GujaratPolitics

ભાજપ ને મોટો ઝટકો! મોદી શાહ પહેલા કેજરીવાલ ભગવત માન સાથે કરશે શક્તિ પ્રદર્શન!

ગુજરાત વિધાનસભા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ તૈયારીઓમાં લાગી ગયા છે. કોંગ્રેસમાં આંતરિક રાજકારણ ચરમસીમા પર છે, તો આમ આદમી પાર્ટી ગુજરાતના ખૂણે ખૂણે જબરદસ્ત પ્રચાર કરી રહી છે દિલ્લી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાતનો પ્રવાસ વારંવાર ખેડી રહ્યા છે. ત્યારે ભાજપ સાઇલેન્ટ કિલર તરીકે કામ કરી રહ્યું છે. કોંગ્રેસ અને આપ ને ખબર જ નથી કે ભાજપ શું કરી રહ્યું છે અને ભાજપ ની સ્ટ્રેટેજી શું છે! ભાજપ ને ખબર જ છે કે તેમના માટે ગુજરાત કેટલુ મહત્વનું છે.

ચૂંટણી કમિશન ગમે ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. ત્યારે ગુજરાતમાં રાજકીય માહોલ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ધમધોકાર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રથમ પાર્ટી છે જેણે 25% જેટલા ઉમેદવારો જાહેર કરી નાખ્યાં છે. સામે ભાજપ અને કોંગ્રેસ અવઢવમાં છે કે કોને ટીકીટ આપવી અને કોને નહીં. કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે થોડા ઉમેદવાર દિવાળી પહેલાં અને બાકીના દિવાળી બાદ જાહેર કરી દેવામાં આવશે ત્યારે ભાજપ તરફથી આ બાબતે કોઈ ક્રિયાપ્રતિક્રિયા આવી નથી.

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પ્રચાર નો ધમધમાટ બોલાવી રહ્યા છે અઠવાડિયામાં એકવાર ગુજરાતમાં આંટો મારવાની એમની એવરેજ થઈ ગઈ છે. અને દરેક મુલાકાતે નવી જાહેરાત અને નવા નેતાઓને પોતાની પાર્ટીમાં જોડી રહ્યા છે. ચારે બાજુ આમ આદમી પાર્ટી ની ચર્ચાએ જોર પકડ્યું છે. કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી પણ ગુજરાતનો પ્રચાર કરી ચુક્યા છે અને ગુજરાત બાબતે કાર્યકરોના ઉત્સાહમાં વધારો કરી ચુક્યા છે. તો કેજરીવાલ દ્વારા સફળ રણનીતિકાર રાઘવ ચઢ્ઢાને ગુજરાતનું સુકાન સોંપવામાં આવ્યું છે.

ભાજપ ને ઝટકો આપવા માટે મોદી ની રેલી પહેલાં કેજરીવાલે પોતાની રેલી સભા યોજી દીધી છે. કેજરીવાલ આગામી 8 અને 9 ઓક્ટોબરના રોજ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાથે જંગી જનસભાને સંબોધન કરશે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત ના મુખ્ય 4 સ્થળે એટલે કે વડોદરા, દાહોદ, વલસાડ, બારડોલી જનસભાને સંબોધશે. આ પહેલાં 1 અને 2 એકટોબરના રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવત માન બંને ગુજરાતની મુલાકાતર હતાં. હવે ફરીથી શક્તિ પ્રદર્શન માટે ગુજરાત આવી રહ્યા છે.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

પ્રધાનમંત્રી મોદી પણ ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યા છે. અરવિંદ કેજરીવાલના પ્રવાસ બાદ પ્રધાનમંત્રી મોદી પણ ગુજરાત મુલાકાતે આવશે અને સભા સંબોધિત કરશે. આજ મહિનાની આગામી 9થી 11 ઓક્ટોબર સુધી પ્રધાનમંત્રી મોદી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં સભા સંબોધિત કરશે. 9 આેક્ટોબરના રોજ બહુચરાજીના દેલવાડામાં જનસભાને સંબોધન કરશે ત્યારબાદ 10 આેક્ટોબરના રોજ આણંદમાં જાહેર સભાને સંબોધન કરશે અને એ જ દીવસે જામનગરના જામકંડોળાની જનતાને પણ સંબોધન કરશે. ત્યારબાદ એટલે કે આગામી 11 આેક્ટોબરના રોજ અમદાવાદની મુલાકાત આવશે અને કિડની હોસ્પિટલ, કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની સી બિલ્ડિંગનું લોકાર્પણ અને રેઈન બસેરાનું ખાતમૂર્હુત કરશે.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!