GujaratPolitics

ABP C-Voter Survey: ગુજરાત ની લડાઈમાં 12 દિવસમાં બદલાયું રાજકીય ચિત્ર! મોટું ઘમાસાણ!

ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થવાં હવે ગણતરીના જ દિવસો બાકી છે ગમે ત્યારે ચૂંટણીપંચ ચૂંટણીઓ જાહેર કરી શકે છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ફૂલ જોશમાં તૈયારીમાં લાગી ગયા છે. ભાજપે આ વખતે પોતાની પૂરેપૂરી તાકાત ઝોકી દીધી છે કે 2017 જેવું પરિણામ ના આવે અને આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે કે વધારે બેઠકો જીતે અને કિંગમેકરની ભૂમિકામાં આવે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા કશું બહાર પાડવામાં આવ્યું નથી પરંતુ અંદરખાને કોંગ્રેસ વન ટુ વન બેઠક કરી રહ્યા છે. ભાજપ અને આપ ને એજ ચિંતા છે.

ત્યારે ચૂંટણી નજીક છે એવા સમયે ઓપિનિયન પોલ અને સર્વેની ડિમાન્ડ હાઈ થઈ ગઈ છે. રાજનૈતિક પાર્ટીઓ તો સર્વે કરાવે જ છે પરંતુ કેટલાક મીડિયા હાઉસ પણ સર્વે કરાવે છે. આવો જ એક સર્વે ગુજરાત માટે થયો છે. ગુજરાતના રાજકારણ અને ગુજરાતની જનતાના મૂડને સમજવા માટે સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત ચૂંટણીને લઈને 12 દિવસમાં જ માહોલ બદલાઈ ગયો છે. તાજેતરના એબીપી સી-વોટર સર્વે મુજબ, આ દરમિયાન લોકોના અભિપ્રાય કહી રહ્યા છે કે AAP ભાજપ કરતા વધુ તાકાત બતાવી રહી છે. જ્યારે અગાઉના સર્વેમાં AAP લડાઈમાંથી બહાર જોવા મળી હતી.

ગત 3 ઓક્ટોબરના રોજ કરાયેલા સર્વેમાં ગુજરાતમાં ભાજપને 135થી 143 બેઠકો મળે તેમ લાગી રહ્યું છે. તે દરમિયાન કોંગ્રેસના ખાતામાં 36 થી 44 બેઠકો જવાની સંભાવના હતી. AAPને બે બેઠકો આપવામાં આવી રહી હતી. એટલે કે અરવિંદ કેજરીવાલની પાર્ટી લડાઈમાંથી બહાર થઈ ગઈ હતી. તે દરમિયાન લોકોના મતે માત્ર કોંગ્રેસ જ ભાજપને થોડો પડકાર આપી શકી હતી. પરંતુ 12 દિવસમાં દ્રશ્ય પલટાઈ રહ્યું છે. આ 12 દિવસ માં ગુજરાતનું રાજકીય ચિત્ર બદલાઈ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. સર્વેના અલગ જ પરિણામ આવી રહ્યા છે જે ભાજપ અને કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન હોય તેમ લાગી રહ્યું છે.

ગત 12 થી 15 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવેલા ABP C-Voter સર્વે મુજબ, ગુજરાતમાં 46% લોકો AAPને ભાજપની સામે કોંગ્રેસ કરતાં વધુ શક્તિશાળી માને છે. 40 ટકા લોકોના મત મુજબ કોંગ્રેસ ભાજપને સ્પર્ધા આપી રહી છે. એટલે કે 6 ટકા વધુ લોકો માને છે કે AAP હવે ભાજપને ટક્કર આપવા જઈ રહી છે. 14 ટકા લોકોએ કહ્યું કે તેઓ નથી જાણતા કે ભાજપ કરતા કોણ મજબૂત છે. આ સર્વે માં સૌથી મોટું નુકસાન કોંગ્રેસને થતું દર્શાવાઇ રહ્યું છે અને સૌથી મોટો ફાયદો આમ આદમી પાર્ટી ને થતો હોય તેવું દેખાઈ રહ્યું છે. ભાજપ ને હાલ નફો કે નુકશાન નથી.

ગુજરાતની ચૂંટણી અરવિંદ કેજરીવાલ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. તેઓ જીતે કે ન જીતે, તેમના માટે મોટો પ્રશ્ન એ છે કે તેઓ કોંગ્રેસની જગ્યા લઈ શકશે કે નહીં. આ માટે તેમણે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. મનીષ સિસોદિયા કેસમાં પણ તેઓ ભાજપ પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા હતા. તેઓ તેમને ભગતસિંહ પણ કહેતા હતા. કેજરીવાલ દ્વારા ભાજપે ઉઠાયેલા દરેક મુદ્દાને જબરદસ્ત રીતે ટેકલ કરવામાં આવ્યા છે. ભાજપ સામે અડગ થઈને આમ આદમી પાર્ટી ઉભી થઇ ગઇ છે. આમ આદમી પાર્ટી ભાજપ ને મજબૂત ટક્કર આપતી હાલ નજર આવી રહી છે.

બીજી તરફ ભાજપે પણ તમામ તાકાત લગાવી દીધી છે. પીએમ મોદી સાથે અમિત શાહ સતત પ્રવાસ કરીને નવા નવા પ્રોજેક્ટની જાહેરાત કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસ પોતાના અધ્યક્ષની પસંદગીમાં વ્યસ્ત હતી, જ્યારે રાહુલ ગાંધી પણ ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે. તો હાર્દિક પટેલે પણ થોડા સમય પહેલા કોંગ્રેસ છોડી દીધી હતી. તેઓ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ હતા. તેનાથી કોંગ્રેસને આંચકો લાગ્યો હતો. જોકે કોંગ્રેસ આ તમામ પછડાટ પછી પણ ભાજપ ને ટક્કર આપશે એવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!