ગુજરાતની ચૂંટણીને હવે થોડા જ દિવસો રહ્યા છે.હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જાહેરનામું બહાર પડી ગયું છે.ગુજરાતમાં થોડા ક જ દિવસ માં ચૂંટણી જાહેરનામું બહાર પાડી શકે છે. આમ ગુજરાત અને હિમાચલ પ્રદેશ માં એક સાથે જ ચૂંટણી યોજાય છે એટલે નક્કી જ છે કે હિમાચલ સાથે જ ચૂંટણી યોજાશે અને બન્ને રાજ્યોની મત ગણતરી એક જ દિવસે એટલે કે 8 ડિસેમ્બર ના રોજ યોજાશે જેનો સીધો મતલબ એ છે કે આગામી 8 ડિસેમ્બરે નક્કી થઈ જશે કે ગુજરાતમાં કોણ સરકાર બનવશે. હાલ જે ઓપિનિયન પોલ બહાર આવી રહ્યા છે જેમાં ભાજપ ને સત્તા કબ્જે કરતાં ફરી બતાવાઈ રહી છે તો કોંગ્રેસ અને કેજરીવાલ ની આપ માં જબરદસ્ત ફાઈટ છે. પરંતુ કેટલીક વાર ઓપિનિયન પોલ પણ ખોટા સાબિત થાય છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે ગુજરાતના ભાવનગરમાં એક જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની સત્તારૂઢ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જનસભાને સંબોધતા કહ્યું કે, “ભાજપના લોકો કહે છે કે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર હોવી જોઈએ. કેજરીવાલે કહ્યું કે આ વખતે ગુજરાતને ડબલ એન્જિનની સરકાર નહીં, પણ નવું એન્જિન જોઈએ છે. તેમણે કહ્યું કે આ ડબલ એન્જિન 40-50 વર્ષ જૂના છે. આ વખતે નવી પાર્ટી, નવા ચહેરા, નવા વિચારો, નવી ઉર્જા અને નવી સવાર હશે. તેમણે કહ્યું કે એકવાર નવી પાર્ટીને અજમાવી જુઓ. શું જાય છે?”
કેજરીવાલે કહ્યું કે હું ગુજરાતની જનતા પાસેથી માત્ર એક તક માંગવા આવ્યો છું. તમે લોકોએ આ લોકોને (વિરોધી પક્ષોને) 70 વર્ષ આપ્યા છે. કેજરીવાલને એક તક આપો અને જુઓ. જો હું કામ નહીં કરું તો હું તમારી પાસે વોટ માંગવા નહીં આવું. હું તમારા પ્રેમ અને વિશ્વાસને તૂટવા નહીં દઉં એવી મારી ગેરંટી છે. દિલ્હીના સીએમએ કહ્યું કે સમગ્ર ગુજરાતનો સમય બદલવામાં આવી રહ્યો છે. પરિવર્તનનું વાવાઝોડું અત્યારે ફૂંકાઈ રહ્યું છે. 27 વર્ષથી લોકો થાકી ગયા છે. દરેક વ્યક્તિ પરિવર્તન ઈચ્છે છે. કેજરીવાલે કહ્યું કે હું તમારા માટે સારા સમાચાર લઈને આવ્યો છું. આઈબીનો રિપોર્ટ આવ્યો છે. અહેવાલ છે કે ગુજરાતમાં આમ આદમીની સરકાર બની રહી છે, પરંતુ આ જીત ધાર પર છે. અત્યારે 92-93 સીટો આવી રહી છે, 150 સીટો આવવી જોઈએ.
કેજરીવાલ ની જાહેરાત!
કેજરીવાલ દ્વારા ભાવનગર માં એક જનસભા ને સંબોધિત કરવાં આવી હતી ત્યાં કેજરીવાલ દ્વારા મોટી કહેરાત કરવામાં આવી હતી જે બાદ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો. કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, “છેલ્લા 27 વર્ષમાં ગુજરાતમાં પાટીદાર આંદોલન, કિસાન આંદોલન, માલધારી આંદોલન, આદિવાસી આંદોલન, કર્મચારી આંદોલન સહિત અનેક આંદોલનો થયા છે. આંદોલન સાથે સંકળાયેલા લોકો સામે ખોટા કેસ દાખલ કર્યા છે. અમે અમારી સરકાર બન્યાના 15 દિવસમાં તમામ કેસ પાછા ખેંચી લઈશું.” વધુમાં તેમણે કહ્યું કે, હું તમને 30,000 કરોડનું પેકેજ ન આપી શકું, પરંતુ હું તમારા પરિવારને દર મહિને 30,000 રૂપિયાનો લાભ આપીશ. મતગણતરી 8 ડિસેમ્બરે થશે, 15 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીની સરકાર બનશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હવે ગમે ત્યારે ચૂંટણી લક્ષી જાહેરનામું બહાર પડી શકે છે. ચૂંટણી જાહેરનામું બહાર પડતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ જશે. જે જોતાં ત્રણેય પાર્ટીઓ પુરી તાકાત ઝોકી રહી છે. ત્રણેય પાર્ટીઓ આચારસંહિતા લાગુ થાય એ પહેલાં મોટી મોટી સભાઓ, રેલીઓ અને જાહેરાતો કરવામાં લાગી ગયા છે. જેમાં ભાજપ તો હાલમાં સત્તા માં છે એટલે છેક સુંધી સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યક્રમો સરકારી ખર્ચે પરકચર પ્રસાર તેમજ ગરીબ કલ્યાણ મેળાઓ વગેરે કરવામાં જબરદસ્ત વ્યસ્ત છે. તો કોંગ્રેસ પણ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ઝોન મુજબ યાત્રાઓ કાઢી રહી છે. એટલે કહી શકાય કે ગુજરાતમાં ચૂંટણીલક્ષી માહોલ બરાબર નો જામ્યો છે.
આ પણ વાંચો:
- અરવિંદ કેજરીવાલ ની જબરદસ્ત જાહેરાત! મોદી શાહના ગઢમાં પાડશે ગાબડું!
- ગુજરાત માં કોંગ્રેસની બેઠકો પર UP, MPના નેતાઓ કરશે આ કામ! ભાજપનો જબરદસ્ત પ્લાન!
- ગુજરાતમાં AAP કોંગ્રેસને પછાડશે! ભાજપ ને મોટું નુકશાન! નવા સર્વેમાં કેજરીવાલને મોટો ફાયદો!
- ભારત જોડો યાત્રા ને અભૂતપૂર્વ પ્રતિસાદથી ભાજપમાં ચિંતાના વાદળો! મોદી શાહ બદલશે રણનીતિ
- કોંગ્રેસ ગુજરાતમાં ચૂપચાપ નથી! ચૂંટણીમા આ ખાસ રણનીતિ અપનાવી છે! ભાજપ આપમાં ફફડાટ!
- ભાજપ ને મોટો ઝટકો! ધારાસભ્યએ આપ્યું રાજીનામું! ભાજપના સાથી ધારાસભ્યોની સંખ્યા ઘટી!
- મોટી જીતના દાવા વચ્ચે ભાજપ સતત નબળી તો કોંગ્રેસ સતત મજબૂત થઈ! જાણો ગણિત
- હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોનો ટ્રેન્ડ બદલશે! ભાજપ હરકતમાં! ઓપિનિયન પોલ
- અશોક ગેહલોત એ મોદી મંત્રીના કર્યા વખાણ! મોટા ચોકઠાંના એંધાણ?? મોટું રાજકીય ઘમાસાણ?
- ભાજપ મંત્રીના ભત્રીજાની ગુંડાગીરી! બંધ રેસ્ટોરન્ટ ન ખોલવા પર કર્મચારીઓ પર ચડાઈ કાર!?
- આમ આદમી પાર્ટી ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સામે હવે સ્મૃતિ ઈરાની આવ્યા મેદાને!
- ગુજરાત કોંગ્રેસ ને મોટો ફટકો! ફરીથી મોટું ભંગાણ! ભાજપ ને મોટો ફાયદો!
- આમ આદમી પાર્ટી ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ની દિલ્લીમાં ધરપકડ! મોટું ઘમાસાણ!
- ભાજપ ધારાસભ્ય ને દબંગાઈ ભારે પડી! પળવારમાં ઓકાદ ખબર પડી! રાજકીય ઘમસાણ!
- ભાજપ પર મુખ્યમંત્રી ગુસ્સે ભરાયા! રાજકીય ઘમાસાણ શરૂ! લગાવ્યો મોટો આરોપ!
- પ્રધાનમંત્રી મોદી મુખ્યમંત્રીઓને પગપાળા બનાવી દે છે! યુપી ગુજરાત મુખ્યમંત્રીનો વીડિયો વાઇરલ!
- અલ્પેશ ઠાકોર ની જાન લીલા તોરણે પાછી આવશે! હુંકાર ભરતાં ભાજપ નેતા! રાજકારણ ઘેરાયું!
- ગોપાલ ઇટાલિયા નો મહિલાઓ બાબતનો વીડિયો ભાજપ નેતાએ કર્યો વાઇરલ! રાજકીય ઘમાસાણ!
- કેજરીવાલ ને ગુજરાતમાં રોકવા ભાજપનું મોટું ઓપરેશન! દિલ્લીમાં નેતાઓને સોંપ્યું મોટું કામ!
- વસુંધરા રાજે એ કર્યું શક્તિ પ્રદર્શન! મોદી શાહ ને દિલ્લી મોકલ્યો ‘સંદેશ’! ભાજપમાં ઘમાસાણ!
- સસ્પેન્ડેડ ભાજપ ના ધારાસભ્યએ ભાજપ હાઇકમાન્ડને નોટિસનો જવાબ આપ્યો! રાજકીય ઘમાસાણ
- EDએ મુખ્યમંત્રી ની નજીકના કેટલાક અધિકારીઓના સ્થળો પર દરોડા પાડ્યા! રાજકારણ ગરમાયું!
- કોંગ્રેસની ભારત જોડો યાત્રાથી ભાજપ હાઇકમાન્ડ નારાજ! ભાજપ વાપરશે બ્રહ્માસ્ત્ર!?
- ગોપાલ ઇટાલીયા બાબતે સૌરાષ્ટ્ર પહોંચેલા રાઘવ ચઢ્ઢા એ બળતામાં ઘી હોમ્યુ!
- પાટીલ અને કેજરીવાલ વચ્ચે હવે હર્ષ સંઘવી ની એન્ટ્રી! ગુજરાતમાં રાજકીય તડાફડી!
- ગોપાલ ઇટાલિયા સામે ભાજપ નોંધાવશે ફરિયાદ! ગુજરાતના રાજકારણમાં ભૂકંપના એંધાણ!
- ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ રસ્તાનું સમારકામ થાય છે: ભાવનગર યુવરાજ રાજકીય ગરમાવો!