IndiaPolitics

નેતા એ જ પાર્ટી પર લગાવ્યા ગંભીર આરોપ! આ નેતાને દુર કરવા આપ્યું અલ્ટીમેટમ!

છેલ્લા ઘણા સમયથી ભાજપ આઇટી સેલ ચર્ચામાં છે. ગુજરાત હોય કે દેશ ભજપ આઇટી સેલ હંમેશાથી ચર્ચામાં અને વિવાદોમાં રહ્યું છે. દેશની અલગ અલગ પાર્ટીઓ ભાજપ આઇટીસેલ પર ખોટી બાબતો રજુ કરવાના આરોપો લગાવી ચુકી છે તેમજ કેટલીક ફેક્ટ ચેક વેબસાઈટ દ્વારા પણ કેટલાક ભાજપ કાર્યકર્તાઓ કે સમર્થકો ના એકાઉન્ટ પરથી ખોટી માહિતીઓ વહેતી થઈ રહી હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પરંતુ હવે ખુદ ભાજપનેતા એ જ ભાજપ આઇટી સેલ સામે લાલ આંખ કરી છે અને મોટો આરોપ લગાવ્યો છે. આ આરોપ બાદ સમગ્ર દેશનું રાજકારણ ગરમાઈ ગયું છે.

CAA, ભાજપ નેતા
ફોટો સોશિયલ મીડિયા

ભાજપ આઇટી સેલ બાબતે એવી વાતો ચાલી રહી છે કે અનઓફિસિયલ એકાઉન્ટ મારફતે કોઈની પણ છબી બગડી શકે છે અને કોઇ પણ મુદ્દે સમગ્ર દેશનું ધ્યાન આકર્ષી શકે છે. બસ આજ બાબતે ભાજપ નેતા દ્વારા ભાજપ આઇટી સેલને આડે હાથ લેવામાં આવ્યું છે અને ગંભીર ગણી શકાય તેવા આરોપો લગાવ્યા છે. ગુજરાતમાં પણ ભાજપ આઇટી સેલ દ્વારા કેટલીક એવી માહિતીઓ ફેલાવવામાં આવે છે કે પછી ભાજપના જ યુવા નેતાઓ દ્વારા ટ્વિટ ડીલીટ પણ કરવી પડે છે.

શરદ પવાર, ભાજપ નેતા
ફોટો: સોસીયલ મીડિયા

ભાજપનેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમનીયમ સ્વામી દ્વારા ભાજપ આઇટી સેલ પર તેમની છબી બગાડવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ નેતા સુબ્રમનીયમ સ્વામી દ્વારા જાહેરમાં આ બાબતે ટ્વિટ કરીને જણાવ્યું છે. સ્વામી દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ બાબતે ટ્વિટ કરીને જાણકારી આપી છે. તેમણે માઈક્રો બ્લોગીંગ સાઇટ ટ્વિટર પર ટ્વિટ કરી હતી કે, ભાજપ આઈટી સેલ લુચ્ચું બદમાશ થઈ ગયું છે. તેમના સભ્યોમાંથી કેટલાક સભ્યો મારી ઉપર અંગત હુમલો કરવા નકલી પ્રોફાઈલ બનાવીને ટ્વીટ કરી રહ્યા છે.

વધુમાં આગળ જણાવતાં ભાજપનેતા સુબ્રમનીયમ સ્વામીએ કહ્યું કે, આ બાબતે ગુસ્સે ભરાયેલા મારા અનુયાયીઓ પણ તેઓને જવાબ આપવા માટે તેઓની વિરુદ્ધ વ્યક્તિગત હુમલા કરશે. જેવી રીતે લુચ્ચા બદમાશ ભાજપ આઇટી સેલના કામ માટે ભાજપ જવાબદાર નથી તેવી જ રીતે હું પણ મારા ગુસ્સે ભરાયેલા અનુયાયીઓ ના કાર્ય માટે જવાબદાર નથી. સ્વામી પોતાના બેબાક અને બિન્દાસ્ત અંદાજ માટે જાણીતા છે ત્યારે પોતાની જ પાર્ટીના આઇટી સેલને જાહેરમાં રોકડું પરખાવીને ભાજપ માટે મુશ્કેલીઓ વધારી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપનેતા સુબ્રમનીયન સ્વામી જ એક એવા ભાજપ નેતા છે જે ભાજપમાં રહીને ભાજપની કેટલીક નીતિઓનો વિરોધ કરે છે. જેમાં દેશની ઇકોનોમિ અને રોજગારી જેવી કેટલીક નીતિઓ પણ શામેલ છે. આજ કારણ હોઈ શકે છે કે ભાજપ આઇટી સેલ દ્વારા તેમની છબી બગડવાની કે તેમની પર વ્યક્તિગત હુમલો કરવામાં આવી રહ્યો હોય શકે છે. પરંતુ હાલ તો સ્વામી દ્વારા જાહેરમાં આ બાબતે ખુલાસો કરીને દેશમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે.

ભાજપ નેતા, અશોક ગેહલોત, રાજ્યસભા, રાજ્યસભા ચૂંટણી, નરહરિ અમીન, ગુજરાત કોંગ્રેસ, gujarat congress
ફોટો સોશિયલ મીડિયા

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!