GujaratIndiaPolitics

આમ આદમી પાર્ટી ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સામે હવે સ્મૃતિ ઈરાની આવ્યા મેદાને!

રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલિયાના એક વીડિયોમાં પીએમને અપશબ્દો બોલવા બદલ નોટિસ ફટકારી હતી. આનો જવાબ આપવા આવેલા ગોપાલ ઈટાલિયાએ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષની ઓફિસ બહાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને ત્રણ કલાક બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. આ વિવાદ માં હવે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ કૂદી પડ્યા છે. તેમણે ગોપાલ ઇટાલિયા ને ગટર જેવુ મોઢુ પણ કહી દીધું. સ્મૃતિ ઈરાની ના શબ્દો પરથી જાણી શકાય કે તેઓ કેટલા ગુસ્સામાં છે. સ્મૃતિ ઈરાની એ પ્રધાનમંત્રી મોદી અને તેમની વૃદ્ધ માતા ને લઈને આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવતાં રાજકારણ ને હલકી કક્ષાની માનસિકતા બતાવી છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની એ ગુજરાત આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા પર આકરા પ્રહારો કર્યા છે. પીએમ નરેન્દ્ર મોદી અને તેમની માતા હીરાબેન મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ઈરાનીએ ઈટાલિયાને ગટર મોં ગણાવ્યું છે. ગોપાલ ઈટાલિયાને આજે જામીન મળ્યા છે. એક વીડિયો શેર કરતી વખતે સ્મૃતિ ઈરાની એ ગોપાલ ઈટાલિયા પર જોરદાર નિશાન સાધ્યું હતું. કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્મૃતિ ઈરાની એ પ્રધાનમંત્રી મોદી અને તેમના 100 વર્ષીય વૃદ્ધ માતા ને લઈને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને ખાસ કરીને આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવતાં રાજકારણ ને હલકી કક્ષાની માનસિકતા બતાવી છે.

સ્મૃતિએ ટ્વીટ કર્યું- ‘અરવિંદ કેજરીવાલ તમારા આશીર્વાદથી ગટર જેવા મોઢા વાળા ગોપાલ ઇટાલિયા એ પ્રધાનમંત્રી મોદીની માતા હીરા બા માટે અપશબ્દો બોલ્યા. હું કોઈ નારાજગી વ્યક્ત કરતી નથી પરંતુ હું એ બતાવવા માંગુ છું કે ગુજરાતીઓ કેટલા ગુસ્સામાં છે.પરંતુ તમે જાણીલો કે જનતાએ તમને જોયા છે. ગુજરાતની ચૂંટણીમાં તમારી પાર્ટીનો નાશ થશે. ગોપાલ ઈટાલિયાના વીડિયોને રિટ્વીટ કરતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે હીરાબા માતા શક્તિનું સ્વરૂપ છે. કેજરીવાલના ખાસ ગોપાલ ઈટાલિયાએ 100 વર્ષીય હીરાબાને નફરતની રાજનીતિમાં ખેંચી લીધા. ગુજરાત જેવા સંસ્કારી સમાજમાં તમારી અને તમારી વિકૃત માનસિકતા માટે કોઈ સ્થાન નથી. ગુજરાતના નામે માતૃશક્તિનું આવું અપમાન ગુજરાતીઓ પોતાના વોટથી કરશે.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

એક અઠવાડિયામાં ભાજપે ઈટાલીયાનો ત્રીજો વીડિયો જાહેર કરીને પ્રહારો કર્યા છે. પહેલા વીડિયોમાં ગોપાલે પીએમ મોદીને ગાળો આપવા સિવાય ઘણી વિવાદાસ્પદ વાતો કહી હતી. બીજા વિડિયોમાં, ઇટાલિયાએ મહિલાઓને ત્યાં ન જવાની સલાહ આપી હતી, અને મંદિર અને વાર્તાઓને શોષણની ગુફા તરીકે વર્ણવી હતી. અગાઉ, NCW ઓફિસ પહોંચ્યાના એક કલાક પછી, ગોપાલે ટ્વીટ કર્યું – કમિશનના વડા મને જેલમાં ધકેલી દેવાની ધમકી આપી રહ્યા છે. મોદી સરકાર પટેલ સમાજને આનાથી વધુ શું આપી શકે. ભાજપ પાટીદાર સમાજને નફરત કરે છે. હું સરદાર પટેલનો વંશજ છું. હું તમારી જેલથી ડરતો નથી. મને જેલમાં નાખો.પોલીસ પણ બોલાવી છે. મારી સાથે દાદાગીરી કરવામાં આવી રહી છે.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

જણાવી દઈએ કે, ધરપકડ પહેલાં ગોપાલ ઇટાલિયા દ્વાર ટ્વિટ કરવામાં આવી હતી જે સૂચક છે. ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરી હતી કે, મહિલા આયોગના ચીફ મને જેલમાં નાંખવાની ધમકી આપી રહ્યાં છે. મોદી સરકાર પટેલ સમાજને જેલ સિવાય બીજુ શું આપી શકે છે. બીજેપીને પાટીદાર સમાજથી નફરત છે. હું સરદાર પટેલનો વંશજ છું. તમારી જેલથી નથી ડરતો. નાંખી દો મને જેલમાં. તેઓએ પોલીસ બોલાવી છે, મને ધમકાવી રહ્યાં છે. ગોપાલ ઇટાલિયાની ટ્વિટ બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પણ ટ્વીટનો જવાબ આપવામાં આવ્યો હતો જેમાં તેમણે લખ્યું કે, આખુ બીજેપી ગોપાલ ઈટાલિયાની પાછળ કેમ પડ્યું છે.જો કે ત્રણ કલાક બાદ તેમનેછોડી મુકવામાં આવ્યા હતા.

ભાજપના ચાણક્ય
ફોટો સોશિયલ મીડિયા

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!