Social Media BuzzTech & Gadgets
Trending

વોટ્સએપ લાવવા જઈ રહ્યું છે જબરદસ્ત ધમાકેદાર ફીચર! જાણો શું!

વોટ્સએપ પર વધી રહેલા ફેક ન્યુઝ અને ફોરવડેડ મેસેજને કારણે સરકાર ચિંતામાં મુકાઈ હતી જેને લીધે દેશના અનેક વિસ્તારોમાં અફવાહોનું બજાર ગરમ થઇ જવા પામ્યું હતું ગત વર્ષે સરકારે ફેક ન્યુઝ અને ફેક મેસેજ અને ફોરવડેડ કન્ટેટ મુદ્દે વોટ્સએપ ને ચેતવણી આપી હતી અને આ તમામ ભડકાઉ કન્ટેટ પાર કાબુ મેળવવા માટે સૂચનાઓ આપી હતી અને જો વોટ્સએપ આ કરવામાં અસમર્થ સાબિત થશે તો સરકાર દ્વારા ભારતમાં વોટ્સએપ ને બેન કરી દેવામાં આવશે જેવી આખરી ચીમકી પણ સરકારે આપી હતી.

વોટ્સએપ

જે બાદ વોટ્સએપ દ્વારા અનેક નવા ફીચર્સ લાવવામાં આવ્યા હતા જેમકે ફોરવડેડ મેસેજ ની ઉપર ફોરવડેડ લખેલું આવે છે જેના દ્વારા યુઝર અને મેસેજ મેળવનારને ખબર પડે કે આ મેસેજ ફોરવડેડ છે. પરંતુ આ ફિચરથી ખાસ કોઈ ફેર પડ્યો નહીં કાયદાના લગામના કારણે અફવાહમાં ઘટાડો જોવા મળ્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફરી વોટ્સએપ નવા ત્રણ સિક્યુરિટી ફીચર લાવવા જઈ રહ્યું છે. જેમાં ફોરવડેડ મેસેજ કેટલી વાર ફોરવર્ડ થયો તે જોઈ શકાશે અને તે કવટલો પોપ્યુલર બન્યો તે પણ જોઈ શકાશે. હાલમાં વોટ્સએપ આ ત્રણ ફીચર “ફોરવડેડ ઇન્ફો”, “ફ્રિકવન્ટલી ફોરવડેડ” અને “વેબબ્રાઉઝર” જેવા ત્રણ નવા ફીચર એડ કરવા જઈ રહ્યું છે.

વોટ્સએપ

ફોરવડેડ ઇન્ફો
આ ફિચરમાં મોકલેલ મેસેજ કેટલીવાર ફોરવર્ડ થયો તે ચેક કરી શકાય છે. એટલે કે મેસેજ કેટલીવાર ફોરવર્ડ કરવામાં આવ્યો તેની સંખ્યા બતાવવામાં આવશે જે જોવા માટે મેસેજ સિલેક્ટ કરવાથી ફોરવડેડ ઇન્ફો જેવા મળશે જેમાં જોઈ શકાશે કે મેસેજ કેટલીવાર ફોરવર્ડ કરવામાં આવ્યો છે.

ફ્રિકવન્ટલી ફોરવડેડ
આ ફિચરમાં મોકલેલ મેસેજ જો ચારથી વધારે વખત ફોરવર્ડ કરવામાં આવ્યો હશે તો તે મેસેજની ઉપર ફોરવર્ડની ઉપર “ફ્રિકવન્ટલી ફોરવડેડ” લખેલું બતાવવામાં આવશે. જેના દ્વારા યુઝર જાણી શકશે કે આ મેસેજ ચારથી વધારે વખત ફોરવર્ડ થઈ ચૂક્યો છે.

વોટ્સએપ

વેબબ્રાઉઝર
વોટ્સએપ ફેસબુક ટ્વિટરની જેમ વેબબ્રાઉઝર લોન્ચ કરવા જઈ રહ્યું છે. જેમાં મુખ્યત્વે સિક્યુરિટી મહત્વનું પાસું હશે. એટલે કે કોઈએ મોકલેલી લિંક વાઇરસ છે કે મેલીસીયસ છે એ જાણી શકાશે. બ્રાઉઝર દેખી શકાતું નથી પણ વ્હોટસપ માં આવેલી લિંક પાર ક્લિક કરવાથી તે લિંક વ્હોટસપ બ્રાઉઝરમાં ખુલશે. આ બ્રાઉઝર મારફતે કોઈ યુઝર દ્વારા મોકલવામાં આવેલી લિંક સ્પામ છે કે વાઇરસ છે તે જાણી શકાય છે જેના કારણે યુઝરના ફોન અને ડેટા સુરક્ષિત રાખી શકાય છે. જે સિક્યુરિટી સ્કેન કરીને યુઝરને જણાવશે કે આ લિંક સિક્યોર છે કે નહીં.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગુજરાત સમેત રાજસ્થાન મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં અફવાહોનું બજાર ગરમ થઇ ગયું હતું અને છોકરા ઉપાડી જતી ગેંગ સક્રિય છે તેવી જબરદસ્ત અફવાહ વોટ્સએપ દ્વારા ફેલાઈ ગઈ હતી જેના કારણે ગુજરાતમાં ટોળાં દ્વાર 2 વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હતો અને તેમના મોત પણ થયા હતા.

વોટ્સએપ

આ બાબતને ગંભીરતાથી લઈને સરકરે વોટ્સએપ ને બંધ કરવાની ગર્ભિત ચીમકી આપી હતી જે બાદ વ્હોટસપ ભારતમાં સિક્યુરીટી ફીચર્સ લાવી રહ્યું છે. હાલતો આ ફીચર્સનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે જે બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ છે પરંતુ વ્હોટસપ જલ્દી જ આ ફીચર્સ દરેક યુઝર્સ માટે લાવશે.

જો આર્ટિકલ ગમ્યો હોય તો લાઈક અને ફોલો કરવાનું ભૂલતાં નહીં.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!