GujaratIndiaPolitics

ગોપાલ ઇટાલિયા નો મહિલાઓ બાબતનો વીડિયો ભાજપ નેતાએ કર્યો વાઇરલ! રાજકીય ઘમાસાણ!

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે ત્યારે ગુજરાતની દરેક રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસરમાં લાગી ગઈ છે. ત્યારે આમ આદમી પકરતી ના અધ્યક્ષ એક વિવાદ માંથી માંડ માંડ બહાર આવે ત્યા અન્ય એક વિવાદ એમની રાહ જોઇને ઉભો જ હોય તેવું લાગી રહ્યું છે. હજુ એક વિવાદ સમ્યો નથી ત્યાં બીજો વિવાદ ઘેરાવાની તૈયારી કરી રહ્યો છે. ગોપાલ ઇટાલિયા દ્વારા પ્રધાનમંત્રી મોદી પર કરવામાં આવેલી અસભ્ય ટિપ્પણીનો વિવાદ માંડ માંડ થોડો શાંત થયો છે ત્યારે અન્ય એક વિવાદ દરવાજે આવીને ઉભો થઇ ગયો છે. ભાજપ નેતા દ્વારા આમ આદમી પાર્ટી અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો નવો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. જે ગોપાલ ઇટાલિયા માટે મુશ્કેલી સર્જી શકે છે.

ગત વીડિયો બાબતે ભાજપ નેતાઓ સૌથી વધારે ગુસ્સામાં હતા. ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાના આ નિવેદનોથી ભાજપ આક્રમક બની ગયું હતું અને તેની સખત નિંદા કરી હતી. ભાજપે આ મામલે એફઆઈઆર નોંધવાની વાત કરી હતી. ગોપાલ ઇટાલિયાના નિવેદનને ભાજપે ગુજરાતની અસ્મિતા સાથે જોડીને આમ આદમી પાર્ટીને ઘેરી લીધી હતી. પહેલાં દિલ્લી સરકારમાં મંત્રીના નિવેદન પર આમ આદમી પાર્ટી સહિત કેજરીવાલને જબરદસ્ત ઘેરી હતી અને હવે ભાજપ ને આમ આદમી પાર્ટી સામે અન્ય એક મુદ્દો મળી ગયો છે. હવે અન્ય એક વીડિયો સામે આવ્યો છે. ત્યારે ગોપાલ ઇટાલિયા સાથે સાથે આમ આદમી પાર્ટીની પણ મુશ્કેલીઓ વધી છે.

ભાજપના ચાણક્ય
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે કથિત રીતે પીએમ મોદી વિશે અપશબ્દોનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. હવે ગોપાલ ઈટાલિયાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે મહિલાઓને મંદિરોમાં ન જવાની અપીલ કરી રહ્યા છે. મહિલાઓના મુદ્દે ભાજપ ફરી ગોપાલ ઇટાલિયા સાથે સાથે કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને ઘેરી રહી છે. અને તેમના નેતાઓની માનસિકતા વિશે સવાલો પૂછી રહી છે. હવે આ બાબતે આમ આદમી ઓરતીની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. આગામી કેજરીવાલની ગુજરાત મુલાકાત દરમિયાન આ મુદ્દે રાજકારણ વધારે ઘેરાશે એ નક્કી.

AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા મહિલાઓ વિશે શું કહ્યું?
ગોપાલ ઈટાલિયાનો આ વીડિયો દિલ્હીના બીજેપી સાંસદ મનોજ તિવારીએ શેર કર્યો છે, જેમાં તે કહી રહ્યા છે કે હું મારી માતાઓ, બહેનો, દીકરીઓને અપીલ કરું છું કે તમને કથાઓ અને મંદિરોમાં કંઈ જ મળવાનું નથી, તે શોષણનું ઘર છે. જો તમારે તમારા અધિકાર જોઈએ છે, તમારે દેશ પર શાસન કરવું છે, તમારે સમાન અધિકાર જોઈએ છે, તો તમારે કથાઓમાં નાચવાને બદલે આ પુસ્તક “મહિલા આરક્ષણ અને ભારતીય સમાજ” વાંચવું જોઈએ.

ગોપાલ ઇટાલિયા નો વીડિયો ઝડપથી વાઇરલ થઈ ગયો છે અને લોકો આમ આદમી પાર્ટીને ઘેરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને કારણે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જોરદાર સ્પર્ધા છે. આમ આદમી પાર્ટીના સ્થાપક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે અને લોકોને દિલ્હી મોડલ, શિક્ષણ અને મફત વીજળીના વિકાસ પર મત આપવાનું કહી રહ્યા છે. ત્યારે ભાજપના નેતાઓ ભ્રષ્ટાચારી ગણાવીને પોતાના માટે વોટ માંગી રહ્યા છે.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!