
પંજાબમાં જીત્યા બાદ આમ આદમી પાર્ટી ફૂલ ફોર્મમાં આવી ગઈ છે અને લાગે છે કે આપને હવે થઈ ગયું છે કે દરેક રાજ્ય માં જીતવું શક્ય છે. પરંતુ તેમની આ માનતા ખોટી હોઈ શકે છે દરેક રાજ્યોમાં પરિબળો અલગ અલગ હોય છે. પંજાબમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસમાં થયેલી અંતિમ મથામણ અને એન્ટીઇન્કબન્સી નો ફાયદો થયો. પરંતુ લોકોએ આપને ખોબલે ને ખોબલે વોટ આપ્યા એ હકીકત છે. પંજાબમાં જીત્યા બાદ આમ આદમી પાર્ટી દરેક રાજ્યોમાં એક્ટિવ થઈ ગઈ છે. સમગ્ર દેશમાં આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દમ લગાઈને લડવા માટે તૈયાર થઈ ગઈ છે. પરંતુ આમ આદમી પાર્ટી હવે ભાજપ ના નકશા કદમ પર ચાલી રહી છે. ભાજપ ની જેમ જ નેતાઓ ને પોતાની પાર્ટીમાં સમાવવાના પ્રયત્નો કરી રહી છે.

ભાજપની જેમ જ હવે અરવિંદ કેજરીવાલ પણ અન્ય પાર્ટીના નેતાઓને ફોડીને પોતાની પાર્ટી મજબૂત કરી રહ્યા છે. પંજાબ ચૂંટણી વખતે પણ અરવિંદ કેજરીવાલ ની આપ દ્વારા કોંગ્રેસ અને અન્ય પાર્ટીના નેતાઓ ને ફોડવાના પ્રયત્નો થયા હતા. અને અત્યારે પણ કેજરીવાલ ની આમ આદમી પાર્ટી દ્વારા અન્ય રાજ્યોમાં મજબૂત થવા માટે ના પ્રયત્નો થઈ રહ્યા છે જેના માટે લોકલ નેતાઓ ને પોતાની પાર્ટીમાં સમાવવા માટે ના પ્રયત્નો થઈ રહ્યા છે. વાત છે છત્તીસગઢની આમ આદમી પાર્ટી દ્વારા છત્તીસગઢ કોંગ્રેસના દિગ્ગજ નેતા નો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ કોંગ્રેસ નેતા દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું કે, મારા પરિવારની કેટલીય પેઢીઓ કોંગ્રેસી રહી છે અને હું પણ તે પરંપરા જાળવવા માંગુ છું. જવાબ સાંભળીને આપ નેતાઓ હક્કા બક્કા રહી ગયા હતા. આપ દ્વારા છત્તીસગઢના સ્વાસ્થ્યમંત્રી ટીએસ સિંહદેવ ને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવ પોતાના તાજેતરના નિવેદનોને કારણે ચર્ચામાં છે. મુખ્યમંત્રી પદને લઈને તેમના નિવેદન બાદ છત્તીસગઢથી લઈને દિલ્હી સુધી રાજકારણ ગરમાયું છે. દરમિયાન, તેઓ આમ આદમી પાર્ટી અને બીજેપીના સંપર્કમાં હોવાની અફવાઓ વચ્ચે, ટીએસ સિંહદેવે કહ્યું કે તેઓ કોંગ્રેસ છોડી રહ્યા નથી. જોકે તેણે સ્વીકાર્યું કે આમ આદમી પાર્ટીએ તેમનો સંપર્ક કર્યો હતો. છત્તીસગઢના આરોગ્ય મંત્રી ટીએસ સિંઘદેવે કહ્યું કે તેમના પરિવારની પેઢીઓ કોંગ્રેસમાં રહી છે અને તેઓ પાર્ટીમાં જ રહેશે. ટીએસ સિંઘદેવે શનિવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું, “હું બીજેપીમાં નહીં જાઉં કારણ કે અમારી વિચારધારા અલગ છે.

મારા પરિવારની પાંચ પેઢી કોંગ્રેસમાં રહી છે. હું પાર્ટી નથી છોડી રહ્યો. કોંગ્રેસથી અલગ કંઈ વિચારવું પણ મારા માટે મુશ્કેલ છે. છત્તીસગઢના આરોગ્ય મંત્રીએ ધ્યાન દોર્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓએ તેમનો સંપર્ક કર્યો હતો. જોકે, તેમણે કોંગ્રેસ છોડવાની અફવાઓને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું, “હું અરવિંદ કેજરીવાલને મળ્યો નથી પરંતુ રાજકારણમાં કેટલાક એવા લોકો છે જે એકબીજાનો સંપર્ક કરે છે. તેથી, એવું નથી કે કોઈએ મારો સંપર્ક કર્યો નથી.” વધુમાં ટીએસ સિંહદેવે કહ્યું, “મેં તેમને તે જ વાત કહી જે હું હવે કહેવા જઈ રહ્યો છું કે મારા પરિવારની ઘણી પેઢીઓ કોંગ્રેસમાં રહી છે અને હું આ પરંપરાને ચાલુ રાખીશ.” તેમણે મુખ્યમંત્રી પદના નિર્ણય પર ખુલીને વાત કરી હતી.

છત્તીસગઢના મુખ્યમંત્રી બાબતે પણ ટીએસ સિંહદેવ દ્વારા ખુલીને વાત કરવામાં આવી હતી. ટીએસ સિંહદેવ એ જણાવ્યું હતું કે છત્તીસગઢમાં ચૂંટણી જીત્યા બાદ દિલ્લીમાં હાઈકમાંડ દ્વારા ચાર લોકો ને દિલ્લી બોલાવવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, ભૂપેશ બઘેલની સાથે ટીએસ સિંહદેવ સીએમ પદની રેસમાં સામેલ હતા. ટીએસ સિંહદેવે કહ્યું, “2018ની વિધાનસભા ચૂંટણી પછી ચાર લોકોને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. ભૂપેશ બઘેલ, ડો.ચરણદાસ મહંત, તામ્રધ્વજ સાહુ અને મને સીએમ પદ માટે બોલાવવામાં આવ્યા હતા. આ પછી, ત્યાંના નેતૃત્વ દ્વારા સીએમ પદને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આવતા વર્ષે છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે.