GujaratIndiaPolitics

કેજરીવાલ આમ આદમી પાર્ટીને ગુજરાત માં સૌથી મોટો ઝટકો! ગુજરાતનું રાજકારણ ગરમાયું!

ગુજરાત માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી પોતાનો પૂરો જોર લગાવી રહી છે. કેજરીવાલ પણ ગુજરાત ની જીત માટે ઘણો પરસેવો પાડવામાં વ્યસ્ત છે. કેજરીવાલ ભગવંત માન સાથે રવિવારે અમદાવાદ આવ્યા હતા. કેજરીવાલ ગુજરાત માં પોતાની પાર્ટીને મજબૂત કરવામાટે અવનવી જાહેરાતો અને ચૂંટણી લક્ષી બેઠકો કરી રહ્યા છે અને પોતાની પાર્ટીની તરફેણમાં વાતાવરણ ઉભું કરી રહ્યા છે. જેના માટે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ને પણ ગુજરાત પ્રવાસ કરવા લઈને આવ્યા છે જેથી કાર્યકરો અને નેતાઓ માં જોશ વધે. પરંતુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાની બળાત્કારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. AAP નેતાની ગીર સોમનાથ પોલીસે વેરાવળમાંથી ધરપકડ કરી છે.

એક મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવ્યા બાદ ગીર સોમનાથ પોલીસે ગુજરાતના વેરાવળમાંથી આમ આદમી પાર્ટી (AAP) નેતાની ધરપકડ કરી છે. કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ AAP નેતા ભગુ વાલાની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવશે. વેરાવળ પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલ ઇસરાનીએ જણાવ્યું હતું કે 23 વર્ષીય મહિલાએ શુક્રવારે નેતા ભગુ વાલા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે વાલાએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. યુવતીને કથિતરીતે ફ્લેટ પાર બોલાવીને તેની સાથે એડ શૂટના બહાને દુષ્કૃત્ય કર્યું હતું.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

પોલીસ ફરિયાદ મુજબ, AAP નેતા કથિત રીતે ‘વિશ્વ ફિલ્મ્સ’ નામથી વીડિયો બનાવવાની એજન્સી ચલાવતો હતો અને તેણે પીડિતને જાહેરાતમાં અને ફિલ્મોમાં મોડલ તરીકે નોકરી આપવાનું વચન આપ્યું હતું. જાહેરાતના શૂટિંગના બહાને પીડિતાએ પીડિતાને તેના ફ્લેટમાં બોલાવી જ્યાં તેણે તેની સાથે બળાત્કાર કર્યો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીની મેડિકલ તપાસ કરાવવી પડશે ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પોલીસ આ મામલે તપાસ કરવા તેના રિમાન્ડ માંગશે. ભગુ વાલા તાજેતરમાં AAPમાં જોડાતા પહેલા ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમયથી કોંગ્રેસનો ભાગ હતા.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

પીડિતાનો દાવો છે કે આરોપીએ એક જાહેરાત અને ફિલ્મમાં મોડલ તરીકે કામ કરવાનું વચન આપ્યું હતું. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી AAP નેતા ભગુ વાલાએ પીડિતાને જાહેરાત શૂટ કરવાના બહાને પોતાના ફ્લેટમાં બોલાવી હતી, જ્યાં તેણે પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. AAPના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે (રવિવારે) ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે પંજાબના સીએમ ભગવંત માન પણ હાજર હતા. રવિવારે બંને એકસાથે ચૂંટણી રેલીને સંબોધિત પણ કરી હતી. ગુજરાતમાં મજબૂત સંગઠન અને નેતૃત્વ ઉભું થાય તે પહેલા પાર્ટીને મોટી બદનામી મળી છે. બળાત્કાર જેવા ગંભીર આરોપમાં પાર્ટીના એક નેતાની ધરપકડ કરવામાં આવી છે.

ભાજપના ચાણક્ય
ફોટો સોશિયલ મીડિયા

મોડેલ બનાવવાની આપી લાલચ
પીડિતાનો દાવો છે કે આરોપીએ એક જાહેરાત અને ફિલ્મમાં મોડલ તરીકે કામ કરવાનું વચન આપ્યું હતું. પીડિતાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આરોપી AAP નેતા ભગુ વાલાએ પીડિતાને એક જાહેરાત શૂટ કરવાના બહાને પોતાના ફ્લેટમાં બોલાવી હતી, જ્યાં તેણે પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસ ઈન્સ્પેક્ટર સુનીલ ઈસરાનીએ જણાવ્યું કે 23 વર્ષની યુવતીએ AAP નેતા ભગુ વાલા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ AAP નેતા પર આરોપ લગાવ્યો કે તેણે તેને મોડલ બનાવવાના બહાને પોતાના ફ્લેટમાં બોલાવી હતી. સાથે જ આરોપીઓએ તેની ઈજ્જત સાથે રમત રમી હતી. પીડિતાએ દાવો કર્યો છે કે AAP નેતા કથિત રીતે ‘વિશ્વ ફિલ્મ્સ’ નામથી વીડિયો બનાવવાની એજન્સી ચલાવતા હતા.

કેજરીવાલનો ભાજપ પર આરોપ
કેજરીવાલે શનિવારે આરોપ લગાવ્યો હતો કે ભાજપે તેમને પોતાનો પ્લોટ ભાડે આપનારના ઘર પર બુલડોઝર મોકલી દીધું છે. AAPએ જણાવ્યું હતું કે ભાજપ શાસિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરાતમાં તેના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલની સભા માટે પોતાનો પ્લોટ ભાડે આપનાર વ્યક્તિની મિલકતને તોડી પાડવા માટે ચાર દિવસ પહેલા બુલડોઝર મોકલ્યા હતા. કેજરીવાલે કહ્યું કે ગુજરાતની જનતા આ ગુંડાગીરીનો ચૂંટણીમાં ભાજપને જડબાતોડ જવાબ આપશે. તમને જણાવી દઈએ કે આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાંથી બીજેપીને હટાવવા માટે પોતાની તમામ તાકાત લગાવી રહી છે.

દિલ્લીમાં કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!