આ અભિનેત્રીએ કહ્યું 15 લોકો વચ્ચે મારે કપડાં ઉતારી એક સીન શૂટ કરવાનો હતો અને પછી…
ફિલ્મને હિટ બનાવવા માટે એકટર એક્ટ્રેસ પાસે ડિરેકટર શું શું કરાવે છે! જ્યારે ફિલ્મના કિરદારમાંથી નીકળીને અભિનેતા કે અભિનેત્રી ખુલીને વાત કરે ત્યારેજ દર્શકોને ખબર પડે કે એક સીન કે શોટ માટે કેટલું કરવું પડે છે. ફિલ્મના એક સીન માટે ક્યારેક તમામ શરમને બાજુએ મુકીને શૂટિંગ કરવું પડે છે તો ક્યારે ક જાનના જોખમે સ્ટંટ કરવા પડે છે. ફિલ્મને હિટ કરાવવા માટે હાલ કલાકાર કાંઈ પણ કરવા માટે આસાનીથી રાજી થઈ જાય છે.
ફિલ્મમાં આમ તો સૌથી અઘરૂ કામ જોખમી સ્ટંટ કરવાનું હોય છે પરંતુ હાલમાં હીરોના જેવોજ શારીરિક બાંધો હોય એવા બહુરૂપીઓ હીરોના બદલે સ્ટંટ કરી લેતા હોય છે તેને બોડી ડબલ કહેવાય છે. આ પ્રકારે હીરોને જોખમમી સ્ટંટ કરવા માંથી મુક્તિ મળે છે પરંતુ હવે વાત આવે છે ન્યૂડ સીન આપવાની! તો અભિનેત્રીઓ માટે આ ખુબજ અઘરું કામ સાબિત થાય છે. તેના માટે કેટલીક વાર અભિનેત્રીઓએ માનસિક રીતે પણ તૈયાર થવું પડે છે.
હાલમાં જ સાઉથની એક અભિનેત્રી એ પોતાની વ્યથા ઠાલવી. અને જણાવ્યું હતું કે ફિલ્મ ન્યૂડ સીન આપવું કેટલું અઘરું છે. તેના આ બોલ્ડ સીનને કારણે અભિનેત્રી અમલા પોલ ખૂબ જ ચર્ચામાં આવી ગઈ છે તેનું કારણ એ જ છે કે તેણે ફિલ્મમાં આપેલા ન્યૂડ સીન! સાઉથની અભિનેત્રી અમલા પોલે ફિલ્મ બનાવવાની સાથે જોડાયેલી ઘણી વાતો અંગ્રેજી અખબારને આપેલા પોતાના એક ઇન્ટરવ્યૂ દ્વારા શેર કરી. અને ઘણા ખુલાસા કર્યા કે એક અભિનેત્રીને શું શું કરવું પડે છે.
અંગ્રેજી અખબારને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સાઉથની જાણીતી અભિનેત્રી અમલા પોલે હાલમાં ચોંકાવનારા ખુલાસા કર્યા. તેમણે ન્યૂડ સીન સાથે જોડાયેલા ઘણા એવા ઘટસ્ફોટ કર્યા છે. તેણે જણાવ્યું કે મને 15 લોકો સામે ન્યૂડ સીન કરવા માટે કહેવામાં આવ્યું ત્યારે હું માનસિક રીતે તૈયાર નોહતી પરંતુ આ સીન ફિલ્મ માટે અગત્યનો અને કરવો જ પડે એમ હતો. આ ન્યૂડ સીન કરવું એ તેના માટે કેટલું અઘરૂ હતું અને કઈ રીતે તેણે પોતાને મજબુત બનાવી હતી જાણીએ તેમની જ જુબાની.
જણાવી દઈએ કે સાઉથની પ્રખ્યાત અભિનેત્રી અમલા પોલ અદાઈ ફિલ્મમાં આપેલા બોલ્ડ સીનને લઈને આ ખુલાસો કર્યો છે. જે સીન હાલમાં ખુબ જ ચર્ચામાં છે. આ ફિલ્મનું 18 જૂને ટીઝર રિલીઝ થયું છે જે હાલ તો યુટ્યુબ પર ધુમ મચાવી રહ્યું છે. આ ટીઝરમાં અભિનેત્રી અમલા પોલે આપેલા ન્યૂડ સીનની એક ઝલક જોવા મળે છે. તે સીન જેટલો હોટ લાગે તેને કરવાં અમલા પોલને પરસેવો છૂટી ગયો હતો.
અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુંમા અમલા પોલ આ ન્યૂડ સીનને લઈને જણાવ્યું કે, હું આ સીનને લઈને ખુબ નર્વસ હતી. હું એ બધુ જાણીને હેરાન હતી કે સેટ પર શું શું થવાનું છે! કે શું શું થઈ શકે છે! અને કેટલા લોકો સેટ પર હાજર હશે! શું ત્યા કોઈ સુરક્ષાની વ્યવસ્થા હશે કે નહીં? જેવા સવાલો અને વિચારો મને ઘેરી વળ્યાં હતા. હું ખુબજ ચિંતિત હતી અને નારવસનેસ મને ઘેરીવળી હતી.
મને આમ હેરાન પરેશાન જોઈને ફિલ્મ ડાયરેક્ટર રત્ના કુમારે કહ્યું કે તારે હેરાન થવાની કોઈ જરૂર નથી તું સીન પહેલા એક સ્પેશિયલ કપડા પહેરી લેજે જેના દ્વારા તારી દરેક ચિંતા અને પરેશાનીનો અંત આવશે અને સેટ પર પણ પૂરતી સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે તેવી પણ મને ખાતરી આપી પરંતુ મેં હિંમત કરી અને માનસિક રીતે મજબૂત બનીને એમને કહ્યું કે તમારે હેરાન થવાની કોઈ જરૂર નથી. હું કરી શકીશ.
વધુમાં અમલા પોલ જણાવ્યું હતું કે, આ ન્યૂડ સીનના શુટ દરમિયાન ડાયરેક્ટરે 15 લોકોને સેટ પર રાખ્યા હતા બાકી બીજા મેમ્બર્સને સેટથી દૂર રાખવામાં આવ્યા હતા. જો હું હજાર રહેલા તમામ ક્રુ મેમ્બર પર ભરોષો ના કરતી તો ક્યારેય આ સીન મરાઠી થઈ શકેત. ક્રુ. મેમ્બરના સાથ સહકાર અને ડિરેક્ટરના સાથ વગર આ સીન કરવો ખુબજ અઘરો સાબિત થઈ જાય તેમ હતો પરંતુ ફિલ્મના ક્રુ મેમ્બર્સના સાથ સહકારે આ સીનને શૂટ કરવામાં સફળતા અપાવી.
ઉલ્લેખનીય છે કે અમલા પોલ આ ફિલ્મ પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આવજો કેહવાના મૂડમાં હતા આ તેમણે ખુદ તેમણે આપેલા અંગ્રેજી અખબારના ઇન્ટરવ્યૂમાં જનાવ્યુહતું. તેમણે કહ્યું હતું કે, હું અદાઈ ફિલ્મ પહેલા એક્ટિંગ છોડવાનું વિચારતી હતી. કારણ કે જે પણ ફિલ્મ માટે ઓફર આવતી એ ફિલ્મોમાં મને અનુરુપ કોઈ સ્ટોરી મળતી નોહતી અથવાતો સ્ટોરીમાં કોઈ દમના ના હોય.