GujaratPolitics

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કર્યો મોટો ખુલાસો! ગુજરાતનું રાજકારણ ગરમાયું!

હાલ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતને હવે વેઢે ગણાય એટલા દિવસ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ધમધોકાર પ્રચાર કરી રહ્યા છે. ભાજપ માટે ગુજરાત એક પ્રયોગશાળા સમાન છે. હવે ભાજપ દ્વારા એક મોટો પ્રયોગ કરવા માં આવ્યો હતો. જે સફળ થયો કે નહીં એ સમય બતાવશે. ભાજપ માટે કશું અઘરું નથી અને કશું અશક્ય નથી એ વાત જો આ પ્રયોગ સફળ થાય તો સ્પષ્ટ થઈ જશે. આમ તો ભાજપ અખતરા અને પ્રયોગ માટે જાણીતી છે. ભાજપે વિજય રૂપાણી સરકાર એક જ રાતમાં વિખેરી નાખી હતી અને તદ્દન નવું કેબિનેટ એ પણ નવા નિશાળિયાઓ ને હવાલે કરીનાખ્યું હતું.

સીએમ રૂપાણી
ફોટો સોશિયલ મીડિયા

હવે આ બાબતે એક વર્ષ બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ મગનું નામ મરી પડ્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક વર્ષ પહેલા મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું કે એક રાત પહેલા બીજેપી હાઈકમાન્ડે તેમનું રાજીનામું માંગ્યું અને બીજા દિવસે તેમણે રાજીનામું આપી દીધું. મુખ્યમંત્રી પદ છોડ્યાના એક વર્ષ બાદ આ અંગે ખુલાસો કરતા રૂપાણીએ કહ્યું કે ન તો તેમણે હાઈકમાન્ડને કારણ પૂછ્યું કે ન તો કોઈએ તેમને કારણ જણાવ્યું. વિજય રૂપાણીએ કહ્યું કે તેઓ પાર્ટીના સારા કાર્યકર છે અને હાઈકમાન્ડના આદેશથી રાજીનામું આપી દીધું હતું.

સુરત
ફોટો: સોસીયલ મીડિયા

એક સમાચાર પત્રને આપેલા ઈન્ટરવ્યુમાં રૂપાણીએ કહ્યું હતું કે, “હાઇકમાન્ડ દ્વારા મને આગલી રાત્રે રાજીનામું આપવા કહ્યું હતું અને બીજા દિવસે સવારે મેં રાજીનામું સુપરત કર્યું હતું.” વિજય રૂપાણીએ 11 સપ્ટેમ્બર, 2021ના રોજ મુખ્યમંત્રી પદ છોડ્યું હતું. વિજય રૂપાણીએ કહ્યું કે, મેં હાઈકમાન્ડને પૂછ્યું નથી કે મને આવું કેમ કરવાનું કહેવામાં આવી રહ્યું છે કે કોઈએ મને કારણ પણ જણાવ્યું નથી. જો કે, તેમણે કહ્યું કે, મને ખાતરી છે કે જો મેં કારણ પૂછ્યું હોત, તો મને કારણ જણાવવામાં આવ્યું હોત.

નીતિન પટેલ ,રૂપાણી સરકાર, પેટા ચૂંટણી, ખેડૂત, કોંગ્રેસ, મુખ્યમંત્રી રૂપાણી, ગુજરાત, ગુજરાત રાજ્યસભા, વિજય નેહરા, Vijay Nehra, AMC Commissioner,રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

વિજય રૂપાણી એ કહ્યું, “હું હંમેશા પાર્ટીનો શિસ્તબદ્ધ કાર્યકર રહ્યો છું. પાર્ટીએ મને જે કરવાનું કહ્યું છે તે મેં હંમેશા કર્યું છે. જ્યારે પાર્ટીએ મને મુખ્યમંત્રી બનાવ્યો ત્યારે હું મુખ્યમંત્રી બન્યો હતો. પછી પાર્ટીએ મને કહ્યું કે કોઈ અન્ય તમારી જગ્યા લઈ રહ્યા છે ત્યારે મેં ખુશીથી તેમને તેમ કરવાનું કહ્યું. એક સારા કાર્યકર તરીકે, હું ક્યારેય પાર્ટી લાઇનની વિરુદ્ધ ગયો નથી અને તેથી બીજા જ દિવસે મારું રાજીનામું આપી દીધું. અને મેં મારું રાજીનામું ઉદાસ ચહેરા સાથે નહીં પણ હસતાં ચહેરા સાથે સબમિટ કર્યું છે.”

ધમણ, ભાજપ સરકાર
ફોટો સોશિયલ મીડિયા

વિજય રૂપાણી ને મુખ્યમંત્રી પદેથી હટાવ્યાના બરાબર એક વર્ષ બાદ ભાજપે વિજય રૂપાણીને પંજાબના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ નવી કામગીરી સોંપણીને રાષ્ટ્રીય રાજકારણમાં તેમની પ્રગતિ તરીકે જુએ છે. તેમણે કહ્યું, “હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે પાર્ટીએ મને પહેલા શહેર સ્તરે, પછી પ્રદેશ સ્તરે કામ સોંપ્યું અને મેં તે મુજબ કામ કર્યું. મને રાજ્ય કક્ષાએ મહામંત્રી તરીકે ચાર વર્ષ સુધી જવાબદારી સોંપવામાં આવી અને અંતે મુખ્યમંત્રી તરીકે સેવા કરવાની તક મળી. હવે મને રાષ્ટ્રીય સ્તરે નવી જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય સ્તરે ટોચનું પદ મુખ્ય પ્રધાનનું છે. મેં રાજ્યના વડા તરીકે પણ સેવા આપી છે, તેથી સ્વાભાવિક છે કે મારી સેવાઓનો હવે રાષ્ટ્રીય સ્તરે ઉપયોગ થશે.

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત
ફોટો સોશિયલ મીડિયા

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!