GujaratPolitics

રાપર વકીલની હત્યા મામલે જીગ્નેશ મેવાણી ની ભાજપ સરકારને મોટી ચીમકી…

કચ્છના રાપરમાં ધોળા દિવસે એક વકીલ તેમની જ ઓફિસ બહાર ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડ્યા હતાં. આ બાબતે હવે રાજ્યનું રાજકારણ પણ ગરમાઈ ગયું છે. વકીલ દેવજી મહેશ્વરીની હત્યા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. વકીલ દેવજીભાઈ મહેશ્વરીની હત્યા બાદ તેમના પરિવારજનોએ આરોપીઓ પકડાય નહીં ત્યાં સુંધી મૃતદેહ સ્વીકારવારની ના પાડી હતી અંતે વકીલ દેવજીભાઈ મહેશ્વરીની હત્યાના તમામ આરોપીઓની ધરપકડ થયા બાદ પરિવારજનોએ વકીલનો મૃતદેહ સ્વીકાર્યો હતો અને અંતિમવિધિ કરી હતી. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ હાજર રહ્યા હતા.

જીગ્નેશ મેવાણી, અમિત ચાવડા, ભાજપ, રાજસ્થાન ભાજપ, ભાજપ, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

દલિત આગેવાન અને વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ જણાવ્યું હતું કે, ગુજરાતના કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બામસેફ કાર્યકર્તા દેવજીભાઈ મહેશ્વરીજીની હત્યા બાબતે તેમની પત્ની મીનાક્ષીબેન મહેશ્વરીએ તેમનો મૃતદેહ સ્વીકાર્યો. અમે અમારી આ જાંબાઝ બહેનને સલામ કરીએ છીએ. આજે હજારો લોકો દેવજીભાઈની અંતિમ યાત્રામાં સ્વયંભૂ જોડાયા છે. આ સાથે જ દલિતો પાર વધતાં જતા અત્યાચાર અને દલિત સામે વધેલા ગુનાઓ બાબતે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ ભાજપ સરકારને પણ આડેહાથ લીધી હતી.

જીગ્નેશ મેવાણી
ફોટો સોશિયલ મીડિયા

વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ વકીલ દેવજીભાઈ મહેશ્વરીની અંતિમયાત્રામાં જોડાયા હતા. આ દરમિયાન મેવાણી પીડિત પરિવારનેસાંત્વના પાઠવી હતી અને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. જીગ્નેશ મેવાણી એ દલિતો પર અત્યાચાર વધ્યાનો દાવો કર્યો હતો. અને સાથે સાથે જણાવ્યું હતું કે, પાંચ દિવસ સુધી દલિત કર્મશીલની લાશ રઝળતી રહે તે રાજ્ય સરકાર માટે કલંકિત ઘટના કહેવાય. આ અગાઉ ઉનાકાંડ, થાનગઢ હત્યાકાંડ અને ભાનુભાઇ વણકર એમ ત્રણેય બહુચર્ચિત કેસમાં પ્રચંડ આંદોલનો છતાં એકપણ કેસમાં પરિવારજનો ન્યાય નથી મળ્યો.

દલિત આગેવાન અને વડગામથી અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ ભાજપ સરકાર સામે ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, દેવજીભાઈ મહેશ્વરીના પરિવારજનોને સરકાર દ્વારા આપવામાં આવેલા વચન વહેલામાં વહેલી તકે પૂરા કરવામાં આવે. જો વચન પૂરા નહીં થાય તો હક અને અધિકાર માટે આંદોલન કરવું પડશે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ આંદોલનની ચીમકી ઉચ્ચારતાં જ રાજ્યના રાજકારણમાં ગરમાવોઆવી ગયો છે. તો બીજી તરફ જીગ્નેશ મેવાણી એ રાજ્યની અનામત બેઠકો પર ચૂંટાયેલા ધારાસભ્યો સાંસદસભ્યોને પણ આડે હાથ લીધા હતા અને પ્રહાર કરતા કહ્યું હતું કે, અનામત બેઠક પર ચૂંટાયેલા નેતાઓ ચૂપ કેમ છે?

જીગ્નેશ મેવાણી, ગુજરાત, રૂપાણી સરકાર, રાજ્યસભા
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં વકીલ દેવજીભાઈ મહેશ્વરીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.વકીલ સંગઠનો દ્વારા પણ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. તેમજ ગુજરાત બાર કાઉન્સિલમાં પણ સાથી વકીલ મિત્રની હત્યા બાદ સરકાર પર દબાણ લાવવા અને વકીલના પરિવારને ન્યાય અપાવવા માટે વકીલો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. બીજી તરફ દલિત સંગઠનો દ્વારા પણ વકીલ પરિવારને ઝડપથી ન્યાય મળે તેમાટે સરકાર પર દબાણ કરવામાં આવી રહ્યું છે. તો રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર પેટાચૂંટણી જાહેર થઈ ગઈ છે અને રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે. સરકાર ભીંસમાં છે.

જીગ્નેશ મેવાણી
ફોટો સોશિયલ મીડિયા

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!