GujaratPolitics

અલ્પેશ ઠાકોર ની મુશ્કેલી વધી?! ભાજપ માં ફરી ભંગાણ ના એંધાણ?! આંતરકલહ આવ્યો સામે!

ગુજરાતમાં ચૂંટણીઓ માહોલ જામ્યો છે. જેમ જેમ વિધાનસભા ચૂંટણીઓ નજીક આવતી જઈ રહી છે તેમ ક્યાંક ને ક્યાંક વિરોધ, આંદોલન અને પક્ષપલ્ટો વધારે થઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ પોતાનું નસીબ અજમાવવા જઈ રહી છે. ત્રણેય પાર્ટીઓ વચ્ચે દલ બદલની રાજનીતિ ચરમસીમા પર આવી ગઈ છે. સાથે જ પાર્ટીમાં આંતર વિગ્રહ પણ હવે ખુલીને સામે આવી રહ્યા છે તો ટિકટ માટે લોબીઇંગ અને ટીકીટ માટે પણ વિરિધ પ્રતિરોધ થઈ રહ્યા છે. આવું જ કૈંક રાધનપુરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપ નેતા અલ્પેશ ઠાકોર સાથે થઈ રહ્યું છે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

જણાવી દઈએ કે વર્ષ 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ માં જોડાયા હતા અને રાધનપુર બેઠક પરથી કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી પણ લડ્યા હતાં અને જીત્યા હતા. પરંતુ મનમેળ ના બેસતા અને મંત્રી બનવાની અતિ મહત્વાકાંક્ષા ના કારણે તેમણે કોંગ્રેસ છોડી હતી અને ભાજપમાં જોડાયા હતાં. પરંતુ પોતાની તાકાત ત્યારે ખબર પડી જ્યારે રાધનપુર બેઠક પર પેટાચૂંટણી થઈ. ભાજપે અલ્પેશ ઠાકોર ને ટીકીટ આપી સામે કોંગ્રેસ માંથી રઘુ દેસાઈને ટીકીટ મળી. કોંગ્રેસ રઘુ દેસાઈને મેદાન એ જંગ માં ઉતારી ને સફળ થઈ અને અલ્પેશ ઠાકોર ને હાર નો સામનો કરવો પડ્યો હતો. મંત્રી બનવાની અતિ મહત્વાકાંક્ષાએ ધારાસભ્ય પદ પણ છીનવી લીધું.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

હવે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે અલ્પેશ ઠાકોર ફરી એક્ટિવ થઈ ગયા છે અને ફરી રાધનપુર બેઠક પર ચૂંટણી લડવાની મહેચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. ત્યારે હવે તેમની સામે જ વિરોધનો વંટોળ ઉભો થયો છે. એક રિપોર્ટ મુજબ રાધનપુર મતવિસ્તારમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ભાજપ ખેમાંમાં જ વિરોધ છે જે બાબતે સાંતલપુરના કોરડા ગામે ભારતીય જનતા પક્ષના આગેવાનોએ સંમેલન યોજયું હતું. સંમેલન માં સંકલ્પ કરવામાં આવ્યો હતો કે સૌથી પહેલાં ટીકીટ અને પ્રાથમિકતા લોકલ સ્થાનિક વ્યક્તિને ફાળવવામાં આવે. મતલબ સ્પષ્ટ છે કે આ વકજતે અલ્પેશ ઠાકોર સિવાય સ્થાનિક લોકલ નેતાને ટીકીટ આપવામા આવે. મતલબ ભાજપ માં અલ્પેશ ઠાકોર નો વિરોધ હોય તેવું દેખાઈ રહ્યું છે?

પેટા ચૂંટણી, સીઆર પાટીલ, પાટીલ, ભાજપ, મુખ્યમંત્રી રૂપાણી, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP, કોંગ્રેસ, ગુજરાત ભાજપ, સીઆર પાટીલ, CR Patil, BJP, Gujarat
ફોટો સોશિયલ મીડિયા

જણાવી દઈએ કે, કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોર ને તમામ પ્રકારની સત્તા આપવામાં આવી હતી તેમજ દરેક હોદ્દા પણ આપવામાં આવ્યા હતા. સ્ટાર પ્રચારક પણ બનાવવામાં આવ્યા હતા. છતાં પણ અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડીને ભાજપ માં જોડાઈ ગયા હતાં. આટલું જ નહીં મીડિયા સમક્ષ પણ કોંગ્રેસ વિશે અનેક ઉચ્ચારણો કર્યા હતા. અલ્પેશ ઠાકોર ની આવી હરકત ને પરિણામે રાધનપુરની જનતાએ પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર ને હાર આપીને સજા આપી. જોકે ભાજપ સંગઠન ને પણ અલ્પેશ ઠાકોર નો ઉગ્ર મિજાજ ગમતો ન હતો. હવે ફરી ચૂંટણી આવી રહી છે અને ફરી અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક માટે તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યાર તેમની સામે ઉગ્ર વિરોધ છે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે જે અલ્પેશ ઠાકોરની જે પહેલાં લોકપ્રિયતા હતી તે પાર્ટી બદલવાનો કારણે અને પેટા ચૂંટણીમાં તેમને મળેલી મોટી હાર બાદ ઓછી થઈ ગઈ છે અને લગભગ નામશેષ થઇ ગઈ છે. સામે રઘુ દેસાઈની જીત થતાં તેઓ કોંગ્રેસમાં અને રાધનપુરમાં એક મજબૂત નેતા થઈને ઉભરી આવ્યા છે. રઘુ દેસાઈ જ્યારથી જીત્યા ત્યારથી જ પોતાનામાટે વિસ્તારમાં એક્ટિવ છે ને હમણાંજ તેમણે રાધનપુર મતવિસ્તારના લોકલ પ્રશ્નો ને લઈને સરકાર સમક્ષ બાંયો ચડાઈ હતી. પોતાના મતવિસ્તાર સાંતલપુર, રાધનપુર વિધાનસભાના પ્રશ્નોને લઈ સાંતલપુર ખાતે ધરણા પ્રદર્શન કર્યા હતા. એટલે અલ્પેશ ઠાકોર માટે ફરી રાધનપુર લડવું અને જીતવું એ લોઢાના ચણા ચાવવા બરાબર છે.

રઘુ દેસાઈ
ફોટો: સોસીયલ મીડિયા

બીજી તરફ રાધનપુરના લોકલ સ્થાનિક આગેવાનો દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં અલ્પેશ ઠાકોરને ઉમેદવાર તરીકે મુકવાની હિલચાલનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો સાથે સાથે આ સંમેલન માં સુત્રોચાર પણ કરવામાં આવ્યા હતા કે, “જીતશે સ્થાનિક હારશે બહારનો” સ્થાનિક નેતાઓનો વિરોધ જોઈને પણ જો ભાજપ અલ્પેશ ઠાકોર ને રાધનપુરથી ટીકીટ આપે તો અલ્પેશ ઠાકોર ને ફરીથી હાર નો સામનો કરવો પડી શકે છે. ભાજપના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા યોજવામાં આવેલા આ સંમેલનમાં ત્રણેય તાલુકાના દરેક સમાજના આગેવાનોએ હાજરી પુરાઈ હતી.

રઘુ દેસાઈ
ફોટો: સોસીયલ મીડિયા

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!