ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું કે કેજરીવાલ ગુજરાતના લોકોને ‘કંસ’ કહે છે અને તેમની પાસે વોટ માંગે છે, તેમના જેવો જુઠ્ઠો માણસ જોયો નથી. તેમણે કહ્યું, “અમે અરવિંદ કેજરીવાલ જેવો જુઠ્ઠો ક્યારેય જોયો નથી. સીએમ હોવા છતાં તેઓ જુઠ્ઠાણા ફેલાવે છે. તેમણે ગુજરાતના લોકોને ‘કંસ’ કહ્યા અને પછી તેમની પાસે વોટ માંગ્યા. તેઓએ બોલતા પહેલા વિચારવું જોઈએ.” શનિવારે રેલીમાં પોતાના નિવેદનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, મારો જન્મ કૃષ્ણ જન્માષ્ટમી પર થયો હતો અને ભગવાને મને કંસના વંશજો, ભ્રષ્ટાચારી અને ગુંડાઓને ખતમ કરવા માટે એક ખાસ કામ સાથે મોકલ્યો છે. ભગવાને આપેલું આ કાર્ય આપણે સૌ પૂર્ણ કરીશું. પાટીલ કેજરીવાલની લડાઈ વચ્ચે હવે ગૃહમંત્રી હર્ષ સંઘવી મેદાને આવી ગયા છે.
અરવિંદ કેજરીવાલની આ રેલી પહેલા ભાજપના સમર્થકોએ તેમના પોસ્ટર અને બેનરો ફાડી નાખ્યા હતા. આટલું જ નહીં, ઘણી જગ્યાએ રસ્તાઓ પર કેજરીવાલના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેમાં તેમને ટોપી સાથે મુસ્લિમ વેશમાં બતાવવામાં આવ્યા હતા. વાસ્તવમાં આ લોકો દિલ્હી સરકારમાં મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના હિંદુ વિરોધી નિવેદનનો વિરોધ કરી રહ્યા હતા. રાજેન્દ્ર પાલ ગૌતમ આ દિવસોમાં વિવાદોમાં ફસાયેલા છે, તેમના પર હિન્દુ દેવી-દેવતાઓના અપમાનનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ બાબતે સમગ્ર ગુજરાતમાં પણ વિરોધ થયો હતો અને તેમના વિરોધના પોસ્ટર પણ ગુજરાતમાં લગાવવામાં આવ્યા હતાં.
દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલના નિવેદન પર ગુસ્સેભરાયેલા ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું હતું કે જે રીતે કેજરીવાલ એકદમ જુઠ્ઠાણું બોલી રહ્યા છે એટલે એમના વિષે કંઇ પણ કહેવું મુશ્કેલ છે. કેજરીવાલે કહ્યું હતું કે તેમનો જન્મ 16 ઓગસ્ટ 1968ના રોજ જન્માષ્ટમીના દિવસે થયો હતો. પરંતુ જન્માષ્ટમી તો 15 ઓગસ્ટ 1968ના રોજ હતી. તો આ બાબતે તેમને ખોટુ બોલવીની શું જરૂર પડી તે સમજવું મુશ્કેલ છે. એક તો ગુજરાતીઓને કંસ કહેવા અને તેમની જ પાસેથી વોટ માંગવા! આવું માત્ર ગુજરાતમાં જ બની શકે બીજા કોઈ રાજ્યમાં આવું કર્યું હોત તો કોઈ ઘુસવા પણ ના દે.
હવે આ વિવાદમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ની એન્ટ્રી થઈ છે.હર્ષ સંઘવી પણ આ લડાઈ માં કૂદી પડ્યા છે અને કેજરીવાલ સામે મોર્ચો સંભાળ્યો છે. હર્ષ સંઘવી ની એન્ટ્રીથી રાજકીય વાતાવરણ એકદમ બાદલાઈ ગયું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી એ કહ્યું કે, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો જન્મ દરેક ચૂંટણીમાં બદલાઈ જતો હોય છે. જેમાં કોઈ નવાઈની વાત નથી. દરેક રાજ્યોની ચૂંટણીમાં કેજરીવાલની વાત અલગ અલગ હોય છે જેમકે ઉત્તરપ્રદેશની ચુંટણીમાં તેમની વાત અલગ હોય છે તો ઉતરાખંડ, દિલ્હી, પંજાબની ચૂંટણીમાં તેમની વાતો બદલાઇ જાય છે. એ બાબત દરેક વ્યક્તિ જાણે જ છે અને ગુજરાતની જનતા કેજરીવાલને સારી રીતે ઓળખી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્લી સરકારમાં મંત્રી હતા જેમના કારણે વિવાદ થયો હતો તે મંત્રી એ રાજીનામુ આપી દીધું છે સાથે સાથે દિલ્લીમાં આ વિવાદનો અંત આવી ગયો છે પરંતુ ગુજરાતમાં આ વિવાદ વધારેને વધારે વકરતો જઈ રહ્યો છે જેનું એકમાત્ર કારણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે. આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ પોતાનું નસીબ અજમાવવા જઇ રહી છે જેના કારણે ગુજરાતમાં હાલ તો ત્રિપંખીયો જંગ દેખાઈ રહ્યો છે. હાલ દરેક રાજકિય પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે કારણ કે ગમે ત્યારે ચૂંટણી બાબતે જાહેરાત થઈ શકે છે.
આ પણ વાંચો:
- ગોપાલ ઇટાલિયા સામે ભાજપ નોંધાવશે ફરિયાદ! ગુજરાતના રાજકારણમાં ભૂકંપના એંધાણ!
- ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ રસ્તાનું સમારકામ થાય છે: ભાવનગર યુવરાજ રાજકીય ગરમાવો!
- મોટો ખુલાસો! તાંત્રિકની સલાહ પર નામ બદલ્યું, સચિવાલય જવાનું પણ બંધ કર્યું: નિર્મલા સીતારામન
- અમિત શાહ નો ચોંકાવનારો ખુલાસો! કહ્યું મુખ્યમંત્રીએ મને ખૂબ માર્યો હતો!
- વિજય રૂપાણી ભરાયા ગુસ્સે! મોકો મળતાં જ ઝાટકી નાખ્યા! ગુજરાતમાં રાજકીય ઘમાસાણ!
- મોદી શાહ ના ગઢમાં મોટું ગાબડું! જેવું કોંગ્રેસ સાથે કર્યું એવું જ ભાજપ સાથે થયું!
- ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ માં મોટું ભંગાણ! કોંગ્રેસને ફાયદો!
- ભાજપ ને મોટો ઝટકો! મોદી શાહ પહેલા કેજરીવાલ ભગવત માન સાથે કરશે શક્તિ પ્રદર્શન!
- ગુજરાત ભાજપ માં ભય નો માહોલ?? વિધાનસભા ચૂંટણી સમયે રાજકીય ગરમાવો!
- કોંગ્રેસના પૂર્વ નેતાએ જ હર્ષદ રિબડીયા નું ઓપરેશન કર્યું અને કમલમ પહોંચાડ્યા!?
- ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના અસ્પષ્ટ નિવેદન બાદ અલ્પેશ ઠાકોર નું વળતું મોટું નિવેદન!
- પાટીલ નું અલ્પેશ ઠાકોર બાબતે રાજકીય નિવેદન! પળમાં હિરો પળમાં ઝીરો જેવું નિવેદન!
- સીઆર પાટીલે પાડ્યો મોટો ખેલ! પ્રધાનમંત્રીની ગુજરાત રેલી પહેલાં આપશે મોટી ગિફ્ટ! કોંગ્રેસ આપને મોટો ફટકો!
- રાજકારણના સૌથી મોટા સમાચાર! પરિવર્તનનો પવન ભાજપ માટે ગુજરાત વિધાનસભા બનાવશે અઘરી?
- સીઆર પાટીલે પાડ્યો મોટો ખેલ! પ્રધાનમંત્રીની ગુજરાત રેલી પહેલાં આપશે મોટી ગિફ્ટ! કોંગ્રેસ આપને મોટો ફટકો!
- સીઆર પાટીલે મુખ્યમંત્રી જાહેર કરી નાખ્યા! ગુજરાત વિધાનસભા ચૂંટણી માહોલ ગરમાયો!
- IB રિપોર્ટમાં મોટો દાવો? ભાજપ-કોંગ્રેસની બંધબારણે ખાનગી બેઠક? રાજકારણમાં ગરમાવો!
- ભાજપમાં ભંગાણ તો કોંગ્રેસમાં સંધાણ! ગુજરાત ના રાજકારણમાં સૌથી મોટું પરિવર્તન!