BusinessIndia

જો આ બેંકમાં તમારું ખાતું હોય તો સાવધાન! બેન્ક થઈ રહી છે બંધ! જાણો!

હાલ મહામંદીનો સમય ચાલી રહ્યો છે તેમ કહેવું એ અતિશયોક્તિ નથી. બજાર અને માર્કેટમાં મંદી દેખાઈ જ રહી છે. ભારતનું મોટામાં મોટું બિઝનેસ હાઉસ પણ આ મહામંદીમાં સપડાઈ ચૂક્યું છે. પછી નાના દુકાનદારો અને ઉદ્યોગકારોની વાત જ ક્યાં કરવાની રહી! નોટબંધી અને એમાં પાછી ઉપાધી એવી જીએસટીએ ઉદ્યોગો નાના વેપારીઓની કમર તોડી નાખી હતી અને તેનું સૌથી વધારે નુકશાન સુરતમાં થયું છે. આ મહા મંદીએ આદિત્ય બિરલા ગ્રુપ ને સપાટામાં લીધું છે.

આજ મહામંદી દેશના સૌથી મોટા બિઝનેસ હાઉસ માંથી એક એવા બિરલા ગ્રુપને નડી છે. બિરલા ગ્રુપ એ જૂનું અને રિસ્પેકટેડ ગ્રુપ ગણવામાં આવે છે. અને આવા મોટા ઉદ્યોગપતિઓને મંદીનો માર સહન કરવો પડે એટલે સમજો કે નાના વ્યાપારી ઉદ્યોગોની હાલત શું થાય! હજુ માંડ ગયા વર્ષે બેન્કિંગ ક્ષેત્રમાં આવેલા બિરલા ગ્રુપને પાછાપગલે ફરવું પડ્યું છે.

આદિત્ય બિરલા
ફોટો: સોસીયલ મીડિયા

અધધ 41 અબજ ડોલરવાળા કોરોબારી સમૂહ બિરલા ગ્રુપે પોતાના આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ બેંક લિમિટેડ (ABIPBL) ને બંધ કરવાની ચોંકાવનારી ઘોષણા કરી દીધી છે. જેના કારણે ગ્રાહકો અને તેના કર્મચારીઓમાં હડકંપ મચી જવા પામ્યો છે. હજુ આ ક્ષેત્રમાં માત્રને માત્ર બિરલા ગ્રુપને આવ્યે લગભગ એક વર્ષ જ થયું છે! અને એક વર્ષમાં જ પોતાનું નવું સાહસ આઈડિયા પેમેન્ટ બેંક બંધ કરવાનું જાહેર કરવું પડ્યું.

આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ બેંકે બંધ કરવાની જાહેરાત બાદ ગાઈડલાઈન બહાર પાડી ને પોતાના તમામ ગ્રાહકોને જાણ કરી છે કે આઈડિયા પેમેન્ટ બેંકમાં પોત પોતાના ખાતમાં જમા ધનરાશી તા. 26 જુલાઇ સુધીમાં વિડ્રો કરી લેવા અથવા અન્ય બેંક ખાતામાં ટ્રાંસફર કરી દેવાનું જણાવ્યું છે. આ બાબતે તેમણે જણાવ્યું કે ગ્રાહકોને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો કરવો નહીં પડે અને બેંક તેમને તમામ પ્રકારની મદદ કરશે.

આદિત્ય બિરલા
ફોટો: સોસીયલ મીડિયા

આ બાબતે બીએસઇ એ આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ બેન્ક ને સૂચના પણ આપી હતી. જે સૂચના બાબતે વોડાફોન આઇડિયાએ કહ્યું કે, વ્યવસાયમાં અનપેક્ષિત કારણો તેમના આર્થિક મોડેલ નુકસાનકારક બની ગયા છે, આ કારણે અમે અમારા પેમેન્ટ બેંક વ્યવસાયને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો કે તેમના આ નિર્ણયને કારણે લાખો જેટલા ગ્રાહકોને અસર થવાની છે તે ધ્યાને લેતા ગ્રાહકોના પૈસાની સુરક્ષા અને તેમને સમયસર તેમાં ઓએસ મળે તેની પણ તકેદારી લેવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.

વર્ષ 2015માં ભારતીય રિઝર્વ બેંકે આઇડિયા સહિત કુલ 11 જેટલીબપ્રમુખ કંપનીઓને પેમેન્ટ બેંક સ્થાપિત કરવા માટેના સત્તાવાર લાઇસન્સ ઇસ્યું કર્યા હતાં. પરંતુ આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ બેંક બંધ કરવાના નિર્ણય પહેલા લગભગ ચાર જેટલી કંપીનીઓએ પહેલાથી જ પોતાની પેમેન્ટ બેંકોને બંધ કરી દીધી છે. અને તેની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી હતી. જે બાદ હવે આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ બેંકે પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

આદિત્ય બિરલા
ફોટો: સોસીયલ મીડિયા

આમ તો આ ખૂબ જ જુના અને જાણીતા ગ્રુપ છે જેઓ ભારતમાં વર્ષોથી કારોબાર કરી રહ્યા છે. જેમાં મુખ્યત્વે ટેક મહિન્દ્રા, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનેંસ કંપની, આઇડીએફસી બેંક અને ટેલીનોર ફાઇનાન્સિયલ સર્વિસિસ નો સમાવેશ થાય છે જેમને વર્ષ 2015માં પેમેન્ટ બેંકના લાઇસન્સ ઇસ્યું થયા હતા પરંતુ આ પેમેન્ટ બેંકો બંધ થઈ ચૂકી છે હવે આ લિસ્ટમાં આદિત્ય બિરલા ગ્રુપની આઇડિયા પેમેન્ટ બેંકનું નામ પણ જોડાઇ ગયું છે. જે સત્તાવાર રીતે બંધ થાય છે તેવું જાહેર કરવામાં આવ્યું છે.

બિરલા ગ્રુપની વાત કરીએ તો આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ બેંક તા. 22 ફેબ્રુઆરી 2018માં પોતાનું કામકાજ શરૂ કર્યુ હતું જેમાં હાલમાં 200 જેટલા કર્મચારીઓ નોકરી કરે છે અને લગભગ 20 કરોડ રૂપિયા જેટલઈ ધનરશી ગ્રાહકો દ્વારા આ બેંકમાં જમા કરાવવામાં આવેલી છે. જે તમમાં ધનરશી સુરક્ષિત છે અને ગ્રાહકોને તેમના તમામ પૈસા પાછા આપવામાં આવશે એટલે ગ્રહકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી તેવું આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલું છે.

આદિત્ય બિરલા
ફોટો: સોસીયલ મીડિયા

જોકે આ બેંકને કામ શરૂ કરવાને માત્ર હજુ 17 મહિના જ થયા છે. આટલા ટૂંકા ગાળામાં બિરલા ગ્રુપ દ્વારા આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ બેંકને બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. બેંક બંધ કરવાની જાહેરાત થયા બાદ ગ્રાહકો અને બેંકના 200 જેટલા કકર્મચારીઓમાં હડકંપ મચી જવા પામ્યો છે. જે બાદ બિરલા ગ્રુપ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, ગ્રાહકોને તેમના નાણાં અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી દરેક ગ્રાહકને પોતાના નાણાં મળી જશે અને તેને લેવા માટે કે ટ્રાન્સફર કરવા માટે યોગ્ય સમય પણ આપવામાં આવશે.

આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ બેંકમાં નોકરી કરતાં 200 કર્મચારીઓને તેમના બીજા સમૂહની કંપનીઓમા સ્થાનાંતરિત કરવામાં આવશે. એવું હાલ તો સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે પરંતુ હાલ આ અંગે આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ બેંક દ્વારા કે બિરલા ગ્રુપ દ્વારા કોઈ ચોક્કસ કે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ બિરલા ગ્રુપ એક જૂનું જાણીતું અને બજારમાં રિસ્પેકટેડ ગ્રુપ છે એટલે તેના કર્મચારીઓને ક્યાંકને ક્યાંક તેમની બીજી શાખા કંપનીઓમાં સમાવી લેશે.

આદિત્ય બિરલા
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, આ ABIPB ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને વોડાફોન આઇડિયા લિમિટેડની ભાગીદારી માં કરતી હતી. આ બાબતે બિરલા ગ્રુપ દ્વારા અગાઉ જાહેર કરવામાં આવ્યા પ્રમાણે આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ બેંક ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને વોડાફોન આઇડિયા લિમિટેડ દ્વારા સમર્થિત છે. જેમા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝની ભાગીદારી 51 ટકા છે અને વોડાફોન આઇડિયાની 49 ટકા ભાગીદારી છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!