GujaratPolitics

ગોપાલ ઇટાલીયા બાબતે સૌરાષ્ટ્ર પહોંચેલા રાઘવ ચઢ્ઢા એ બળતામાં ઘી હોમ્યુ!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આ દિવસોમાં રાજકીય પક્ષો ખૂબ જ સક્રિય છે. દિલ્હી અને પંજાબ બાદ હવે આમ આદમી પાર્ટીનું ફોકસ ગુજરાત પર છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ફરી કબજે કરવાની કમાન સંભાળી લીધી છે. તેઓ એક પછી એક ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન રાજકીય પક્ષો તેમની રેલીઓ અને જાહેર સભાઓમાં એકબીજા વિશે નિવેદનબાજી કરી રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ ગઈ છે અને ગુજરાતની કમાન ખુદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનએ ઉપાડી લીધી છે. ગુજરાતમાં આ વખતે ત્રિપંખીયો જંગ છે એમ શંકાને કોઈ સ્થાન નથી.

ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણીઓ જાહેર થઈ શકે છેએ જોતા ત્રણેય પાર્ટીઓ જબરદસ્ત પ્રચાર કરી રહી છે. આ દરમિયાન AAPના રાજ્ય એકમના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ પ્રચાર પ્રસાર કરતાં કરતાં જીભ પર કાબુ ગુમાવ્યો હતો અને પ્રધાનમંત્રી મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. ગોપાલ ઈટાલિયાના આ નિવેદન પર ભાજપ હવે AAP પર પ્રહાર કરી રહી છે. ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાના આ નિવેદનોથી ભાજપ આક્રમક બની ગયું છે અને તેની સખત નિંદા કરી રહ્યું છે. ભાજપે પણ આ મામલે એફઆઈઆર નોંધવાની વાત કરી છે. ભાજપ આ બાબતે હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે. ત્યારે રાઘવ ચઢ્ઢા એ બળતામાં ઘી હોમ્યુ છે.

ગોપાલ ઇટાલિયાના નિવેદનને ભાજપે ગુજરાતની અસ્મિતા સાથે જોડીને આમ આદમી પાર્ટીને ઘેરી લીધી છે. પહેલાં દિલ્લી સરકારમાં મંત્રીના નિવેદન પર આમ આદમી ઓરતી સહિત કેજરીવાલને જબરદસ્ત ઘેરી હતી અને હવે ભાજપ ને આમ આદમી પાર્ટી સામે અન્ય એક મુદ્દો મળી ગયો છે. ભાજપ દ્વારા આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાના નિવેદનને રાજકીય રંગ આપુને ગુજરાતની અસ્મિતા સાથે જોડીને આમ આદમી ઓરતીને ઘેરવાના પ્રયત્ન કરી રહ્યું છે. તેમજ ગોપાલ ઇટાલિયા સામે આ બાબતે ફરિયાદ કરવાનું પણ વિચારી રહ્યું છે.

રાઘવ ચઢ્ઢા એ બળતાંમાં ઘી હોમ્યુ!

હવે આ બાબતે રાઘવ ચઢ્ઢા મેદાને આવ્યા છે અને વિવાદનો મધપૂડો છેડી દીધો છે. રાઘવ ચઢ્ઢા એ કહ્યું કે, જો ગોપાલ ઈટાલિયા દોષી હોય તો એમને કડક માં કડક સજા થવી જોઈએ. ગુજરાતમાં ભાજપ AAPથી ડરી ગઈ છે એટલે ગોપાલ ઇટાલિયાના જુના વીડિયો વાઈરલ કરીને હેરાન કરવાની રાજનીતિ રમી રહી છે. ગોપાલ ઇટાલિયા પાટીદાર સમાજ માંથી આવે છે અને આજથી બે વર્ષ પહેલાં પાટીદાર સમાજ દ્વારા મોટું આંદોલન કરવામાં આવ્યું હતું જે બાબતે પાટીદાર સમાજ માંથી આવતાં ગોપાલ ઇટાલિયાની હેરાનગતિ કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે, રાઘવ ચઢ્ઢા હાલમાં સૌરાષ્ટ્ર ના પ્રવાસે છે. સૌરાષ્ટ્ર પહોંચેલા રાઘવ ચઢ્ઢા એ નિવેદન આપીને ફરીથી વિવાદ નો મધપૂડો છેડી દીધો છે. રાઘવ ચઢ્ઢા એ પંજાબમાં સફળતા પૂર્વક પાર્ટીને સત્તાના સોપાન સર કરાવ્યા છે. અને તેમને જ ગુજરાતની કમાન સોંપવામાં આવી છે રાઘવ ચઢ્ઢા કુશળ રણનીતિકાર છે અને તેઓ રાજકીય આટીઘૂંટી ને સારી રીતે જાણે છે એ તેમના ગોપાલ ઇટાલિયા બાબતે આપવામાં આવેલા નિવેદન પરથી જાણી શકાય છે. રાઘવ ચઢ્ઢા એ ભાજપ પર પ્રહાર કરીને ભાજપ ના 27 વર્ષનો હિસાબ માંગ્યો હતો.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!