કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ગુસ્તાખી!? લાલ આંખ થતા ફરી…
અમેરિકામાં ટ્વિટર ના કડક નિયમો છે. જે હમણાં અમેરિકાની ચૂંટણી સમયે જોવા મળ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના જુઠાણાને સેન્સિટિવ કરી નાખવામાં ટ્વિટર સહેજે અચકાતું નોહતું. તેમજ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોતાને વિજેતા જાહેર કરવામાં આવેલા એ ટ્વિટને ફેક ટ્વિટ તરીકે દર્શાવી હતી. આટલું જોખમ ટ્વિટર ભારતમાં કોઈ નેતા સામે લઇ શકે એમ નથી. સત્તા પક્ષ તો ઠીક વિપક્ષના નેતાઓ સામે પણ ટ્વિટરની બોલતી બંધ થઈ જાય છે. કરણ એક માત્ર એટલું જ કે ભારત સમગ્ર વિશ્વમાં કોઈપણ કંપની માટે ધંધો કરવા માટેનું સૌથી મોટું માર્કેટ છે. આ જાણવા છતાં ટ્વિટર દ્વારા દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે ગુસ્તાખી કરવામાં આવી છે.
ટ્વિટર દ્વારા આવી હરકત પહેલા પણ કરવામાં આવી હતી. ટ્વિટરને ભારત સરકાર દ્વારા હમણાં એક નોટિસ પણ મોકલવામાં આવી છે જેમાં ટ્વિટર દ્વારા ભારતના કેટલાક ભાગને ભારતથી અલગ બતાવવામાં આવ્યો હતો. જે બાબતે ભારત સરકાર દ્વારા ટ્વિટરને ચેતવણી આપીને અને જવાબ માંગ્યો છે. ત્યારે ટ્વિટર દ્વારા હવે દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે એક હરકત કરવામાં આવી છે. જે બાબતે મોટી બબાલ થતાં ટ્વિટર દ્વારા ભૂલ સુધારી લેવામાં આવી છે. પહેલા પણ ટ્વિટરને લઈને કડક નિયમો બનવવા અંગેની માંગ ઉઠી છે ત્યારે ટ્વિટર દ્વારા આવી હરકતોના કારણે હવે કડક નિયમ બનશે એ નક્કી છે.
વાત એમ છે કે, ટ્વિટર દ્વારા દેશના ગૃહમંત્રી અમિત શાહ ના સત્તાવાર એકાઉન્ટ પરથી તેમનો પ્રોફાઈલ ફોટો ડીલીટ કરી નાખવામાં આવ્યો હતો અને કોપીરાઇટનો એક મેસેજ બતાવવમાં આવી રહ્યો હતો. ટ્વિટર પર કોઈ ફોટોગ્રાફર દ્વારા કોપીરાઈટનો ક્લેમ કરવામાં આવતાં ટ્વિટર દ્વારા દેશના ગૃહમંત્રી અમિત શાહ નો ફોટો તેમના જ સત્તાવાર એકાઉન્ટ પરથી હટાવી લેવામાં આવ્યો હતો. પરંતુ બબાલ વધતાં ટ્વિટર દ્વારા પોતાની ભૂલ સુધારી લેવામાં આવી હતી અને ફરીથી ફોટો રિસ્ટોર કરી દેવામાં આવ્યો હતો. ટ્વિટરની આ હરકતને કારણે બધાય આશ્ચર્યચકિત થઈ ગયા હતાં.
સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર દ્વારા અમિત શાહના ઓફિશિયલ એકાઉન્ટ સાથે ચેડાં થતાં જોઈને બધા આશ્ચર્યચકિત થયા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ટ્વિટર એકાઉન્ટ પરથી તેમનો પ્રોફાઇલ ફોટો ગુરુવારે રાત્રે થોડા સમય માટે ગુમ થયો હતો અને એવો મેસેજ ડિસ્પ્લે થતો હતો કે કોઈએ અમિત શાહના પ્રોફાઈલ ફોટો પર કોપીરાઇટનો દાવો કર્યો હતો ત્યારબાદ ટ્વિટર દ્વારા આ કાર્યવાહીના ભાગરૂપે અમિત શાહના સત્તાવાર એકાઉન્ટનો પ્રોફાઈલ ફોટો ડીલીટ કરવામાં આવ્યો હતો. આ ઘટના થોડા જ સમયમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ ગઈ હતી.
Twitter restores profile photo of Union Home Minister Amit Shah's account, earlier it had removed the photo over claims in “response to a report from a copyright holder”. pic.twitter.com/uhW3kNtpgn
— ANI (@ANI) November 12, 2020
ગૃહમંત્રી અમિત શાહ ના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર જઈને તેમના પ્રોફાઈ ફોટો પર ક્લિક કરવામાં આવતાં ત્યાં અમિત શાહ ના ફોટોને સ્થાને બ્લેન્ક સફેદ કલરનો ફોટો આવતો હતો જેના પર મેસેજ હતો કે કોપીરાઇટને કારણે ફોટો દૂર કરવામાં આવેલ છે. આ વિવાદ વકરતાં ટ્વિટર દ્વારા અમિત શાહ ના સત્તાવાર એકાઉન્ટ પર તેમનો ફોટો રિસ્ટોર કરવામાં આવ્યો હતો પરંતુ આ બાબતે ટ્વિટર દ્વારા વધુ વિગતો આપવામાં આવી નથી. ટ્વિટર દ્વારા આવું પ્રથમ વખત બન્યું છે કે દેશના ગૃહમંત્રીના સત્તાવાર એકાઉન્ટ પર કોપીરાઇટના દાવાના કારણે તેમનો ફોટો હટાવવામાં આવ્યો હોય!
ઉલ્લેખનીય કે, થોડા સમય પહેલાં જ ટ્વિટર દ્વારા ભારતીય ક્રિકેટ બોર્ડના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલના પ્રોફાઈલ ફોટો સાથે પણ આજ કાર્યવાહી કરવામાં આવી હતી અને ભારતીય ક્રિકેટ બોર્ડના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટનો પ્રોફાઈ ફોટો પણ હટાવી દેવામાં આવ્યો હતો તેમજ ત્યાં પણ કોપીરાઇટના ઉલ્લંઘનનો મેસેજ દેખાઈ રહ્યો હતો. જણાવી દઈએ ગૃહમંત્રી અમિત શાહના ટ્વિટર પર 23 કરોડથી વધુ ફોલોઅર્સ છે. ટ્વિટર પર સૌથી વધારે ફોલોઅર્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના છે.