GujaratIndiaPolitics

કેજરીવાલ ને ગુજરાતમાં રોકવા ભાજપનું મોટું ઓપરેશન! દિલ્લીમાં નેતાઓને સોંપ્યું મોટું કામ!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આ દિવસોમાં રાજકીય પક્ષો ખૂબ જ સક્રિય છે. દિલ્હી અને પંજાબ બાદ હવે આમ આદમી પાર્ટીનું ફોકસ ગુજરાત પર છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ફરી કબજે કરવાની કમાન સંભાળી લીધી છે. તેઓ એક પછી એક ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન રાજકીય પક્ષો તેમની રેલીઓ અને જાહેર સભાઓમાં એકબીજા વિશે નિવેદનબાજી કરી રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ ગઈ છે અને ગુજરાતની કમાન ખુદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનએ ઉપાડી લીધી છે. ગુજરાતમાં આ વખતે ત્રિપંખીયો જંગ છે એમ શંકાને કોઈ સ્થાન નથી.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ ને બેઅસર કરવા માટે ભાજપે તેના દિલ્હીના નેતાઓને એક મોટું કામ સોંપ્યું છે. તેમને AAPના દિલ્હી મોડલથી છુટકારો મેળવવા માટે જમીન પર કામ કરવાની સૂચના આપવામાં આવી છે. કેજરીવાલ જે બાબતો વિશે ગુજરાત અને અન્ય સ્થળોએ પોતાની અને પોતાની સરકારની પીઠ થપથપાવતા થાકતા નથી, તેની સામે તેમણે વાસ્તવિક રીતે કરેલા કામોના વીડિયો ને ગુજરાતની જનતા સુધી તેમની અસલી વાસ્તવિકતા પહોંચાડવામાં આવે. કેજરીવાલ જ્યાં ને ત્યાં જેજે જાહેરાતો કરે છે તે તમામ પર ભાજપે પોતાની આંખો અને કાન સળવા રાખ્યા છે અને તેમુજબના કામો કેજરીવાલ પોતાના રાજ્યોમાં કરે છે નહીં તેની વાસ્તવિકતા ગુજરાતમાં લોકોને બતાવી કેજરીવાલની અસલિયત ઉજાગર કરવાનું કામ ભાજપે પોતાના દિલ્લીના નેતાઓને સોંપ્યું છે.

એક ખ્યાતનામ સમાચારપત્ર અનુસાર, વીડિયો બનાવવા માટે ભાજપે પ્રોફેશનલ્સને હાયર કરવામાં આવ્યા છે. તેમને જવાબદારી સોંપવામાં આવી છે કે શિક્ષણ અને આરોગ્યના જે મોડેલના આધારે કેજરીવાલ દિલ્હીની બહાર પગ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેની વાસ્તવિકતા ગુજરાતની જનતા સમક્ષ આવે. જૂનમાં ગુજરાત ભાજપના 17 સભ્યોની ટીમે દિલ્હીની મુલાકાત લીધી હતી. ટીમ શાળાઓ અને હોસ્પિટલોના સર્વે માટે આવી હતી. તે દરમિયાન વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. ટીમમાં સામેલ વડોદરાના મેયર રહી ચૂકેલા જ્યોતિ પંડ્યાનું કહેવું છે કે આ વીડિયોનો ગુજરાતની ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે દિલ્હીની વાસ્તવિકતા ગુજરાતના લોકો સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી છે. ભાજપ માત્ર વીડિયો બનાવવા સુધી જ સીમિત નથી. દિલ્હીના નેતાઓને ગુજરાતમાં પ્રચાર માટે મોકલવામાં આવી રહ્યા છે. રાજેન્દ્ર પાલ ગૌતમનો મામલો સામે આવ્યા બાદ કપિલ મિશ્રા તરત જ ગુજરાત પહોંચી ગયા હતા. તેમણે સમગ્ર મામલો વડોદરામાં જનતા સમક્ષ મૂક્યો હતો. જોકે ગૌતમે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે, પરંતુ ભાજપ આ મામલાને અહીં દફનાવી દેવાના મૂડમાં નથી. તે ગુજરાતની ચૂંટણી દરમિયાન આ મુદ્દાને ઉગ્રતાથી ઉઠાવવાનો પ્રયાસ કરશે.

ભાજપના ચાણક્ય
ફોટો સોશિયલ મીડિયા

ભાજપે ગુજરાતમાં કેજરીવાલ ને ઘેરવા માટે બીજી વ્યૂહરચના પર પણ કામ શરૂ કરી દીધું છે. કોર્પોરેશનની ચૂંટણી ડિસેમ્બરમાં થવી જોઈએ તેવી ચર્ચા છે. આવી સ્થિતિમાં, આ આપ માટે એક મોટો ઝટકો હશે. પાર્ટી માટે બે મોરચે લડવું એટલું સરળ નહીં હોય. AAP નેતા કહે છે કે તેમની પાસે મર્યાદિત સંસાધનો છે. જો તે બંને જગ્યાએ અટવાઈ જશે તો તે મુશ્કેલ બનશે.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!