હજુ હાલમાં જ થોડા સમય પહેલાં જ ભાજપના નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા સૌરાષ્ટ્ર પ્રવાસ યોજવામાં આવ્યો હતો. અને ભાજપ પ્રમુખ સી આર પાટીલ નો આ સૌરાષ્ટ્ર પ્રવાસ ખૂબ જ ચર્ચાસ્પદ પણ રહ્યો હતો. પાટીલ ભાઉની સૌરાષ્ટ્ર યાત્રામાં કોરોના મહામારીમાં મોદી સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ ગાઈડલાઈનનું છડેચોક ઉલ્લંઘન પણ એક ચર્ચાનો વિષય રહ્યો હતો. અને તેમના આ સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ એક બાદ એક એમ અનેક નેતાઓ કોરોના સંક્રમિત થયા છે જેમાં ત્રણ ત્રણ ધારાસભ્યો પણ સામેલ છે.
સીઆર પાટીલ ના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન કોરોના મહામારીને કારણે કદાચ પાટીલ ભાઉ તમામ કાર્યકરોને મળી શક્યા નહીં હોય અને કેટલાક કાર્યકરોના પ્રશ્નો પણ સાંભળી શક્યા નહીં હોય. ત્યારે બની શકે કે કેટલાક કાર્યકરો ડર કે અન્ય કોઈ કારણો સર પોતાની વાત પ્રદેશ અધ્યક્ષ સમક્ષ રાખી શક્યા ન હોય. અને આ તમામ તામઝામ વચ્ચે સૌરાષ્ટ્રના સાચા મુદ્દાઓ પર પણ ધ્યાન ગયું નહીં અને તમામ મીડિયા પાટીલ ભાઉ ના આગતાં સ્વાગતાના દ્રશ્યો જ બતાવવામાં વ્યસ્ત રહ્યું હતું.
હવે ભાજપના જ એક કાર્યકરે હિમ્મત કરીને નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ને ફોન કર્યો અને તેમની સમક્ષ પોતાની વ્યથા ઠાલવી. કાર્યકારે સમગ્ર જનતાની સમસ્યાને ભાજપ અધ્યક્ષ સમક્ષ રાખી અને કહ્યું કે, પાટીલ સાહેબ હું જૂનાગઢથી ભાજપનો એક નાનો કાર્યકર બોલું છું. અત્યારે સાહેબ અમારી હાલત બઉ ખરાબ છે. રસ્તા બાબતથી અને આનાથી પણ ખરાબ હાલત થાય તોય અમે પક્ષમાં જ રહેવાના છીએ પણ આ કોંગ્રેસ વાળા અને લોકો એટલું ખરાબ બોલે છે ને કે થોડુંક ધ્યાન આપો ને હવે.
ત્યારે પાટીલ ભાઉ એ જવાબ આપ્યો કે, હમણાં તમારા કમિશ્નર સાથે વાત કરી તુષાર સાથે એમણે કહ્યું કે ડ્રેનેજ લાઇન નાખવાની બાકી હતી, આજદિન સુંધી ગટરલાઈન નાખેલી નોહતી એટલા માટે એક સાથે કામ થયું છે. આ વરસાદ ચાલુ છે જેવો વરસાદ બંધ થશે ને એવોજ પાઈપ લાઈન નંખાઈ જશે અને રોડ પણ બની જશે. એનું ટેન્ડર પણ મંજુર છે. ત્યારે ફરીથી કાર્યકરે કહ્યું કે પાટીલ સાહેબ અત્યારે તાત્કાલિક 10-15 ટ્રેક્ટર નાંખવાની જરૂર છે. ત્યારે પાટીલ ભાઉ એ કહ્યું કે હું કહી દઉં છું વરસાદ બંધ થાય એટલે હું સવારે કહી દઉં છું.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી જૂનાગઢમાં રોડ રસ્તાની ખૂબ જ મોટી સમસ્યા છે. આ સમસ્યા બાબતે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને ભાજપના જૂનાગઢના કાર્યકરનો ઓડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. પરંતુ આ વાતચીત પરથી સમજાશે કે દેશમાં અને રાજ્યમાં મજબૂત વિપક્ષની કેટલી જરૂર છે. જૂનાગઢમાં કોંગ્રેસના કાર્યકરોએ રોડ બનાવવા માટે જો ભાજપના નેતાઓ કાર્યકરો પર દબાણ લાવવામાં આવ્યું ના હોત તો સત્તા પક્ષના કાર્યકર આ બાબતે તેમના પ્રદેશ અધ્યક્ષને જાણ ન કરેત અને પ્રદેશ અધ્યક્ષ આ બાબતે મુખ્યમંત્રી અને લોકલ સત્તાધીશોના કાન સુંધી આ વાત ન પહોંચાડેત પરિણામે સમસ્યાનું નિરાકરણ આવેત જ નહીં.
આ પણ વાંચો
- ગુજરાત ભાજપ ત્રણ ફાડીયામાં વહેંચાયું? આયાતીઓનો જમાવડો ભાઉની નારાજગી?
- પ્રધાનમંત્રી મોદી ની સલાહ અવગણીને ગુજરાત ભાજપ અધ્યક્ષ પસ્તાઈ રહ્યા હશે!
- કોંગ્રેસ ધારાસભ્યોએ ભાજપના નાકમાં કર્યો દમ! પાટીલ ભાઉની ચિંતામાં વધારો!
- પાટીદાર ક્રાંતિ દિવસે હાર્દિક પટેલ ની મોટી જાહેરાત! યુવાનોને કર્યું આહવાન…જાણો!
- ગુજરાત ભાજપ માં ભંગાણ! કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા નેતા 16 વર્ષે કોંગ્રેસમાં પાછા ફર્યા!
- લો હવે તો રાહુલ ગાંધી એ પણ કહ્યું મોદી હૈ તો મુમકીન હૈ! જાણો!
- રાહુલ ગાંધી નો શોટ ભાજપનો લોસ! ભાજપની છઠ્ઠ રઝળાવી કોંગ્રેસની ટાઢી સાતમ!
- રાજસ્થાન ભાજપ ધારાસભ્યોનું રિસોર્ટ પોલીટીક્સ! સીએમ રૂપાણી નો ઘટસ્ફોટ!
- હાર્દિક પટેલ નો ચૂંટણી લડવા હુંકાર! પેટા ચૂંટણી બાબતે કહી આ મોટી વાત! જાણો!
- ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ની રેલી સામે હાર્દિક પટેલ નો મોટો દાવ!
- ભાજપની આશા ઠગારી નીવડી! મોઢામાં આવેલો કોળિયો છીનવાયો!
- જાદુગરના કમાલે બચાવી રાજસ્થાન કોંગ્રેસ સરકાર! ગુજરાતમાં પણ બતાવેલો કમાલ! જાણો!
- કોંગ્રેસમાં મોટું ભંગાણ! મોવડીમંડળ ધંધે લાગ્યું, ભાજપ ગેલમાં આવ્યું!
- યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ ની એપોઇન્ટમેન્ટથી આ લોકોમાં ફફડાટ!
- પેટા ચૂંટણી ને લઈને ભાજપમાં ગભરામણ! ભર ચોમાસે આવ્યો રાજકીય ગરમાવો!
- કોંગ્રેસ માંથી ભાજપ માં ગયેલા ધારાસભ્યો ના ઘરના ના ઘાટના! ભાજપ માટે માથાનો દુઃખાવો?
- મુખ્યમંત્રી રૂપાણી નું “મને ખબર નથી” સમગ્ર ભારતમાં થઇ રહ્યું છે ટ્રેન્ડ!
- TikTok પર બેન બાદ આ મોટી કંપનીની જાહેરાત TikTok કરતાં પણ સારું પ્લેટફોર્મ પુરૂ પાડશે!
- મુખ્યમંત્રીએ અમિત શાહ ને લીધા આડે હાથ! અમિત શાહને પૂછ્યું ચૂપ કેમ છો?
- ગુજરાતમાં પેટા ચૂંટણી નો ધમધમાટ! રાજકીય હલચલ શરૂ! આ તારીખે થશે મોટી જાહેરાત!
- રાજ્યસભા ચૂંટણી વખતે નાટક કરનાર છોટુ વસાવા અને તેમના પુત્રએ હવે નવું નાટક શરૂ કર્યું!?
- કેમ બાબાની બુટી કોરોનીલ ને સરકારી ના? થઇ પોલીસ ફરિયાદ! જાણો કેમ!
- ચીન સાથે ઘર્ષણ બાદ ભારતનો ભારતીય સેના તરફે મોટો નિર્ણય! ચીની સેનામાં ફફડાટ.