GujaratPolitics

ભાજપના વળતાં પાણી! ટ્રમ્પની વિદાય બાદ પડ્યું ભાજપમાં ભંગાણ! જાણો!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહપરિવાર ભારતની દિવસીય મુલાકાતે હતા. અને પ્રથમ દિવસ તેઓ ગુજરાતના અમદાવાદની મુલાકાતે હતા જ્યાં તેમનું ભવ્યાતીભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમારોહ પહેલા મુખ્યમંત્રી રૂપાણી સામે ઘણી ચુનોતીઓ હતી પરંતુ તમામ સામે બાથ ભીડીને મુખ્યમંત્રી રૂપાણી દ્વારા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ નમસ્તે ટ્રમ્પ ને સફળ બનાવવામાં કોઈ કસર રાખી નોહતી. પરંતુ આ કાર્યક્રમમાં ઘણી કોન્ટ્રોવર્સી સાથે ઘેરાયેલો છે જે ધીમે ધીમે બહાર આવશે. મંત્રીઓ અને ધારાસભ્યો પણ નારાજ જણાતા હતા. ટ્રમ્પની વિદાય થતાંની સાથે જ ભાજપમાં ભંગાણ થયું છે.

ફોટો સોશિયલ મીડિયા

ભાજપમાં અસંતોષ ચરમસીમાએ છે એ સૌ કોઈ જાણે છે. અનામત આંદોલન મુદ્દે અલ્પેશ ઠાકોર પણ ભાજપ નેતૃત્વ સામે બાંયો ચડાઈ ચુક્યા છે પરંતુ જનપ્રતિસાદ ના મળતાં ચડાયેલી બાંયો ઉતારવી પડી હતી એ અલગ વાત છે. ધરાસભ્યોમાં પણ અસંતોષ છે એ જગ જાહેર છે. વારે તહેવારે ધારાસભ્યો રાજીનામાંની ચીમકી ઉચ્ચારે છે પરંતુ તેનું કારણ ધારાસભ્યોને મંત્રી બનવાનું નહીં પરંતુ જનતાના કામો નહીં થતાં હોવાના અને અધિકારીઓ તેમની સાથે યોગ્ય વર્તન ના કરતાં હોવાના કારણે રાજીનામાની ચીમકીઓ ઉચ્ચારવામાં આવી રહી છે.

ભાજપમાં ભંગાણ
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ આ વખતે મુખ્યમંત્રી રૂપાણીને આંશિક રાહત છે, હા આ વખતે ધારાસભ્યોએ નહીં પરંતુ નગરપાલિકા સદસ્યોએ રાજીનામાં ધરી દીધા છે અને ચકચાર મચી જવા પામ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીની સામે નવો પડકાર જન્મ લઈ રહ્યો છે. અધિકારીઓને કાબુમાં રાખવાનો. વાત એમ છે કે, બનાસકાંઠાના ડીસા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. ડીસા નગરપાલિકાના ભાજપના 12 જેટલા સભ્યોએ હોદ્દા પરથી રાજીનામા આપી દીધા છે અને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. રાજીનામાં આપવાનું કારણ નગરપાલિકાના વહીવટ સામે અસંતોષ બતાવવામાં આવી રહ્યું છે.

ભાજપમાં ભંગાણ
ફોટો સોશિયલ મીડિયા

જો કે આ પહેલી વાર નથી આ પહેલા પણ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં રાજીનામાં આપવાની ચીમકી ઉચ્ચારી હતી અને અંત સુંધીમાં રાજીનામાં આપી દીધા હતાં. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ડીસા નગરપાલિકાની સાધારણ સભા ફરી બોલાવવાની માંગ ઉઠી હતી અને આ બાબતે સભ્યો દ્વારા લેખિતમાં ચીફ ઓફિસર સમક્ષ માગ કરાઇ હતી. પરિણામે ભાજપ શાસિત ડીસા નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. પરંતુ તે સમયે પણ કોઈ નક્કર ઉકેલ આવ્યો નહોતો અને સભ્યોમાં અસંતોષ હતો. પરિણામે આંતરિક ગજાગ્રહના કારણે ભાજપના 12 જેટલા સભ્યોએ ગઈકાલે રાજીનામાં આપી દીધા હતાં અને ભાજપમાં ભંગાણ પડ્યું હતું.

ભાજપમાં ભંગાણ
ફોટો સોશિયલ મીડિયા

ભાજપના 12 જેટલા સભ્યોમાં કેટલીક સમિતિના ચેરમેનશ્રી ઓ પણ શામેલ છે. સભ્યોને પોતાના જ પ્રમુખના કામ સામે વાંધો છે. પ્રમુખ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. રાજ્યની રૂપાણી સરકાર માંડ માંડ એક મુશ્કેલી માંથી બહાર આવે ત્યાં નવી મુશ્કેલી સામે આવીને ઉભી જ હોય છે. ધારાસભ્યોને માંડ માંડ શાંત કર્યા તો હવે નગરપાલિકા સભ્યોમાં અસંતોષ વધી રહયો છે. એક સાથે 12 સભ્યોના રાજીનામાં અને એમાં પણ મહત્વની સમિતિઓના ચેરમેનશ્રીઓનો પણ સમાવેશ થાય છે. ભાજપમાં ભંગાણ એ ભાજપ નેતૃત્વ માટે ચિંતાનો વિષય છે.

ભાજપમાં ભંગાણ
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, રાજીનામાનું કારણ જે પણ હોય પણ હાલ ભજપમાટે કપરા ચઢાણ છે. હરિયાણામાં આજકાલની આવેલી પાર્ટી સાથે હાથ મિલાવી સરકાર બનાવવી પડી, મહારાષ્ટ્ર અતિ મહત્વનું સથી શિવસેનાથી અલગ થઈને સત્તાથી બેદખલ થયાં, ઝારખંડ માં સત્તા ગુમાવી અને ઝારખંડ પછી દિલ્લીમાં સત્તા ગુમાવ્યા બાદ ભાજપમાં કાર્યકરો પણ હતાશ નિરાશ છે ત્યારે ભાજપમાં ભંગાણ એ ભાજપ મોવડી મંડળ માટે મોટો ચિંતાનો વિષય છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!