેલ આ ફીચર tiktok કરતા પણ વધારે સુવિધાઓ આપે છે.
Instagram માં આ ફીચર એક્ટિવેટ કરવા માટે સૌથી પહેલાં તમારે એપ ને પ્લેસ્ટોર માંથી અપડેટ કરવી પડશે. એપ અપડેટ થઈ ગયા બાદ સ્ટોરી બનવીએ છીએ ત્યાં સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ કર્યા બાદ નીચે Reels નું ઓપશન જોવા મળશે અને તેને સિલેક્ટ કર્યા બાદ TikTok ની જેમ જ વીડિયો બનાવી શકાશે. Reels સિલેક્ટ કર્યા બાદ ગોળ બટન પર ક્લિક કરીને વીડિયો શૂટ કરવાનો રહેશે તે પહેલાં સાઉન્ડ ના નિશાન પર જઈને સાઉન્ડ સિલેક્ટ કરવાનો રહેશે જેમાં લગભગ લગભગ ભારતીય સિનેમા જગતના તમામ સાઉન્ડ ઉપલબ્ધ છે.
આ ઉપરાંત Instagram ના Reels માં એડિટિંગ નું ફીચર પણ જબરદસ્ત છે. એક વાર આ ઉપયોગ કર્યા બાદ કોઈ TikTok ને યાદ પણ નહીં કરે. Reels માં તમે પોતાનો સાઉન્ડ પણ રેકોર્ડ કરી શકો છો. તેમજ વીડિયોની સ્પીડ પણ મેનેજ કરી શકો છો. આ ઓપશન એક હટકે ઓપશન સાબિત થશે. ફાસ્ટ અને સ્લોમોશન વીડિયો હાલમાં જબરદસ્ત લોકપ્રિય હોઈ instagram દ્વારા તે બાબતે ચોકસાઈ રાખીને લોન્ચ કરવામાં આવ્યું છે. વધારે ટેક્નિકલ ન્યુઝ મેળવવા માટે અમને ફોલો કરતાં રહો.
આ પણ વાંચો
- પેટા ચૂંટણી ને લઈને ભાજપમાં ગભરામણ! ભર ચોમાસે આવ્યો રાજકીય ગરમાવો!
- કોંગ્રેસ માંથી ભાજપ માં ગયેલા ધારાસભ્યો ના ઘરના ના ઘાટના! ભાજપ માટે માથાનો દુઃખાવો?
- મુખ્યમંત્રી રૂપાણી નું “મને ખબર નથી” સમગ્ર ભારતમાં થઇ રહ્યું છે ટ્રેન્ડ!
- TikTok પર બેન બાદ આ મોટી કંપનીની જાહેરાત TikTok કરતાં પણ સારું પ્લેટફોર્મ પુરૂ પાડશે!
- મુખ્યમંત્રીએ અમિત શાહ ને લીધા આડે હાથ! અમિત શાહને પૂછ્યું ચૂપ કેમ છો?
- ગુજરાતમાં પેટા ચૂંટણી નો ધમધમાટ! રાજકીય હલચલ શરૂ! આ તારીખે થશે મોટી જાહેરાત!
- રાજ્યસભા ચૂંટણી વખતે નાટક કરનાર છોટુ વસાવા અને તેમના પુત્રએ હવે નવું નાટક શરૂ કર્યું!?
- કેમ બાબાની બુટી કોરોનીલ ને સરકારી ના? થઇ પોલીસ ફરિયાદ! જાણો કેમ!
- ચીન સાથે ઘર્ષણ બાદ ભારતનો ભારતીય સેના તરફે મોટો નિર્ણય! ચીની સેનામાં ફફડાટ.