World

દુનિયા પર રાજ કરવાની ચીન ની યોજના! મંત્રીની ટ્વિટ હોબાળો! ટ્વિટ ડીલીટ! જાણો!

સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. આખાય વિશ્વમાં કરોના સંક્રમણે હાહાકાર મચાવી દીધો છે. વિશ્વમાં કોરોના વાયરસ સંક્રમણના 1,603,750 પોઝિટિવ કેસો છે જ્યારે 95,725 જેટલા લોકો સમગ્ર વિશ્વમાંથી મૃત્યુ પામ્યા છે. દુનિયાના કેટલાક દેશોમાં પરિસ્થિતિ અતિ ગંભીર છે જેમાં અમેરિકા, ઈટલી, સ્પેન અને ફ્રાન્સમાં માનવીય મોતનો આંકડો 10,000 ને પાર થઈ ગયો છે. જ્યાં જુઓ ત્યાં લાશોના ઢગલા જેવી પરિસ્થિતિ છે. તો હાલમાં અમેરિકામાં કોરોના વાયરસનું સંક્રમણ સૌથી વધારે છે. અમેરિકામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો 468,566 જેટલા છે અને 16,691 જેટલા લોકોના મોત નીપજી ચુક્યા છે. પરંતુ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાવનારો ચીન ધીમે ધીમે રિકવર થતો જય રહ્યો છે.

કોરોના મહામારી, ગુજરાત, કોરોના, કોરોના વાયરસ, coronavirus, WHO, India, કોરોના મહામારી, china, ચીન
ફોટો સોશિયલ મીડિયા

જ્યારે સમગ્ર વિશ્વ ભરડામાં આવી રહ્યું છે તેમ તેમ ચીન રિકવર થઈ રહ્યો છે. ચીનમાં વુહાન શહેરમાં 72 દિવસના લોકડાઉન બાદ પરિસ્થિતિ સામાન્ય બની છે અને વુહાન જે આ વાયરસનું જન્મદાતા છે તે ફરી ધમધમતું થયું છે. ચીનમાં અમુક પ્રાંતમાં કોરોના વાયરસના સંક્રમણની અસર નહિવત છે જ્યારે અન્ય દેશોમાં જોઈએ તો કોઈપણ જગ્યા બાકી નથી જ્યાં આ વાયરસનું સંક્રમણ ફેલાયું ના હોય! આ તમામ જોતા વિશ્વના દેશો ચીન પર આંગળી ઉઠાવી રહ્યા છે અને સવાલ ઉભા થઇ રહ્યા છે કે શું વિશ્વમાં સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે ના ચીનના પ્રયાસ છે. અમેરિકા, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા, જાપાન જેવા દેશો પણ ચીન સામે આંખ લાલ કરી ચુક્યા છે.

રાજસ્થાન, ચીન, ડોનાલ્ડ ટ્રમ્પ, કોરોના મહામારી, ગુજરાત, કોરોના, કોરોના વાયરસ, coronavirus, WHO, India, કોરોના મહામારી, china, ચીન
ફોટો સોશિયલ મીડિયા

વિશ્વના દરેક દેશ ચીન પર આ સાવલિયા નિશાન ઉઠાવી રહયા છે. થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વની સંસ્થાઓને ચીનની ફરિયાદ કરવામાં આવી હતી કે ચીનમાં કોરોના વાયરસનું જન્મદાતા વુહાન શહેરનું માર્કેટ જે ફરી ધમધમતું થયુ છે તે બંધ કરાવવામાં આવે. તો જાપાન દ્વારા WHO ને જ ચાઇનીઝ સંસ્થા ગણાવવામાં આવી છે. અમેરિકા દ્વારા અવારનવાર કોરોના વાયરસને ચાઈનીઝ વાયરસ ખુલ્લે આમ કહેવામાં આવ્યો છે તેમજ કેટલીય વાર પ્રેસ વાર્તા કરતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વાર વિશ્વમાં આ મહામારી ફેલાવવા માટે જવાબદાર ચીન છે તેવું જણાવવામાં આવ્યું છે.

ચીન, કોરોના મહામારી, ગુજરાત, કોરોના, કોરોના વાયરસ, coronavirus, WHO, India, કોરોના મહામારી, china,
ફોટો સોશિયલ મીડિયા

તો આ બાબતે એક મંત્રી એ ટ્વિટર પર ટ્વિટ કરી અને વૈશ્વિક રાજકારણ ગરમાઈ ગયું. વાત એમ છે કે, બ્રાઝિલના શિક્ષણ મંત્રી અબ્રાહમ વેન્ટ્રોબ દ્વારા ચીન પર ટીપ્પણી કરવામાં આવી કે, કોરોના વાયરસનો સબંધ દુનિયા પર રાજ કરવાની ચીનની યોજનાથી છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, જમીની રાજનીતિ રીતે જોઈએ તો આ વૈશ્વિક મહામારીના સંકટ માંથી કયો દેશ મજબુત થઈને બહાર નીકળશે? બ્રાઝિલિયન મંત્રીની ટ્વિટ બાદ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો કેટલાક દેશબો દ્વારા સમર્થન પણ મળ્યું હતું. બ્રાઝીલ સ્થિત ચાઇનીઝ એમ્બસી દ્વારા મંત્રીની આ ટ્વિટની સખત શબ્દોમાં ટીકા કરવામાં આવી હતી.બાદમાં મંત્રીને આ ટ્વિટ ડીલીટ કરવી પડી હતી.

કોરોના મહામારી, ગુજરાત, કોરોના, કોરોના વાયરસ, coronavirus, WHO, India, કોરોના મહામારી, china, ચીન
ફોટો સોશિયલ મીડિયા

ટ્વિટર પર ટ્વિટ ડીલીટ થતાંની સાથે બ્રાઝિલ સાથે સાથે સમગ્ર વિશ્વમાં #TradeBlockedOnChina ટ્રેન્ડ ટોપમાં આવી ગયો હતો. તો બ્રાઝિલિયન આરોગ્ય મંત્રી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં બ્રાઝીલ આરોગ્ય સંસાધનો જેવા કે વેન્ટિલેટર અને અન્ય ચિકિત્સક સાધનોની તંગી સામે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે અમે ચાઈનાને કેટલાક આરોગ્ય સંસાધનોનો ઓર્ડર આપ્યો હતો પરંતુ કોઈપણ કરણ વગર તે ઓર્ડર પણ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આ વાયરસે વિશ્વના દેશો સાથે બ્રાઝિલમાં પ્રવેશ કર્યો તે પહેલા ચીન અને બ્રાઝિલની મિત્રતા ગાઢ હતી અને ચીન બ્રાઝીલ વચ્ચે ટ્રેડ પાર્ટનરશીપ મજબૂત હતી પરંતુ આ વાયરસે સંબંધોમાં ખટાશ લાવી દીધી છે.

કોરોના મહામારી, ગુજરાત, કોરોના, કોરોના વાયરસ, coronavirus, WHO, India, કોરોના મહામારી, china, ચીન
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, હાલમાં વિશ્વ કોરોના સંક્રમણની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે બ્રાઝિલમાં પણ હાલત ખરાબ છે. બ્રાઝિલમાં કોરોના વાયરસના સંક્રમણના 18,176 જેટલા કેસો છે જે ખૂબ ઝડપથી વધી રહ્યા છે. તો આ વાયરસના સંક્રમણના કારણે 957 જેટલા લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. સમગ્ર વિશ્વ ચીન વિરુદ્ધ ધીમે ધીમે થઈ રહ્યું છે. કારણકે આ વાયરસનો જન્મદાતા ચીન છે અને તે સમગ્ર વિશ્વને સંક્રમિત કરીને પોતે આ સંકટ માંથી બહાર આવી રહ્યું છે. આગામી સમયમાં વિશ્વના દેશો ભેગા થઈને ચીન વિરુદ્ધ કોઈ મોટા પગલાં ઉઠાવે તો નવાઈ નહીં. અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!