GujaratPolitics

ભાજપ અને પાટીલ ભાઉ માટે એક સાંધે ત્યાં તેર તૂટેની પરિસ્થિતિ! જાણો!

ગુજરાતમાં એકબાદ એક નગરપાલિકા અને જિલપંચાયત, તાલુકાપંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે. 2.5 વર્ષની ટર્મ પુરી થયા બાદ પ્રમુખ ઉપપ્રમુખ બદલવાનો ભાજપ નો નુસખો હવે ભાજપને જ ભારે પાડી રહ્યો છે. અને તેમાં પણ ગુજરાતમાં નવા વરાયેલા પ્રમુખ સીઆર પાટીલ માટે તો આ નુસખો એક સંઘે ત્યાં તેર તૂટેની પરિસ્થિતિને જન્મ આપી રહ્યો છે. ગત મહિને પક્ષ વિરોધી કામ કરતાં 38 જેટલા સદસ્યોને સસ્પેન્ડ કર્યા બાદ હવે ફરીથી અન્ય સભ્યોને સસ્પેન્ડ કરવાની નોબત આવી ને ઉભી રહી ગઈ છે.

ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

ગત વર્ષ 2018માં ગુજરાતમાં 2 જીલ્લા પંચાયતો અને કેટલીક તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી જેને આ વર્ષે અઢી વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે કાયદા પ્રમાણે ટર્મ પૂરી થવાના કારણે તેમાં નવા પ્રમુખ -ઉપપ્રમુખોની ચૂંટણી કરવામાં આવી રહી છે. જે ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. પક્ષ વિરોધી મતદાન કરતાં કેટલા લોકોને ભાજપ સસ્પેન્ડ કરશે! એજ મોટો સવાલ છે. દર વખતે આપણે જોતા હોઈએ છીએ કે ભાજપ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લે છે જ્યારે આ વખતે ઊંધું થઈ રહ્યું છે. કોંગ્રેસ ભાજપ પાસેથી સત્તા આંચકી રહી છે.

ભાજપ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ભાજપ, પેટા ચૂંટણી, ગુજરાત ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

તાજેતરમાં કેટલીક નગરપાલિકાઓમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં ભાજપ કરતા કોંગ્રેસે વધારે નગરપાલિકાઓમાં સત્તા પરિવર્તન કરાવીને પોતાના પ્રમુખ- ઉપપ્રમુખ બેસાડીને બોર્ડ બનાવ્યા છે. ત્યારે ગઈ કાલે યોજાયેલી 3 તાલુકા પંચાયતોની આંતરિક ચૂંટણીમાં પણ કોંગ્રેસે ભાજપનો ખેલ પાડી દીધો હતો. ખેડા જીલ્લાની કપડવંજ અને કઠલાલ તથા ગાંધીનગર તાલુકા પંચાયતની પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ખેડા જીલ્લાની કપડવંજ બેઠક પર કોંગ્રેસે ચૂંટણીમાં જીત મેળવી હતી.

ભાજપ, પાટીલ, ગુજરાત ભાજપ, પેટા ચૂંટણી, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

તો કઠલાલ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટાઈ સર્જાઈ હોવાથી નાના બાળક જોડે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી જેમાં કઠલાલ તાલુકા પંચાયતનું પ્રમુખ પદ ભાજપ અને ઉપપ્રમુખ પદ કોંગ્રેસના ફાળે ગયું છે. આમ ચિઠ્ઠી ઉછાળવામાં જીત મળતા ભાજપના નેતાઓએ રાહતનો શ્વાસ લીધો છે. તો મહત્વપૂર્ણ તેવી ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને ૧૮, ભાજપને ૧૫ અને અપક્ષોને ૩ બેઠક મળી હતી.

ભાજપ, પાટીલ, સીઆર પાટીલ, CR Patil, BJP, Gujarat
ફોટો સોશિયલ મીડિયા

આમ ૩૬ બેઠકની તાલુકા પંચાયતમાં કોઈને બહુમતી નહોતી મળી, તેવી પરિસ્થિતિમાં અગાઉ પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના સભ્યો ગેરહાજર રહેતા ભાજપ પાસે સત્તા ગઈ હતી. જો કે આ વખતે કોંગ્રેસ પુરા હોમવર્ક સાથે મેદાનમાં ઉતર્યું હતું અને અનેક વિવાદોના અંતે ગાંધીનગર તાલુકા પંચાયતની આંતરિક ચૂંટણી યોજાઈ હતી. જેમાં સત્તાધારી ભાજપને ૧૧ મતો મળ્યા હતા અને કોંગ્રેસને ૧૬ મતો મળ્યા હતા જેથી તાલુકા પંચાયતના પ્રમુખ પદે કોંગ્રેસના ગોવિંદજી ઠાકોર અને ઉપપ્રમુખ પદે સુરેશ પટેલ ચૂંટાઈ આવ્યા છે અને ભાજપના શાસનનો અંત આવ્યો.

ભાજપ, કોંગ્રેસ, ગુજરાત કોંગ્રેસ
ફોટો: સોસીયલ મીડિયા

રાજ્યમાં આજે યોજાયેલી ૩ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને ફાળે માત્ર એક તાલુકા પંચાયત ગઈ છે અને તે પણ ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળવામાં આવી તેના સહારે, જયારે કે કોંગ્રેસે મોટી બહુમતીથી બાકીની ૨ તાલુકા પંચાયતો પર સત્તા મેળવી તથા જાળવી રાખી છે. ભાજપ અને ભાઉ માટે માઠાં સમાચાર ગની શકાય છે. ભાજપનું સંગઠન ધીમે ધીમે નબળું પડી રહ્યું છે જેનો ફાયદો કોંગ્રેસનું નેતૃત્વ ઉઠાવી રહ્યું છે. ગાંધીનગરમાં એકતા સાથે મેદાનમાં ઉતરતાં ભાજપના બાર વાગી ગયા હતા.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!