GujaratIndiaPolitics

ગુજરાત માં ગરબા રમવા પહોંચેલા કેજરીવાલ સાથે થયું અઘટિત કૃત્ય! રાજકારણ ગરમાયું!

ગુજરાતમાં ગરબા કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ નો વિરોધ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. કેજરીવાલ જ્યારે જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે મફતની જાહેરાતો કરતા જાય છે. આ વખતે કેજરીવાલ ગુજરાતમાં ગરબા રમવા આવ્યા છે. નવરાત્રિ એ પ્રચાર માટે શ્રેષ્ઠ સમય છે એ જાણીને રાજકીય પાર્ટીના નેતાઓ ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

ભાજપના ચાણક્ય
ફોટો સોશિયલ મીડિયા

નવરાત્રી ઉત્સવમાં પ્રચાર કરવાનો સમય સારો છે એ જાણી ને કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે ગુજરાતમાં દિવસે ને દિવસે ગુજરાતમાં કેજરીવાલનો વિરોધ વધતો જઈ રહ્યો છે. કેજરીવાલ સાથે અઘટિત કૃત્ય થયું જે કોઈ પણ નેતા સાથે ના થવું જોઈએ. અમે આ કૃત્યની નિંદા કરીએ છીએ. થયું એવું કે કેજરીવાલ ગરબા પંડાલમાં હતા ત્યારે તેમની પર પાણીની બોટલ ફેંકવામાં આવી હતી. રાજકોટમાં ખોડલધામ ગરબામાં અરવિંદ કેજરીવાલ હાજર હતા ત્યારે કોઈએ તેમના પર પાણીની બોટલ ફેંકી હતી.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાતની ચૂંટણીઓ પહેલા, આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે શનિવારે (1 ઓક્ટોબર, 2022) ગાંધીધામ અને જૂનાગઢમાં જાહેર સભાઓને સંબોધી હતી.આ પ્રવાસમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન પણ એક ગરબા કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ પ્રસંગે ગરબા કાર્યક્રમમાં કોઈએ સીએમ કેજરીવાલ પર પાણીની બોટલ ફેંકી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અરવિંદ કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

જણાવવામાં આવી રહ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રાજકોટમાં ખોડલધામ ગરબા કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન કોઈએ AAP સંયોજક પર પ્લાસ્ટિકની બોટલ ફેંકી હતી. જો કે કેજરીવાલ પર બોટલ ફેંકનાર વ્યક્તિની ઓળખ થઈ શકી નથી. આ ઘટના ખોડલધામ મંદિરના ગરબા સ્થળે બની હતી જ્યારે આમ આદમી પાર્ટીના વડા ગઈકાલે રાત્રે તેમના પક્ષના કાર્યકરો સાથે વાત કરવામાં અને લોકોને શુભેચ્છા પાઠવવામાં વ્યસ્ત હતા. જો કે, બોટલ અરવિંદ કેજરીવાલ પર ગઈ પરંતુ તેમને કોઈ ઈજા થઈ ન હતી.

AAP ગુજરાતમાં બહુમતી સાથે સરકાર બનાવવાનો દાવો કરે છે: ગુજરાતમાં એક જાહેર સભાને સંબોધતા, CM કેજરીવાલે કહ્યું, “ગુજરાતના લોકો પાસે 27 વર્ષથી કોઈ વિકલ્પ નહોતો, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી એક વિકલ્પ છે અને હવે ગુજરાતમાં પરિવર્તન આવશે. ગુજરાતની જનતા 27 વર્ષથી ભાજપ ને સહન કરી રહી છે. હવે તેમનો અહંકાર તોડવાનો સમય આવી ગયો છે.”

ભાજપ અને કોંગ્રેસની ગુપ્ત બેઠકઃ કેજરીવાલે કહ્યું, ગુજરાતમાં જંગી બહુમતી સાથે AAPની સરકાર બનવા જઈ રહી છે. આ લોકો પાગલ થઈ ગયા છે. તેઓએ દરેક જગ્યાએ ગુંડાગીરી અને લોકોને ધમકાવવાનું શરૂ કર્યું છે. ભાજપ અને કોંગ્રેસની ગુપ્ત બેઠકો થઈ રહી છે કે ગમે તે થાય, AAPની સરકાર ન આવે. તેમણે કહ્યું કે જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો લૂંટ બંધ થશે અને તમામ પૈસા શાળાઓ અને હોસ્પિટલો બનાવવા માટે જશે.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી ત્યાં જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. અરવિંદ કેજરીવાલનો દાવો છે કે પંજાબ બાદ હવે ગુજરાતમાં પણ AAPની સરકાર બનશે. પાર્ટીના વડા રાજ્યના નિયમિત પ્રવાસ અને જાહેર સભાઓ યોજીને શાસક ભાજપને સખત લડત આપવાની વાત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!