
છેલ્લા ઘણા સમયથી ભાજપ દ્વારા કોંગ્રેસ ના નેતાઓ ધારાસભ્યોને પાર્ટી માં શામેલ કરવાં આવી રહ્યા છે. હમણાં હમણાં તો આમ આદમી પાર્ટીના કેટલાક કોર્પોરેટરને પણ ભાજપે ખેસ પહેરાવી આવકાર આપ્યો છે. કોંગ્રેસ નેતાઓની વાત કરીએ તો ભાજપ માં કોંગ્રેસ નેતાઓનું તો કીડીયારું ઉભરાયું છે. હાલમાં ભાજપ સરકારમાં 3..4 મંત્રીઓ પણ કોંગ્રેસી છે. ભાજપા કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના નેતાઓને પોતાની સાથે જોડવામાં ને જોડવામાં પોતાના સંનિષ્ટ કાર્યકરો અને જમીન સાથે જોડાયેલા નેતાઓ ની અવગણના કરતી હોય તેવું કેટલાક કાર્યકરો અને નેતાઓને લાગી રહ્યું છે. કેટલાક બેતાઓ હાલમાં પણ ભાજપ માં ગૂંગળામણ અનુભવી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે.

ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા પહેલાં જ કહેવામાં આવ્યું હતું કે કોઈપણ કોંગ્રેસન નેતાઓ કે ધારાસભ્યોને પાર્ટી માં લેવામાં આવશે નહીં પરંતુ આ માત્ર એક નિવેદન બની રહ્યું હતું. સી.આર પાટીલ ના આ નિવેદન બાદ અત્યાર સુંધીમાં ગુજરાત ભાજપે થોકબંધ વિપક્ષી નેતાઓને ભાજપ નો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું છે. હાલમાં જ જોઈએ તો કોંગ્રેસના કેટલાય નેતાઓને ભાજપે આવકાર્યા છે એટલું જ નહીં ખુદ ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા કોંગ્રેસ ના નેતાઓને ખેસ પહેરાવીને સ્વરાગત કરવામાં આવ્યું હતું. ના માત્ર કોંગ્રેસ પરંતુ આમ આદમી પાર્ટીના સુરત ના કોર્પોરેટરો ને પણ ભાજપમાં શામેલ કરવામાં આવ્યા હતા.

વિપક્ષી પાર્ટીના નેતાઓને પોતાની પાર્ટીમાં શામેલ કરતા પહેલા પણ કાર્યકરો દ્વારા વિરોધના સુર ઉઠાવવામાં આવ્યા હતા અને અત્યારે પણ એજ ઉકળતો ચરુ છે. ત્યારે ભાજપમાં મોટું ભંગાણ પડ્યું છે. ડાંગ માં ભાજપ મોટું સંમેલન કરે એ પહેલાં જ ભંગાણ પડ્યું છે. ભાજપ દ્વારા આગામી સમયમાં ડાંગ માં મોટો કાર્યક્રમ યોજવાની યોજના બનવી રહ્યું હતું એ પહેલાં જ ભાજપને ઝાટકો લાગ્યો છે. ડાંગ દરબાર પહેલા જ ભાજપ ના દિગ્ગજે છોડ્યો ભાજપનો સાથ અને કોઈ પણ કારણ આપ્યા વગર રાજકીય સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. ડાંગ દરબાર પહેલા ડાંગના મુખ્ય રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ બીજેપી સાથે છેડો ફાડયો છે.

જણાવી દઈએ કે વાસુરણા સ્ટેટના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ ભાજપ માંથી રાજીનામુ આપી ને રાજકીય સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. રાજા સાહેબે જાહેરાત કરતા જ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપને મજબૂત કરવામાં તેમનો મહત્વનો ફાળો છે અને તેઓ જમીન સાથે જનતા સાથે જોડાયેલા નેતા છે. રાજા હોવાના કારણે તેમની માન સમ્માન પણ છે તેમના સન્યાસ લેવાની જાહેરાત સાથે ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. વાસુરણા સ્ટેટના રાજા ધનરાજસિંહ સૂર્યવંશી ભાજપમાં આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ, ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય રહ્યા હતા અને 20 વર્ષ જેટલા લાંબા સમય સુંધી સરપંચ રહ્યા હતા. તેમના જવાથી ભાજપને મોટો ફટકો પડશે એ નક્કી છે. બીજી તરફ ભાજપ મોવડીમંડળ તરફથી તેમને રોકવાના પ્રયત્નો તેજ થઈ ગયા છે.

વાસુરણા સ્ટેટના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીજી એ દાવો કર્યો હતો કે, ગત વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપને 60 હજારથી પણ વધુની લીડ અપાવવામાં તેમનો મહત્વનો ફાળો હતો. ભાજપ મોવડીમંડળ દ્વારા તેમને સોંપવામાં આવેલા કામ અને આપવામાં આવેલા આદેશ મુજબ તેમણે સમગ્ર ડાંગ જિલ્લાના પોલીસ પટેલને એકત્રિત કરી પોતાનુ સામર્થ્ય સાબિત કરી બતાવ્યુ હતુ. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી વાસુરણા સ્ટેટના રાજા ધનરાજસિંહ સૂર્યવંશી છેલ્લા ઘણા સમયથી પક્ષથી નારાજ જણાઈ આવતાં હતા. જાણવા મળેલી માહિતી મુજબ વાસુરણા સ્ટેટના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ પક્ષ તરફથી પોલીસ પટેલોને જે વચન આપ્યુ હતુ તેને તે પાળી શક્યા ના હતા એટલે એક રાજવી તરીકે ખોટા સાબિત થયાનું તેમને ભારોભાર દુઃખ હતું.

જણાવી દઈએ એ કે, આમ તો હાલના કોઈપણ રાજકીય નેતાઓ કોઈપણ જાતની શરમ શંકા કે સંકોચ હોતા નથી પરંતુ વાસુરણા સ્ટેટના રાજા ધનરાજસિંહ સૂર્યવંશી એ માત્ર રાજકારણી જ નહીં પરંતુ પોતે એક રાજવી છે એટલે તેઓને તો શરમ નડે. બસ આજ શરમ અને પોતાની છબી ને કારણે તેમજ એક રાજા તરીકે સાચા પ્રજાના સેવક તરીકે તેઓને તેમના આપેલા વચન ને કારણે રાજકીય સન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. તેમના આ નિર્ણય બાદ ભાજપને ડાંગ માં મોટો ફટકો પડશે એ નક્કી છે.