IndiaPolitics

23 વર્ષથી ભાજપની સહયોગી રહેલી પાર્ટીએ મોદી સરકાર સામે વિરોધનું બ્યુગલ ફૂંકયું! જાણો..

કેંન્દ્રની મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા આ ત્રણ અધ્યાદેશ સામે સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ છે. ત્યારે હવે આ અધ્યાદેશ મહામહિમ રાષ્ટ્પતિની સહી કરતાની સાથે જ કાયદો બની ગયા છે. જેના વિરોધમાં ખેડૂતોના વિવિધ સંગઠનો દ્વારા ગત ૨૫મી સપ્ટેમ્બર ના રોજ ભારત બંધનું એલન પણ કરવામાં આવ્યું હતું. જે દેશના કેટલાક ભાગોમાં હિંસક પણ બન્યું હતું.

ગુજરાત કોંગ્રેસ, મોદી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

મોદી સરકારના આ કૃષિ અધ્યાદેશ બાબતે ખુદ એનડીએ ગઢબંધનમાં મોટી ફાડ પડી છે. 23 વર્ષ સુંધી ભાજપની સહયોગી રહેલી અને એકસમયે પંજાબમાં ભાજપે જેના સમર્થનથી સરકાર બનાવેલી તે શિરોમણી અકાલી દલ દ્વરા ભાજપ ગઢબંધન એનડીએ માંથી એક્ઝીટ કરી છે એટલું જ નહિ શિરોમણી અકાલી દલ તરફથી એક માત્ર કેન્દ્રીય મંત્રી હરસીમ્રત કોર બાદલે કેન્દ્રીય મંત્રી તરીકે રાજીનામું પણ આપી દીધું છે.

રાજીનામાં બાદ એનડીએ ના ઘટક દળ તરીકે પણ અકાલી દળ બહાર નીકળી ગયું છે. ત્યારે હવે મોદી સરકાર સામે લાલ આંખ કરી છે. મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદા વિરુદ્ધ આજે પંજાબમાં અકાલી દળ દ્વારા એક ખેડૂત માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અકાલી દળ દ્વારા યોજવામાં આવેલી આ માર્ચમાં 2 લાખ ખેડૂતો સામેલ થવાનું માનવામાં આવી રહયું છે. સવારે શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ અમૃતસરના ગુરુદ્વારામાં પહોંચ્યા હતા અને અહીંથી માર્ચની શરૂઆત થઈ હતી

અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ દ્વારા જનવવામાં આવ્યું હતું કે, અમે રાજ્યપાલને એક સૂચન કરીશું જેમાં કેન્દ્ર અને રાષ્ટ્રપતિને અનુરોધ હશે કે સંસદ સત્ર ફરી બોલાવવામાં આવે અને આ કાયદાને પરત લેવામાં આવે. 23 વર્ષથી ભાજપની સહયોગી રહેલી અકાલી દળ હવે કેન્દ્રની ભાજપ સરકાર અને ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ વિધેયકના વિરોધમાં સમગ્ર પંજાબમાં ફરશે અને મોદી સરકારના આ કયદાનો વિરોધ કરશે તેમજ કાયદો પાછો લેવા માટે દબાણ પણ બનાવશે.

મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહેલા અને કૃષિ કાયદો સંસદમાં પાસ થતાં જ રાજીનામુ આપનાર હરસિમરત કૌર બાદલ દ્વારા અકાલી દલની ખેડૂત માર્ચનું નેતૃત્વ કર્યું હતું. પંજાબના તલવંડી સાબોમાં શ્રી દમદમા સાહિબથી સવારે 8 વાગ્યે શરૂ થયેલી રેલીનું હરસિમરત કૌર બાદલે નેતૃત્વ કર્યું હતું તો આનંદપુરા સાહિબમાં શ્રી કેશગઢ સાહિબથી પ્રેમ સિંહ ચંદૂમાજરા પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. અમૃતસરથી શરૂ થઈને માહોલીમાં ખતમ થતા પહેલાં રૈલી જાલંધર, ફગવાડા, નવાંશહેર, રોપડ, કુરાલી અને મુલ્લાનપુરથી પસાર થવાનો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં પંજાબમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ રેલ રોકો આંદોલન ચાલુ રાખ્યું છે. અને ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો સરકાર આ કાયદાઓ પાછા નહીં લે તો આવનારા મહિનાથી આંદોલન વધારે ઉગ્ર બનશે. ભાજપ માટે એક બાદ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. સમગ્ર દેશમાં ઉગ્ર વિરોધનો વંટોળ જોતા હવે ભાજપ પર તેની જ સહયોગી પાર્ટીઓ દબાણ કરી રહી છે કે આ કાયદો પાછો લેવામાં આવે.

ગુજરાત કોંગ્રેસ, મોદી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!