ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય રંગ જામતો જાય છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતને સભાઓ રેલીઓથી ઘમરોળી રહ્યા છે. તેમજ દરેક પાર્ટીઓ માં આંતરિક રાજકારણ પણ ચરમસીમા પર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ પોતાનું નસીબ અજમાવવા જઈ રહી છે. ત્રણેય પાર્ટીઓ વચ્ચે દલ બદલની રાજનીતિ ચરમસીમા પર આવી ગઈ છે. સાથે જ પાર્ટીમાં આંતર વિગ્રહ પણ હવે ખુલીને સામે આવી રહ્યા છે તો ટિકટ માટે લોબીઇંગ અને ટીકીટ માટે પણ વિરિધ પ્રતિરોધ થઈ રહ્યા છે.
આવું જ કૈંક રાધનપુરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપ નેતા અલ્પેશ ઠાકોર સાથે થઈ રહ્યું છે. જણાવી દઈએ કે વર્ષ 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ માં જોડાયા હતા અને રાધનપુર બેઠક પરથી કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી પણ લડ્યા હતાં અને જીત્યા હતા. પરંતુ કોંગ્રેસ સાથે મનમેળ ના બેસતા અને મંત્રી બનવાની અતિ મહત્વાકાંક્ષા ના કારણે તેમણે કોંગ્રેસ છોડી હતી અને ભાજપમાં જોડાયા હતાં. પરંતુ પોતાની તાકાત ત્યારે ખબર પડી જ્યારે રાધનપુર બેઠક પર પેટાચૂંટણી થઈ. અંતે અલ્પેશ ઠાકોર કોંગ્રેસના રઘુ દેસાઈ સામે હાર્યા.
ચૂંટણી નજીક આવે એટલે નેતાઓને ચૂંટણી લડવાની ઈચ્છા મહેચ્છા જાગે એ સ્વાભાવિક છે આવુ જ કઈંક અલ્પેશ ઠાકોર સાથે થયું. મહિલા જાગૃતિ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવાના સંદર્ભ માં જણાવ્યું હતું કે, ‘મારે અહીંયાથી પરણવું છે, પરણાવવાની જવાબદારી તમારી છે. જાન રંગેચંગે જોડાય અને તમે મુરતિયાને પરણાવો એવી વિનંતી કરું છું. મારાથી ભૂલચૂક થઇ હોય ક્યાય મનદુઃખ થયું હોય તો તમામ આગેવાનો મને માફ કરજો.’ કહીને અલ્પેશ ઠાકોર દ્વારા પોતાની ભૂલોની માફીપાન જાહેરમાં માંગી લીધી અને કહી પણ દીધું કે આગામી ચૂંટણી લડવાનો છું.
અલ્પેશ ઠાકોરના આ નિવેદન બાદ ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા એક મહત્વનું રાજકીય નિવેદન આપવામાં આવ્યું હતું. પાટીલને અલ્પેશ ઠાકોએ ચૂંટણી લડશે કે કેમ એવો સવાલ પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, ‘અલ્પેશભાઈ અમારા સિનિયર આગેવાન છે, તેઓ ચૂંટણી લડે અને સીટ પર વિજયી થાય એવી શુભેચ્છાઓ આપીએ છીએ. દરેક પોત-પોતાના મત વિસ્તારમાં તૈયારીઓ કરતા હોય છે, અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે અને જીતશે એવો અમને વિશ્વાસ છે.’ આ ઉપરાંત તેમણે ટીકીટ બાબતે હાથ અધ્ધર કરી નાખ્યા હતાં અને કહ્યું હતું કે, ટિકિટ આપવાનો નિર્ણય હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવશે. આમ પાટીલ દ્વારા પળમાં હીરો તો પળમાં ઝીરો જેવું સટીક અને અસ્પષ્ટ નિવેદન આપ્યું હતું.
ભાજપ અધ્યક્ષના નિવેદન બાદ અલ્પેશ ઠાકોર દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે, “મેં રાધનપુરથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ પાર્ટીનો આદેશ શિરોમાન્ય રહેતો હોય છે. પાર્ટી ત્યાં અલ્પેશ ઠાકોરકે કોઈ પણ મારા સિવાય કોઈપણ ઉમેદવારને પસંદ કરે તો ભારતીય જનતા પાર્ટીના કમળને જીતાડવાની મારી જવાબદારી છે અમારી જવાબદારી છે મારા પાર્ટી પ્રમખે એ અંદાજ માં કહ્યું છે કે કોઈપણ ઉમેદવાર આવે તો કમળ જીતાડજો. એટલે મારી તો કોઈપણ ઉમેદવાર આવે એને શુભકામના છે મારી પણ શુભકામના છે કે રાધનપુરમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીનું કમળ જીતે. કોઈપણ ઉમેદવાર કમળ લઈને આવે અને એ જીતે એવી શુભકામના મેં પણ આપી છે એ અંદાજ માં એમણે શુભકામના આપી છે. હું મારા પ્રદેશ પ્રમુખ નો આભાર માનું છું.”
આ પણ વાંચો:
- પાટીલ નું અલ્પેશ ઠાકોર બાબતે રાજકીય નિવેદન! પળમાં હિરો પળમાં ઝીરો જેવું નિવેદન!
- સીઆર પાટીલે પાડ્યો મોટો ખેલ! પ્રધાનમંત્રીની ગુજરાત રેલી પહેલાં આપશે મોટી ગિફ્ટ! કોંગ્રેસ આપને મોટો ફટકો!
- રાજકારણના સૌથી મોટા સમાચાર! પરિવર્તનનો પવન ભાજપ માટે ગુજરાત વિધાનસભા બનાવશે અઘરી?
- સીઆર પાટીલે પાડ્યો મોટો ખેલ! પ્રધાનમંત્રીની ગુજરાત રેલી પહેલાં આપશે મોટી ગિફ્ટ! કોંગ્રેસ આપને મોટો ફટકો!
- સીઆર પાટીલે મુખ્યમંત્રી જાહેર કરી નાખ્યા! ગુજરાત વિધાનસભા ચૂંટણી માહોલ ગરમાયો!
- IB રિપોર્ટમાં મોટો દાવો? ભાજપ-કોંગ્રેસની બંધબારણે ખાનગી બેઠક? રાજકારણમાં ગરમાવો!
- ભાજપમાં ભંગાણ તો કોંગ્રેસમાં સંધાણ! ગુજરાત ના રાજકારણમાં સૌથી મોટું પરિવર્તન!