અનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવ્યા બાદથી વિજય રૂપાણી ગુજરાત મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારથી લઈને આજ સુંધી નાના મોટા વિવાદો ચાલતાં આવ્યા છે. નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવાનું લગભગ લગભગ નક્કી હતું ત્યારે છેલ્લી ઘડીએ વિજય રૂપાણીનું નામ આવતા વિવાદ થયો હતો પરંતુ નીતિન પટેલ રાજનીતિના અઠંગ ખિલાડી છે કોઈ પણ જાતનો વિરોધ કે વિદ્રોહ કર્યા વગર પોતાના કામ દ્વાર ઉપ મુખ્યમંત્રી તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી કરતાં વધારે સારું પ્રદર્શન કરી રહયા છે. જે મીડિયાથી વિજયભાઇ દૂર ભાગે છે તે મીડિયાને નીતિન પટેલ સામેથી જવાબો આપે છે.
જો કે વિજય રૂપાણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંનેના ચહિતા પાત્ર છે એટલે અત્યાર સુંધી ગુજરાત મુખ્યમંત્રી તરીકે ટકી શક્યા છે પરંતુ કયાંક ને ક્યાંક નરેન્દ્ર મોદી જેવું નેતૃત્વ ગુજરાત ભાજપમાં મળી રહ્યું નથી ત્યારે વિજય રૂપાણીને બદલીને તેમનું અપમાન પાર્ટી કરી શકે નહીં કરણ કે વિજય રૂપાણીના નેતૃત્વમાં કચાશ હોઈ શકે પરંતુ પાર્ટી પ્રત્યે તેમની નિષ્ઠા, પ્રામાણિકતા, વફાદારી અને કામ કરવાની ધગશમાં કોઈ શક ના કરી શકે. પરંતુ તેમના નેતૃત્વની અક્ષમતાના લીધે પાર્ટીમાં અંદરોઅંદર ખેંચતાણ વધી જવા પામી છે તેવું દેખાઈ રહ્યું છે. જેથી જો આગળ આવી રહેલી ચૂંટણીઓ જીતવી હોયતો ગુજરાત ભાજપમાં નેતૃત્વમાં ફેરબદલ કરવા પડે તેમ છે. તે જોતા ભાજપ હાઇકમાન્ડ પણ મોટા ફેરબદલ કરવા ઇચ્છી રહી છે.
આગામી સમયમાં ગુજરાત માં 4 રાજ્યસભા સીટો પર ચૂંટણીઓ આવી રહી છે જેમાં ભાજપ વિજય રૂપાણીને તેમનું માનસમ્માન જળવાય તે પ્રમાણે રાજ્યસભામાં ઉમેદવાર બનાવીને કેન્દ્રીય મંત્રી તરીકે પ્રમોટ કરી શકે છે. અને ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન પણ શક્ય બની શકે છે. જોકે આ માહિતી સૂત્રો દ્વારા અને અમુક ખ્યાતનામ વેબ પોર્ટલ દ્વારા મળી રહી છે જેનું અમે સમર્થન કરતા નથી અને હજુ આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત પણ ભાજપ દ્વારા કે ભાજપના કોઈ નેતા દ્વારા કરવામાં આવી નથી. પરંતુ નેતૃત્વ પરિવર્તન કરવાની તાતી જરૂરિયાતને જોતા ભાજપ હાઇકમાન્ડ આ દાવ રમી શકે છે જેથી વિજય રૂપાણીનું માન પણ જળવાઈ રહે અને ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન પણ થઈ જાય.
પરંતુ જો ભાજપ વિજય રૂપાણીને રાજ્યસભા મારફતે કેન્દ્રીય મંત્રી બનાવે તો ગુજરાતની કમાન કોના હાથમાં આવે? એ મોટો સવાલ છે પરંતુ હાલના સમીકરણો જોતા ભાજપ હાઇકમાન્ડ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે એ જોવાનું મહત્વનું છે. આમ જોવા જઈએ તો સૌથી કદાવર અને સક્ષમ નેતૃત્વ ગણવા જઈએ તો એ પુરષોત્તમ રૂપાલા સાબિત થઈ શકે છે. જો ભાજપ હાઇકમાન્ડ પુરષોત્તમ રૂપાલાને ગુજરાત મુખ્યમંત્રી બનાવે તો ભાજપ પણ મજબૂત થાય અને ગુજરાતને પણ સક્ષમ મુખ્યમંત્રી મળી રહે. હાલ ભાજપમાં જોતા રૂપાલા જેટલું સક્ષમ નેતૃત્વ અન્ય કોઈ દેખાઈ રહ્યું નથી. પરંતુ પુરષોત્તમ રૂપાલા પણ હાલ કેન્દ્રીય રાજ્ય મંત્રી છે. તેમની પાસે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ છે.
સાથે સાથે ગુજરાત મુખ્યમંત્રી ની રેસમાં નીતિન પટેલ પણ છે પોતાના કામ દ્વારા હંમેશા ચર્ચા માં તો રહે જ છે પરંતુ નીતિન પટેલ પર ફરી દાવ રમવો કે કેમ તે બાબતે ભાજપ હાઇકમાન્ડ અસમંજસની સ્થિતિમાં હોઈ શકે છે. આ સાથે આર.સી ફળદુ અને ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી પણ રેસમાં હોઈ શકે છે. પરંતુ ભાજપમાં પ્રક્રિયા તદ્દન અલગ હોય છે જે નામ ચાલે છે એના કરતાં અલગ જ નામ ઉભરી આવે છે જે આપણે વિજય રૂપાણી અને નીતિન પટેલના સમયે જોયું હતું. મુખ્યમંત્રીમાં નામ નીતિન પટેલનું ચાલતું હતું પરંતુ મુખ્યમંત્રી પદના શપથ વિજય રૂપાણીએ લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, આ જો અને તો પર ટકેલું છે જોકે ભાજપ હાઇકમાન્ડ વિજય રૂપાણીને બદલે પણ નહીં અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી સમયે ગુજરાતના પ્રવાસ વધારી દે એવું પણ બની શકે છે. પરંતુ જોવાનું એ રહ્યું કે આગામી રાજ્યસભાની ખાલી થઈ રહેલી બેઠકો પર ભાજપ કોને ટિકિટ આપે છે. ખાલી થઈ રહેલી ચાર બેઠક માંથી હાલ ભાજપ પાસે ત્રણ અને કોંગ્રેસ પાસે એક બેઠક છે જેમાંથી આ વખતે એક બેઠક વધારે કોંગ્રેસના ફાળે જય શકે છે. એટલે કે ભાજપ અને કોંગ્રેસ બંને બે બે બેઠક પર જીતી શકે છે. જેમાં કોંગ્રેસને એક સીટનો ફાયદો અને ભાજપને એક સીટનું નુકશાન થઈ શકે છે.
- આ પણ વાંચો
- હાર્દિક પટેલ ની ધરપકડ બાદ મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે! જાણો કેમ!
- CAA કારણે ભાજપમાં મોટું ભંગાણ! સહયોગી પાર્ટીએ ચૂંટણી લડવાનો પણ કર્યો ઈન્કાર!
- દિલ્લી વિધાનસભા ચૂંટણી આ માહિલાનેતાઓ ભાજપ કેજરીવાલનો પ્લાન બગાડશે.
- દિલ્લીમાં કેજરીવાલ ના પાસા ઊંધા પડી શકે છે! આ પાર્ટીના કેન્ડીડેટ છે વધારે સક્ષમ!
- ભાજપના આ યુવા નેતાઓની મુશ્કેલીઓ વધી શકે છે! હાઇકોર્ટમાં થઈ અરજી! જાણો!
- ભાજપ માં ભડકાના એંધાણ! આ રાજ્યમાં બગડી શકે છે સંતુલન! જાણો!