GujaratPolitics

ભરત સોલંકી નો કોરોનામાં મહામારી વિક્રમ! સમગ્ર એશિયામાં બન્યા પ્રથમ એશિયન

કોંગ્રેસના ભુતપુર્વ પ્રદેશ અધ્યક્ષ અને પુર્વ કેન્દ્રિય મંત્રી ભરત સોલંકી એક નવો રેકોર્ડ બનાવ્યો છે, તેઓ પહેલા એશિયન બની ગયા છે. જો કે,હાલના દિવસોમા તો તેઓ અમદાવાદ ખાતે આવેલી સિમ્સ હોસ્પિટલ કોરોનાની સારવાર માટે દાખલ થયેલા હતા. તો એક વાત તો સ્વાભાવિક છે કે તમારા મગજ એક પ્રશ્ન થતો હશે કે ભરત સોલંકી તો હોસ્પિટલમા સારવાર લઈ રહ્યા હતા, તો તેમણે આ રેકોર્ડ શેનો બનાવ્યો? અને એ પણ આ કોરોના મહામારીના કપરા સમયમાં? દ્રઢ મનોબળ અને મજબુત ઈચ્છા શક્તિ ના આધારે ભરત સોલંકીએ સમગ્ર એશિયામાં દાખલો બેસાડ્યો.

ભરત સોલંકી
ફોટો સોશિયલ મીડિયા

ચુંટણી પત્યા બાદ આવ્યા હતા કોરોનાની ઝપેટમા

અમે તમને જણાવી દઈએ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણતા ભરત સોલંકી પણ કોરોનાની ઝપેટમા આવ્યા હતા. રાજ્યસભાના ઉમેદવાર ભરતસિંહને 22 જુને ચુટણી પત્યા બાદ કોરોનાનું સંક્રમણ થયું હતું. કોરોનાની સારવાર માટે તેમને પહેલા વડોદરાની એક ખાનગી હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા.

ભરત સોલંકી
ફોટો સોશિયલ મીડિયા


પણ ત્યા તેમની તબિયત વધુ બગડતા અમદાવાદબની સિમ્સ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. ત્યા તેમને 101 દિવસ સુધી કોરોનાની સરવાર માટે રાખવામા આવ્યા હતા. આ દરમિયાન તેમને 51 દિવસ સુધી વેંટિલેટર પર રાખવામા આવ્યા હતા.

ફેફસા થઈ ગયા હતા પથ્થર જેવા કઠણ

ભરત સોલંકીને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા ત્યારે તેમના ફેફસા એકદમ પથ્થર જેવા કઠણ થઈ ગયા હતા. જે બાદ તેમને વેંટિલટર પર મુક્યા બાદ પણ તેમનુ ઓક્સિજન લેવલ વધતુ ન હતુ. 100 ટકા ઓક્સિજન આપવા છતાય 85 ટકા ઓક્સિજન જ મળતો હતો.

ભરત સોલંકી
ફોટો સોશિયલ મીડિયા

પુરતો ઓક્સિજન ન મળવાથી બીજા અંગોને પણ હતુ જોખમ
તેમના શરીરને પુરતો ઓક્સિજન ન મળતો હોવાથી હૃદય બે ચાર દિવસમા બંધ પડી જવાની સાથે બીજા અંગોને પણ નુકસાન થવાની સંભાવના હતી. આથી તેમને ‘લંગ પ્રોનિંગ રિક્રુટ્મેંટ થેરાપી’ આપવી પડે તેમ હતી. પરંતુ તમનુ વજન પણ વધુ હોવાને લીધે તેમા પણ મુશ્કેલીઓ આવતી હતી. પરંતુ આ થેરાપી બાદ તેમનામા ઘણો સુધારો જોવા મળ્યો હતો.

આ રેકોર્ડ બનાવનાર, બન્યા પ્રથમ એશિયન

ભરત સોલંકી, રાજ્યસભા, નરહરિ અમીન, રાજ્યસભા ચૂંટણી, ગુજરાત કોંગ્રેસ, gujarat congress
ફોટો સોશિયલ મીડિયા

કોરોનાની સારવાર માટે તેમને 101 દિવસ સુધી હોસ્પિટલમા રાખવામા આવ્યા હતા. આ દરમિયાન તેઓ 51 દિવસ સુધી વેંટિલેટર અને બાયપેપ મશીનના સહારે હતા. આટલા બધા દિવસ સુધી કોરોનાની સારવાર ચાલ્યા બાદ સ્વસ્થ થયાનો આ એશિયાનો પ્રથમ કેસ હોવાનુ હોસ્પિટલ સ્ટાફે જણાવ્યુ હતુ. આ સાથે ભરતસિંહ સોલંકી પ્રથમ એશિયન બની ગયા હતા જેઓએ આટલા લાંબા સમય સુધી કોરોનાની સારવાર લઈ દ્રઢ મનોબળ અને મજબુત ઈચ્છા શક્તિના સહારે કોરોનાને હરાવ્યો હોય. સારવાર દરમિયાન હોસ્પિટલના 12 લોકોની ટિમ ભરત સોલંકી સાથે ખડે પગે રહેતી હતી. આજે ભરત સોલંકીએ હોસ્પીટલમાંથી રજા લેતા તમામ સ્ટાફનો આભાર માન્યો હતો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!