GujaratIndiaPolitics

ગુજરાત ભાજપ માં ભય નો માહોલ?? વિધાનસભા ચૂંટણી સમયે રાજકીય ગરમાવો!

ચૂંટણી કમિશન ગમે ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. ત્યારે ગુજરાત માં રાજકીય માહોલ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ધમધોકાર પ્રચાર પ્રસાર લારી રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાત માં પ્રથમ પાર્ટી છે જેણે 25% જેટલા ઉમેદવારો જાહેર કરી નાખ્યાં છે. સામે ભાજપ અને કોંગ્રેસ અવઢવમાં છે કે કોને ટીકીટ આપવી અને કોને નહીં. જે બાબતે પણ ટૂંક સમયમાં સ્પષ્ટતા થઈ જશે.

કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે થોડા ઉમેદવાર દિવાળી પહેલાં અને બાકીના દિવાળી બાદ જાહેર કરી દેવામાં આવશે ત્યારે ભાજપ તરફથી આ બાબતે કોઈ ક્રિયાપ્રતિક્રિયા આવી નથી. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત માં પ્રચાર નો ધમધમાટ બોલાવી રહ્યા છે અઠવાડિયામાં એકવાર ગુજરાતમાં આંટો મારવાની એમની એવરેજ થઈ ગઈ છે. અને દરેક મુલાકાતે નવી જાહેરાત અને નવા નેતાઓને પોતાની પાર્ટીમાં જોડી રહ્યા છે.

ચારે બાજુ આમ આદમી પાર્ટી ની ચર્ચાએ જોર પકડ્યું છે. કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી પણ ગુજરાતનો પ્રચાર કરી ચુક્યા છે અને ગુજરાત બાબતે કાર્યકરોના ઉત્સાહમાં વધારો કરી ચુક્યા છે. તો કેજરીવાલ દ્વારા સફળ રણનીતિકાર રાઘવ ચઢ્ઢાને ગુજરાતનું સુકાન સોંપવામાં આવ્યું છે. ગુજરાતમાં હવે ત્રિપંખીયો જંગ છે એ નક્કી દેખાઈ રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ના માત્ર કોંગ્રેસ પરંતુ ભાજપ પણ ફૂંકી ફૂંકીને પગ મૂકી રહ્યું છે.

ગુજરાત કોંગ્રેસ
ફોટો: સોશિયલ મીડિયા

કેજરીવાલ ભાજપ અને કોંગ્રેસ બંનેની દુઃખતી રગ દબાવી રહ્યા છે. સભા રેલીઓમાં એવી જાહેરાત કરે છે જે ભાજપ માટે માથાનો દુઃખાવા સમાન હોય. કેજરીવાલ ની દરેક જાહેરાતો લોકો વચ્ચે ધૂમ માચાઈ રહી છે પરંતુ જોવાનું એ રહ્યું કે એ જાહેરાતો કેજરીવાલ ને ફળે છે કે કેમ!? આ તમામ વચ્ચે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા એક ટ્વિટ કરીને સમગ્ર ગુજરાતમાં ચકચાર માચાઈ દેવામાં આવ્યો છે. ચારે બાજુ આ બાબતે રાજકીય ચર્ચાઓ જામી છે.

દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું છે જે ટ્વિટ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. તેમણે ટ્વિટ કરી કહ્યું કે, “ખબર છે કે ગુજરાતના દરેક જિલ્લામાં ભાજપ કેન્દ્રીય મંત્રી અથવા મુખ્યમંત્રીને જવાબદારી સોંપી રહી છે. બાપ રે! આટલો ડર ? આ ડર આમ આદમી પાર્ટીનો નથી. આ ડર ગુજરાતના લોકોનો છે જેઓ ભાજપથી ખૂબ નારાજ છે અને હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.”

દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના ટ્વિટ બાદ ચારે બાજુ આ બાબતે ચર્ચા જામી છે. ભાજપ શું સાચેમાં કેજરીવાલથી ડરી રહી છે કે પછી આ સ્ટ્રેટેજી ભાજપની રણનીતિનો જ એક ભાગ છે? સવાલો અને ચર્ચા ઘણી છે પરંતુ રાહ ચૂંટણી બાદ પરિણામની જોવાઇ રહી છે. હાલમાં તો આમ આદમી પાર્ટી ન્યૂઝ અને મીડિયા માં છવાયેલી જ છે પરંતુ લોકોના દિલમાં છવાશે કે કેમ એ ચૂંટણી બાદ પરિણામ પછી જ ખબર પડશે.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી હાલ ભાજપ અને કોંગ્રેસ કરતા આગળ છે. આમ આદમી પાર્ટી ગુજરાત ના પ્રમુખ ગોપાલ ઇટલીયા દ્વારા વધુ 12 જેટલા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અને એ પણ મહત્વની ગણવામાં આવતી બેઠકો પર. જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી દ્વારા આ ચોથી ઉમેદવારી યાદી જાહેર કરવામાં આવી છે. આ પહેલાં ત્રણ ઉમેદવારી યાદી જાહેર થઈ ચૂકી છે. જેમાં ટોટલ 29 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા.

આજ સુંધી ચારેય ઉમેદવારી યાદીઓ જોતા આમ આદમી પાર્ટી દ્વારા ટોટલ 41 ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં ગઈ કાલે જાહેર કરવામાં આવેલી મહત્વની બેઠકો માં અમિત શાહ જ્યાંથી લોકસભા સાંસદ છે તેની જ એક ભાગ સાણંદ વિધાનસભા બેઠક પણ શામેલ છે. આમ આદમી પાર્ટી દ્વારા કુલદીપસિંહ વાઘેલા ને સાણંદ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ભાજપના ચાણક્ય
ફોટો સોશિયલ મીડિયા

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!