GujaratPolitics

ગુજરાત ભાજપને મોટો ફટકો! એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ! ભાજપ માટે કપરા ચઢાણ!

ગુજરાતની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ રહી છે. આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થઈ ગઈ છે એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ત્રિપંખીયો જંગ છે એ સાબિત થઈ ગયું છે. પરંતુ આ ચૂંટણી જો સૌથી વધારે કપરી હોય તો તે છે ભારતીય જનતા પાર્ટી માટે કારણ કે છેલ્લા 25 વર્ષથી એકહથ્થુ ભાજપ સત્તામાં છે.

સીઆર પાટીલ, પેટા ચૂંટણી, ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

એટલે એન્ટીઇન્કમ્બન્સી, આંદોલનો અને અધૂરામાંપુરુ નેતાઓનો બેફામ વાણી વિલાસ ભાજપ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કપરા ચઢાણ બતાવે છે. તો કોંગ્રેસ સત્તામાં આવવા મથી રહી છે ને આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ બનવા માટે પ્રયત્નો કરી રહી છે. આપ નેતાના દારૂના બફાટ બાદ ભાજપ ના દિગ્ગજ નેતાએ પણ દારૂ બાબતે બફાટ કર્યો છે જેનો સખત વિરોધ થઈ રહ્યો છે.

આપ નેતાઓ દારૂ બાબતે બફાટ
ત્યારે નવા વિવાદનો જન્મ થયો છે. તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે અહીં લોકો નકલી દારૂ પીને મરી રહ્યા છે. જો તેમની સરકાર આવશે તો તેની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન તેમના જ પક્ષના ઉમેદવારે સોમનાથમાં જાહેર સભા દરમિયાન દારૂ પીવાના ફાયદા ગણાવ્યા હતા.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

જનસભાને સંબોધતા જગમાલ વાલાએ કહ્યું- ‘800 કરોડ લોકો વિશ્વના 196 દેશોમાં રહે છે. આ તમામ દેશોમાં રહેતા લોકોને દારૂ પીવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. ભારતની વસ્તી 130-140 કરોડ છે અને આખા દેશને દારૂ પીવાથી મુક્તિ આપવામાં આવી છે. માત્ર ગુજરાતમાં જ દારૂ પર પ્રતિબંધ છે જે સાબિત કરે છે કે દારૂ ખરાબ નથી. મોટા ડોક્ટર, IAS અને IPS ઓફિસરો દારૂ પીવે છે. આ નિવેદન બાબતે ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસના મહામંત્રીએ આપના નેતા વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું છે.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

ભાજપ નેતાની પ્રતિક્રિયા
આ બાબતે વિવાદ ઘેરાતા શાસક ભારતીય જનતા પાર્ટીએ જગમાલ વાલા પાસેથી ગુજરાતને “બદનામ” કરવા અને દારૂના સેવનને પ્રોત્સાહન આપવા બદલ માફી માંગવાની માંગ કરી હતી. જગમાલ વાલાના આ નિવેદન પર કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું, ‘મોસમી નેતાઓને ગંભીરતાથી લેવું જોઈએ નહીં. જો સમય નક્કી કરવામાં આવે તો ડિસેમ્બર પછી તેઓ દેખાશે નહીં.

ગુજરાત મુખ્યમંત્રી
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાતના લોકો ખૂબ જ સમજદાર છે. તેઓ તેમનું સમાધાન કરશે. કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટી નેતા દ્વારા આપવામાં આવેલા નિવડેના બાબતે આવેદન પત્ર આપીને વિરોધ નોંધાવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં તેના 29 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં જગમાલ વાલાને સોમનાથ જિલ્લાની સોમનાથ વિધાનસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

ભાજપ નેતાનું સ્ફોટક નિવેદન
આમ આદમી પાર્ટીના નેતાને ઠપકો આપનાર ભાજપ ના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી એ ખુદ દારૂ બાબતે સ્ફોટક નિવેદન આપ્યું છે. મોદી સરકારમાં મંત્રી એવા પરષોત્તમ રૂપાલા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે જનસભા ને સંબોધી રહ્યા હતા ત્યારે તેમના આદિવાસીઓ અંગેના નિવેદનથી વિવાદ થયો છે. પરસોત્તમ રૂપાલા છોટાઉદેપુરના કવાટ તાલુકાના ભેખડીયા ગામે દિવ્યગ્રામ મહાસંમેલનમાં સભા સંબોધી રહ્યા હતા તે સમયે તેમણે એક વિવાદિત ટિપ્પણી કરી હતી જેનાથી આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાઇ ગયો છે અને ચારે બાજુ તેમના આ નિવેદન અંગે ટીકાઓ થઈ રહી છે. તેમની આ ટિપ્પણીને કારણે ગુજરાતમાં દારૂ વેચાય છે એ પણ સાબિત થઈ ગયું છે. જે મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે.

ગુજરાત મુખ્યમંત્રી
ફોટો સોશિયલ મીડિયા

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જાહેર મંચ ઉપરથી નિવેદન આપતા કહ્યું કે, આદિવાસી વિસ્તારમાં દારૂની પોટલી વગર સાંજ પડતી જ નથી. પછી એમ કહે છે અમે સુખી થતા નથી. દુઃખી થવા માટે દારૂની થેલીઓ ખિસ્સામાં લઈને ફરે છે. ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા ગણવામાં આવતાં અને હાલ મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના નિવેદનથી આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી છે.

જોકે તેમનું આ નિવેદન વિપક્ષના આરોપોને પુરવાર કરે છે કે, ગુજરાતમાં મુક્તપણે દારૂ વેચાઈ રહ્યો છે. આમ ભાજપ માટે એક બાજુ ચૂંટણી, આંદોલનો અને બીજી તરફનેતાઓના બેફામ વણીવિલાસ! ભાજપ માટે આવનાર વિધાનસભા ચૂંટણીમાં કપરા ચઢાણ છે. એક તરફ માલધારી સમાજ દ્વારા ભાજપના બહિષ્કારની ચીમકી આપી છે બીજી તરફ હવે નવો વિવાદ વક્રી રહ્યો છે. ભાજપ માટે એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ પેદા થઈ છે.

હાર્દિક પટેલ,ગુજરાત ભાજપ, સીઆર પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી, હાર્દિક પટેલ, પેટા ચૂંટણી, પાટીલ, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!